Ahmedabad: શહેરમાં ગુનાઓ વધવા છતાં પોલીસનો ‘ઓલ ઇઝ વેલ’નો દાવો

અમદાવાદમાં વધી રહેલી ગુનાખોરી પર શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું છે. અમદાવાદમાં PCBની રેઇડ દરમ્યાન વૃદ્ધાના મોત પર લાગેલા આક્ષેપ પર પોલીસ કમિશનર દ્વારા નિવેદન આપતા જણાવ્યું કે, ઘટનાની પેનલ પીએમ કરવા માટે સૂચના આપવામાં આવી છે. PCBની ટીમે મૃતકના ઘરે તપાસ કરેલ નથી, તેમની સામેના ઘરે તપાસ કરી છે. આ આક્ષેપ પોલીસ પર ધાક જમાવવા કરવામાં આવ્યો છે. શહેરને ગુંડોઓએ બાનમાં લીધું પણ CPનો જુદો રાગ પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ રેટ ઘટવાનો દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં ગુંડાગીરીની 9 ઘટનાઓ બની છે. આ ઘટનાઓ છતાં પોલીસનો ઓલ ઇઝ વેલનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસે નિષ્ફળતાનો ટોપલો CCTV પર ઢોળ્યો છે. છેલ્લા 25 દિવસમાં ગુનાખોરીના 11 બનાવો બન્યા છે. છેલ્લા 15 દિવસોમાં 9 સરેઆમ ધોકાવાળી બાદ પણ પોલીસ કહે છે ઓલ ઇઝ વેલ. પોલીસ પોતાની નિષ્ફળતાનો ટોપલો શહેરમાં લાગેલા CCTV પર ઢોળવા લાગી છે. કમિશનરે કહ્યું CCTV વધ્યા એટલે ગુનાખોરી દેખાય છે. છેલ્લા 25 દિવસમાં અમદાવાદ શહેરમાં 11 બનાવ બન્યા છે. પહેલો બનાવ શિવમ્ આર્કેડ ચાણક્ય પૂરીમાં દારૂના નશામાં સોસાયટીમાં અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેનો ગુનો સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. બીજો બનાવ અમરાઈવાડી વિસ્તારમાં બ્રિજ નીચે અસામાજિક તત્વોએ મારામારી કરી હતી. ત્રીજો બનાવ અમરાઈવાડીમાં ગરબા રમવા માટે રસ્તો રોકી દેવાના કારણે મારામારી થઈ હતી. ચોથો બનાવ નિકોલમાં હર હર ગંગે સોસાયટીમાં ગરબામાં બર્થડે સોંગ વગાડવા બાબતે અસમાજિક તત્વો દ્વારા સોસાયટીમાં તોડફોડ કરવામાં આવી હતી. પાંચમો બનાવ નરોડાના ગોકુલ ગેલેક્સી સોસાયટીમાં અસમાજિક તત્વો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી. છઠ્ઠો બનાવ નરોડાના વ્રજ ગેલેક્સીમાં નજીવી બાબતે અસમાજિક તત્વોએ તલવાર અને છરાથી હુમલો કર્યો હતો. સાતમો બનાવ કૃષ્ણનગરમાં ડૉક્ટરે કાર ઓવરટેક કરતા અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. આઠમો બનાવ માધુપુરાના વાટિકા ફ્લેટની બહાર કારમાં અસમાજિક તત્વોએ આગ લગાડી આતંક મચાવ્યો હતો. નવમો બનાવ કૃષ્ણનગરમાં વિનાયક વાટિકા સોસાયટીમાં સામાન્ય બોલાચાલીમાં તોડફોડ કરવામાં આવી હતી. દસમો બનાવ રામોલ ગામમાં તલવાર અને પાવડાથી જાહેર જગ્યા પર તોડફોડ અને મારામારી કરવામાં આવી હતી. અગિયારમો બનાવ નવરંગપુરામાં કેપી હોસ્ટેલમાં વિદ્યાર્થી યુવકને માર મારવામાં આવ્યો હતો.

