Mandal: માંડલ તાલુકાના નાના ઉભડા સહિત આસપાસના 12 ગામના લોકો માટે સેવા

અમદાવાદ જિલ્લામાં તા.17મી સપ્ટેમ્બરથી દસમા તબક્કામાં સેવા સેતુનો પ્રારંભ થયો હતો. જે અંતર્ગત માંડલ તાલુકાના નાના ઉભડા ગામથી આ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, 7/12 ના ઉતારા, આરોગ્ય વિભાગની સેવાઓ, બેંકના ખાતાઓ ખોલવા સહિતની સેવાઓ, વિદ્યુત બોર્ડની ઓફિસને લગતાં પ્રશ્નો, આયુષ્યમાન ભારત યોજના, મકાન સહાય યોજના,આંગણવાડી સહિતની 100થી વધુ સેવાઓનો લાભ પ્રજાજનોને મળ્યો હતો. નાના ઉભડા ગામે યોજાયેલ કાર્યક્રમનો આસપાસના ટ્રેન્ટ, રખીયાણા, રીબડી, કરશનપુરા, માનપુરા, ઉકરડી, કડવાસણ, નવાગામ, ઓડકી સહિત કુલ 12 ગામોના અરજદારો લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં માંડલ મામલતદાર હર્ષાબેન રાવલ, ટીડીઓ વિકાસ બચનકુમાર, મદદનીશ ટીડીઓ વિષ્ણુભાઈ સુમેસરા, બંને કચેરીનો સંપુર્ણ વહીવટી સ્ટાફ રાજકીય મહાનુભાવોમાં ભીખાભાઈ વાઘેલા, દશરથભાઈ પટેલ,પચાણભાઈ જાદવ, રોહીત જાદવ, કાશીરામભાઈ પટેલ, વીરામભાઈ પરમાર તેમજ માંડલ હેલ્થ ઓફિસર ડો.ભાવેશ રથવી, ઈ.ચા. સીડીપીઓ મીત્તાબેન જાની સહિત વહીવટી તંત્ર અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. નાના ઉભડા સહિત આસપાસના ગામોમાંથી લાભાર્થી,અરજદારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સેવાસેતુ કાર્યક્રમમાં ગંગાસ્વરૂપ વિધવા મહિલાઓને હુકમનું વિતરણ, મકાન સહાય અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યાં હતાં. એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ મહાનુભાવો દ્વારા કરાયું હતું. આમ પ્રજાજનોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સ્થળ ઉપર મળ્યો હતો.

Mandal: માંડલ તાલુકાના નાના ઉભડા સહિત આસપાસના 12 ગામના લોકો માટે સેવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લામાં તા.17મી સપ્ટેમ્બરથી દસમા તબક્કામાં સેવા સેતુનો પ્રારંભ થયો હતો. જે અંતર્ગત માંડલ તાલુકાના નાના ઉભડા ગામથી આ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

 કાર્યક્રમમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, 7/12 ના ઉતારા, આરોગ્ય વિભાગની સેવાઓ, બેંકના ખાતાઓ ખોલવા સહિતની સેવાઓ, વિદ્યુત બોર્ડની ઓફિસને લગતાં પ્રશ્નો, આયુષ્યમાન ભારત યોજના, મકાન સહાય યોજના,આંગણવાડી સહિતની 100થી વધુ સેવાઓનો લાભ પ્રજાજનોને મળ્યો હતો. નાના ઉભડા ગામે યોજાયેલ કાર્યક્રમનો આસપાસના ટ્રેન્ટ, રખીયાણા, રીબડી, કરશનપુરા, માનપુરા, ઉકરડી, કડવાસણ, નવાગામ, ઓડકી સહિત કુલ 12 ગામોના અરજદારો લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં માંડલ મામલતદાર હર્ષાબેન રાવલ, ટીડીઓ વિકાસ બચનકુમાર, મદદનીશ ટીડીઓ વિષ્ણુભાઈ સુમેસરા, બંને કચેરીનો સંપુર્ણ વહીવટી સ્ટાફ રાજકીય મહાનુભાવોમાં ભીખાભાઈ વાઘેલા, દશરથભાઈ પટેલ,પચાણભાઈ જાદવ, રોહીત જાદવ, કાશીરામભાઈ પટેલ, વીરામભાઈ પરમાર તેમજ માંડલ હેલ્થ ઓફિસર ડો.ભાવેશ રથવી, ઈ.ચા. સીડીપીઓ મીત્તાબેન જાની સહિત વહીવટી તંત્ર અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. નાના ઉભડા સહિત આસપાસના ગામોમાંથી લાભાર્થી,અરજદારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સેવાસેતુ કાર્યક્રમમાં ગંગાસ્વરૂપ વિધવા મહિલાઓને હુકમનું વિતરણ, મકાન સહાય અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યાં હતાં. એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ મહાનુભાવો દ્વારા કરાયું હતું. આમ પ્રજાજનોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સ્થળ ઉપર મળ્યો હતો.