Surendranagar: ઈન્ટરશનેશનલ કોન્ફરન્સમાં દેશ-વિદેશના 540 સંશોધકો જોડાયા
સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયુ હતુ. જેમાં યુએઈ, અફઘાનીસ્તાન, શ્રીલંકા સહિતના દેશોના અને ભારતના 540 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંશોધકોએ હાજરી આપી હતી અને વૈશ્વીક દૃષ્ટીકોણથી બહુવિષયક સંશોધન પર ચર્ચા કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર યુનિવર્સિટી અને ઈન્સ્ટીટયુટ ઓફ રીચર્સ એજયુકશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા વઢવાણની સુરેન્દ્રનગર યુનીવર્સીટી ખાતે ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયુ હતુ. જેમાં 540 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાના સંશોધકોએ હાજરી આપી હતી. જેમાં યુએઈ, અફઘાનીસ્તાન, શ્રીલંકાના સંશોધકોએ પોતાના સંશોધન રૂબરૂ પ્રસ્તુત કર્યા હતા. જયારે 175 સંશોધકો ઓનલાઈન જોડાયા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર યુનિવર્સિટીના સ્થાપક અને પ્રમુખ ઈન્દ્રસીંહ ઝાલા, પ્રોફેસર ડો. કલ્પેશ વંડરા, ડો. વીરલ ભટ્ટ, ડો. કનૈયાલાલ ભટ્ટ, ડો. ધવલ વ્યાસ સહિતનાઓએ સંશોધનમાં સતત પ્રયત્નશીલ રહેવા ભાર મુકયો હતો. જયારે ટેકનીકલ સેશનમાં ઈતિહાસકાર ડો. કુમારપાળ પરમારે થીસીસ કેવી રીતે તૈયાર કરવો તેની સમજ આપી હતી. પરિષદના સંશોધકો માટે નવી દિશાઓ અને પ્રેરણાનું આ કાર્યક્રમ ઉત્તમ મંચ બની ગયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર સંજયભાઈ જોષી સહિત કમર્ચારીઓએ તૈયારીઓ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, યુનિવર્સિટીના તમામ અભ્યાસક્રમ યુજીથી શરૂ કરીને પીએચડી સુધીના ચલાવાય છે. જેમાં વિજ્ઞાન, એન્જીનીયરીંગ, કાયદા, આર્ટસ, સામાજિક વિજ્ઞાન, કોમ્પ્યુટર વિજ્ઞાન, વાણીજય અને મેનેજમેન્ટ શાખા કાર્યરત છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયુ હતુ. જેમાં યુએઈ, અફઘાનીસ્તાન, શ્રીલંકા સહિતના દેશોના અને ભારતના 540 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંશોધકોએ હાજરી આપી હતી અને વૈશ્વીક દૃષ્ટીકોણથી બહુવિષયક સંશોધન પર ચર્ચા કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર યુનિવર્સિટી અને ઈન્સ્ટીટયુટ ઓફ રીચર્સ એજયુકશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા વઢવાણની સુરેન્દ્રનગર યુનીવર્સીટી ખાતે ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયુ હતુ. જેમાં 540 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાના સંશોધકોએ હાજરી આપી હતી. જેમાં યુએઈ, અફઘાનીસ્તાન, શ્રીલંકાના સંશોધકોએ પોતાના સંશોધન રૂબરૂ પ્રસ્તુત કર્યા હતા. જયારે 175 સંશોધકો ઓનલાઈન જોડાયા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર યુનિવર્સિટીના સ્થાપક અને પ્રમુખ ઈન્દ્રસીંહ ઝાલા, પ્રોફેસર ડો. કલ્પેશ વંડરા, ડો. વીરલ ભટ્ટ, ડો. કનૈયાલાલ ભટ્ટ, ડો. ધવલ વ્યાસ સહિતનાઓએ સંશોધનમાં સતત પ્રયત્નશીલ રહેવા ભાર મુકયો હતો. જયારે ટેકનીકલ સેશનમાં ઈતિહાસકાર ડો. કુમારપાળ પરમારે થીસીસ કેવી રીતે તૈયાર કરવો તેની સમજ આપી હતી. પરિષદના સંશોધકો માટે નવી દિશાઓ અને પ્રેરણાનું આ કાર્યક્રમ ઉત્તમ મંચ બની ગયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર સંજયભાઈ જોષી સહિત કમર્ચારીઓએ તૈયારીઓ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, યુનિવર્સિટીના તમામ અભ્યાસક્રમ યુજીથી શરૂ કરીને પીએચડી સુધીના ચલાવાય છે. જેમાં વિજ્ઞાન, એન્જીનીયરીંગ, કાયદા, આર્ટસ, સામાજિક વિજ્ઞાન, કોમ્પ્યુટર વિજ્ઞાન, વાણીજય અને મેનેજમેન્ટ શાખા કાર્યરત છે.