Sayla: કુરિયરના પાર્સલની આડ લઇ ટ્રકમાં કરાતી વિદેશી દારૂની હેરાફેરી ખેલનો પર્દાફાશ
સાયલા પોલીસની ટીમ દ્વારા હાઇવે પર જતી એક ટ્રકમાં ભરેલ પાર્સલના કોથળામાં શંકાને આધારે તેને રોકી તલાશી લેતા પાર્સલમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ પાર્સલના કોથળા જેવા લાગતા દાગીનાઓમાં અંદર થી વિવિધ બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂ, બિયરનો જથ્થો મળી આવતા શરાબની હેરાફેરીની નવી તરકીબ પોલીસને જોવા મળી હતી.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર માલ મંગાવનાર અને ટ્રક માલિક એવો વિશ્વજીત રાણા પોલીસ કર્મીનો પુત્ર હોવાનું તથા મૂળ લીંબડી તાલુકાનો હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી હતી. સાયલા પોલીસની ટીમ દ્વારા હાઇવે પરના નવા સુદામડા ગામ પાસે જતી ટ્રકમાં ભરેલ સિવેલ પ્લાસ્ટિકની કોથળાઓમાંથી વિદેશી દારૂની 21 પેટી, ચપલાની 49 પેટી તથા બીયરના ટીનની 23 પેટી એમ નાની મોટી મળી કુલ 3156 બોટલ દારૂ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા 3.3 7 લાખનો દારૂ, ટ્રક સહિત કુલ રૂ. 8.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહારાષ્ટ્રથી પાર્સલ ભરી નીકળેલ આ ટ્રકમાં દારૂની હેરાફેરી કરવા માટે પોલીસે ચાલક તથા ક્લીનર એવા પોરબંદરના નરેશ કિશનભાઇ પરમાર અને શબ્બીર યુનુસ હાજી માંકડાની ધરપકડ કરી પુછપરછ કરતા આ જથ્થો દ્વારકામાં ફરજ બજાવતા પોલીસ કર્મીના પુત્ર વિશ્વજીત ઉર્ફે બાપુ મહેન્દ્રસિંહ રાણા(રહે.પોરબંદર) નામના શખ્સે મંગાવ્યાની કબૂલાત કરતાં ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ હતી. ExposingExposing
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયલા પોલીસની ટીમ દ્વારા હાઇવે પર જતી એક ટ્રકમાં ભરેલ પાર્સલના કોથળામાં શંકાને આધારે તેને રોકી તલાશી લેતા પાર્સલમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પ્રથમ દ્રષ્ટિએ પાર્સલના કોથળા જેવા લાગતા દાગીનાઓમાં અંદર થી વિવિધ બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂ, બિયરનો જથ્થો મળી આવતા શરાબની હેરાફેરીની નવી તરકીબ પોલીસને જોવા મળી હતી.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર માલ મંગાવનાર અને ટ્રક માલિક એવો વિશ્વજીત રાણા પોલીસ કર્મીનો પુત્ર હોવાનું તથા મૂળ લીંબડી તાલુકાનો હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી હતી.
સાયલા પોલીસની ટીમ દ્વારા હાઇવે પરના નવા સુદામડા ગામ પાસે જતી ટ્રકમાં ભરેલ સિવેલ પ્લાસ્ટિકની કોથળાઓમાંથી વિદેશી દારૂની 21 પેટી, ચપલાની 49 પેટી તથા બીયરના ટીનની 23 પેટી એમ નાની મોટી મળી કુલ 3156 બોટલ દારૂ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા 3.3 7 લાખનો દારૂ, ટ્રક સહિત કુલ રૂ. 8.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહારાષ્ટ્રથી પાર્સલ ભરી નીકળેલ આ ટ્રકમાં દારૂની હેરાફેરી કરવા માટે પોલીસે ચાલક તથા ક્લીનર એવા પોરબંદરના નરેશ કિશનભાઇ પરમાર અને શબ્બીર યુનુસ હાજી માંકડાની ધરપકડ કરી પુછપરછ કરતા આ જથ્થો દ્વારકામાં ફરજ બજાવતા પોલીસ કર્મીના પુત્ર વિશ્વજીત ઉર્ફે બાપુ મહેન્દ્રસિંહ રાણા(રહે.પોરબંદર) નામના શખ્સે મંગાવ્યાની કબૂલાત કરતાં ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ હતી.
ExposingExposing