Surat: નવરાત્રિને લઈ પોલીસનું જાહેરનામું, આયોજકોને આ બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન
નવરાત્રિના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યભરમાં આયોજકો અને ગરબા રસિકો તૈયારીઓમાં લાગી ગયા છે અને પોલીસ તંત્ર પણ રાજ્યમાં કોઈ અણબનાવ ના બને તેની લઈને લોકોની સુરક્ષાની તૈયારીઓમાં લાગેલુ છે.સોસાયટી અને પાર્ટી પ્લોટોમાં લાઉડ સ્પીકર રાત્રે 12 વાગ્યા સુધી વગાડી શકાશે સુરત શહેરમાં નવરાત્રિના આયોજનને લઈ સુરત પોલીસે જાહેરનામું પાડ્યું છે. જેને લઈને સ્પેશિયલ બ્રાન્ચના DCP હેતલ પટેલે પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી છે. જેમાં કહ્યું કે સોસાયટી અને પાર્ટી પ્લોટોમાં લાઉડ સ્પીકર રાત્રે 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જો કે ઢોલ નગારા સાથે વાગતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. આ સાથે જે મહિલાઓની સુરક્ષા માટે શી-ટીમ ખાનગી પહેરવેશમાં અલગ અલગ જગ્યાઓએ તૈનાત રહેશે. સુરત શહેરમાં આ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે: DCP હેતલ પટેલ DCP હેતલ પટેલે વધુમાં જણાવ્યું કે સુરક્ષા માટે ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરવામાં આવશે. રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રિના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી જ મંજૂરી મળશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી અને આ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે. બાઈક પેટ્રોલિંગ તેમજ બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે આ ઉપરાંત બાઈક પેટ્રોલિંગ તેમજ બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે અને મોટી નવરાત્રિના આયોજનોમાં શી ટીમ ખાસ ફરજ બજાવશે. જો મોડી રાત્રે કોઈ મહિલા મુશ્કેલીમાં હોય તો તે ખાસ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ માગી શક્શે અને પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવશે. રાજકોટમાં અગ્નિકાંડ બાદ નવરાત્રિના નિયમોમાં ફેરફાર રાજકોટમાં અગ્નિકાંડ બાદ નવરાત્રિના નિયમોમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે નિવેદન આપ્યું કે રાસોત્સવ માટે લાયસન્સ બ્રાન્ચ દ્વારા ફોર્મ તૈયાર કરાયું છે. ફોર્મમાં શરતો અને નિયમો બનાવવામાં આવ્યા છે. આ માટે આયોજકોએ વીમો લેવો ફરજિયાત રહેશે, લોકોની સુરક્ષાને લઈ વીમો ફરજિયાત કરવામાં આવ્યો છે.ફૂડ સ્ટોલ માટે ફૂડ ઈન્સ્પેક્ટરની મંજૂરી ફરજિયાત આ સાથે જ CCTVની વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે અને ડોક્ટર, ઈમરજન્સીની સેવાઓની વ્યવસ્થા પણ કરવી પડશે તો ખાનગી જગ્યા, ભાડા કરાર સહિતની વિગતો પણ જરૂરી બનશે. ફૂડ સ્ટોલ માટે ફૂડ ઈન્સ્પેક્ટરની મંજૂરી લેવી પણ ફરજિયાત કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવરાત્રિના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યભરમાં આયોજકો અને ગરબા રસિકો તૈયારીઓમાં લાગી ગયા છે અને પોલીસ તંત્ર પણ રાજ્યમાં કોઈ અણબનાવ ના બને તેની લઈને લોકોની સુરક્ષાની તૈયારીઓમાં લાગેલુ છે.
સોસાયટી અને પાર્ટી પ્લોટોમાં લાઉડ સ્પીકર રાત્રે 12 વાગ્યા સુધી વગાડી શકાશે
સુરત શહેરમાં નવરાત્રિના આયોજનને લઈ સુરત પોલીસે જાહેરનામું પાડ્યું છે. જેને લઈને સ્પેશિયલ બ્રાન્ચના DCP હેતલ પટેલે પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી છે. જેમાં કહ્યું કે સોસાયટી અને પાર્ટી પ્લોટોમાં લાઉડ સ્પીકર રાત્રે 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જો કે ઢોલ નગારા સાથે વાગતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. આ સાથે જે મહિલાઓની સુરક્ષા માટે શી-ટીમ ખાનગી પહેરવેશમાં અલગ અલગ જગ્યાઓએ તૈનાત રહેશે.
સુરત શહેરમાં આ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે: DCP હેતલ પટેલ
DCP હેતલ પટેલે વધુમાં જણાવ્યું કે સુરક્ષા માટે ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરવામાં આવશે. રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રિના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી જ મંજૂરી મળશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી અને આ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે.
બાઈક પેટ્રોલિંગ તેમજ બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે
આ ઉપરાંત બાઈક પેટ્રોલિંગ તેમજ બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે અને મોટી નવરાત્રિના આયોજનોમાં શી ટીમ ખાસ ફરજ બજાવશે. જો મોડી રાત્રે કોઈ મહિલા મુશ્કેલીમાં હોય તો તે ખાસ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ માગી શક્શે અને પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવશે.
રાજકોટમાં અગ્નિકાંડ બાદ નવરાત્રિના નિયમોમાં ફેરફાર
રાજકોટમાં અગ્નિકાંડ બાદ નવરાત્રિના નિયમોમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે નિવેદન આપ્યું કે રાસોત્સવ માટે લાયસન્સ બ્રાન્ચ દ્વારા ફોર્મ તૈયાર કરાયું છે. ફોર્મમાં શરતો અને નિયમો બનાવવામાં આવ્યા છે. આ માટે આયોજકોએ વીમો લેવો ફરજિયાત રહેશે, લોકોની સુરક્ષાને લઈ વીમો ફરજિયાત કરવામાં આવ્યો છે.
ફૂડ સ્ટોલ માટે ફૂડ ઈન્સ્પેક્ટરની મંજૂરી ફરજિયાત
આ સાથે જ CCTVની વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે અને ડોક્ટર, ઈમરજન્સીની સેવાઓની વ્યવસ્થા પણ કરવી પડશે તો ખાનગી જગ્યા, ભાડા કરાર સહિતની વિગતો પણ જરૂરી બનશે. ફૂડ સ્ટોલ માટે ફૂડ ઈન્સ્પેક્ટરની મંજૂરી લેવી પણ ફરજિયાત કરવામાં આવી છે.