Ahmedabad: શહેરમાં ગુનાઓ વધવા છતાં પોલીસનો ‘ઓલ ઇઝ વેલ’નો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં વધી રહેલી ગુનાખોરી પર શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું છે. અમદાવાદમાં PCBની રેઇડ દરમ્યાન વૃદ્ધાના મોત પર લાગેલા આક્ષેપ પર પોલીસ કમિશનર દ્વારા નિવેદન આપતા જણાવ્યું કે, ઘટનાની પેનલ પીએમ કરવા માટે સૂચના આપવામાં આવી છે. PCBની ટીમે મૃતકના ઘરે તપાસ કરેલ નથી, તેમની સામેના ઘરે તપાસ કરી છે. આ આક્ષેપ પોલીસ પર ધાક જમાવવા કરવામાં આવ્યો છે.

શહેરને ગુંડોઓએ બાનમાં લીધું પણ CPનો જુદો રાગ

પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ રેટ ઘટવાનો દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં ગુંડાગીરીની 9 ઘટનાઓ બની છે. આ ઘટનાઓ છતાં પોલીસનો ઓલ ઇઝ વેલનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસે નિષ્ફળતાનો ટોપલો CCTV પર ઢોળ્યો છે. છેલ્લા 25 દિવસમાં ગુનાખોરીના 11 બનાવો બન્યા છે.

છેલ્લા 15 દિવસોમાં 9 સરેઆમ ધોકાવાળી બાદ પણ પોલીસ કહે છે ઓલ ઇઝ વેલ. પોલીસ પોતાની નિષ્ફળતાનો ટોપલો શહેરમાં લાગેલા CCTV પર ઢોળવા લાગી છે. કમિશનરે કહ્યું CCTV વધ્યા એટલે ગુનાખોરી દેખાય છે. છેલ્લા 25 દિવસમાં અમદાવાદ શહેરમાં 11 બનાવ બન્યા છે.

પહેલો બનાવ

શિવમ્ આર્કેડ ચાણક્ય પૂરીમાં દારૂના નશામાં સોસાયટીમાં અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેનો ગુનો સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

બીજો બનાવ

અમરાઈવાડી વિસ્તારમાં બ્રિજ નીચે અસામાજિક તત્વોએ મારામારી કરી હતી.

ત્રીજો બનાવ

અમરાઈવાડીમાં ગરબા રમવા માટે રસ્તો રોકી દેવાના કારણે મારામારી થઈ હતી.

ચોથો બનાવ

નિકોલમાં હર હર ગંગે સોસાયટીમાં ગરબામાં બર્થડે સોંગ વગાડવા બાબતે અસમાજિક તત્વો દ્વારા સોસાયટીમાં તોડફોડ કરવામાં આવી હતી.

પાંચમો બનાવ

નરોડાના ગોકુલ ગેલેક્સી સોસાયટીમાં અસમાજિક તત્વો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી.

છઠ્ઠો બનાવ

નરોડાના વ્રજ ગેલેક્સીમાં નજીવી બાબતે અસમાજિક તત્વોએ તલવાર અને છરાથી હુમલો કર્યો હતો.

સાતમો બનાવ

કૃષ્ણનગરમાં ડૉક્ટરે કાર ઓવરટેક કરતા અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો.

આઠમો બનાવ

માધુપુરાના વાટિકા ફ્લેટની બહાર કારમાં અસમાજિક તત્વોએ આગ લગાડી આતંક મચાવ્યો હતો.

નવમો બનાવ

કૃષ્ણનગરમાં વિનાયક વાટિકા સોસાયટીમાં સામાન્ય બોલાચાલીમાં તોડફોડ કરવામાં આવી હતી.

દસમો બનાવ

રામોલ ગામમાં તલવાર અને પાવડાથી જાહેર જગ્યા પર તોડફોડ અને મારામારી કરવામાં આવી હતી.

અગિયારમો બનાવ

નવરંગપુરામાં કેપી હોસ્ટેલમાં વિદ્યાર્થી યુવકને માર મારવામાં આવ્યો હતો.