Gandhinagarના મહુડી રોડ પર મર્સિડીસ કારે 4 લોકોને ઉડાવ્યા, 2ના મોત
ગાંધીનગરથી મહુડી રોડ પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે,જેમાં મહુડીના પીપળજ ગામ પાસે ફુલ સ્પીડે આવી રહેલી મર્સિડીસ કારના ચાલકે રોડ પર રાહદારી તેમજ બાઈક ચાલકને ઉડાવી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો,આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા,સ્થાનિકો કાર ચાલકને ઝડપે તે પહેલા જ તે ત્યાં કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી કાર્યવાહી. બે વ્યકિતના મોત પેથાપુરના મહુડી રોડ પર મર્સિડીઝ કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા છે. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયા છે.સૂત્રોનું માનીએ તો આ કાર ચાલક નશાની હાલતમાં હોવાની માહિતી મળી રહી છે. કાર ચાલકે એટલા ધડાકાભેર વાહનોને અથડ્યા કે, એક કાર તો રસ્તાની બાજુમાં જતી રહી છે. જ્યારે બાઇકનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો અને અકસ્માતને ભેટેલા લોકોને સારવાર મળે તે પહેલા જ બે લોકો મોતને ભેટયા હતા,પોલીસે હાલ આસપાસના સીસીટીવીની પણ તપાસ હાથધરી છે અને કારના નંબરના આધારે કારચાલકની શોધખોળ હાથધરી છે. સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગાંધીનગરના રસ્તા પહોળા છે,કાર એટલી સ્પીડમાં હતી કે કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને આ ઘટના બની,કારની એરબેગ પણ ખુલી ગઈ છે અને કારને પણ ભારે નુકસાન પહોંચ્યું છે,ગુજરાતમાં આવા નબીરાઓ લોકોના જીવની પરવાહ કર્યા વિના કાર હંકારતા હોય છે જેના કારણે લોકોના જીવ જાય છે.આવા લોકોને કડકમાં કડક સજા મળે તે જરૂરી છે.આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે,કાર ધડાકભેર અથડાઈ જેના કારણે ઘટના સ્થળે જ બે લોકો મોતને ભેટયા.ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા છે. હિટ એન્ડ રન કાયદો શું છે હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરથી મહુડી રોડ પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે,જેમાં મહુડીના પીપળજ ગામ પાસે ફુલ સ્પીડે આવી રહેલી મર્સિડીસ કારના ચાલકે રોડ પર રાહદારી તેમજ બાઈક ચાલકને ઉડાવી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો,આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા,સ્થાનિકો કાર ચાલકને ઝડપે તે પહેલા જ તે ત્યાં કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી કાર્યવાહી.
બે વ્યકિતના મોત
પેથાપુરના મહુડી રોડ પર મર્સિડીઝ કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા છે. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયા છે.સૂત્રોનું માનીએ તો આ કાર ચાલક નશાની હાલતમાં હોવાની માહિતી મળી રહી છે. કાર ચાલકે એટલા ધડાકાભેર વાહનોને અથડ્યા કે, એક કાર તો રસ્તાની બાજુમાં જતી રહી છે. જ્યારે બાઇકનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો અને અકસ્માતને ભેટેલા લોકોને સારવાર મળે તે પહેલા જ બે લોકો મોતને ભેટયા હતા,પોલીસે હાલ આસપાસના સીસીટીવીની પણ તપાસ હાથધરી છે અને કારના નંબરના આધારે કારચાલકની શોધખોળ હાથધરી છે.
સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગાંધીનગરના રસ્તા પહોળા છે,કાર એટલી સ્પીડમાં હતી કે કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને આ ઘટના બની,કારની એરબેગ પણ ખુલી ગઈ છે અને કારને પણ ભારે નુકસાન પહોંચ્યું છે,ગુજરાતમાં આવા નબીરાઓ લોકોના જીવની પરવાહ કર્યા વિના કાર હંકારતા હોય છે જેના કારણે લોકોના જીવ જાય છે.આવા લોકોને કડકમાં કડક સજા મળે તે જરૂરી છે.આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે,કાર ધડાકભેર અથડાઈ જેના કારણે ઘટના સ્થળે જ બે લોકો મોતને ભેટયા.ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા છે.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.