Sabarkantha: જિલ્લા પંચાયતના ભાજપ સદસ્યનું રાજીનામું, પાર્ટીની સેન્સ પ્રક્રિયા સામે ઉઠાવ્યા સવાલો

જિલ્લા પંચાયતના સદસ્ય અમૃતભાઈ પટેલે ભાજપમાંથી આપ્યું રાજીનામુંAPMCની ચૂંટણીમાં મેન્ડેટ ન મળતા સભ્યએ આપ્યુ રાજીનામું APMCના ચેરમેન તરીકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હીરાભાઈ પટેલને મેન્ડેટ મળ્યું સાબરકાંઠામાં ભાજપમાં ફરીથી ભડકો જોવા મળ્યો છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતના ભાજપ સદસ્યએ રાજીનામું આપી દીધુ છે. ખેડબ્રહ્માની દંત્રાલ બેઠકના જિલ્લા પંચાયતના સદસ્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ખેડબ્રહ્મા એ.પી.એમ.સી ચેરમેનની ચૂંટણીમાં મેન્ડેટ ન આપવામાં આવતા અમૃતભાઈ પટેલે રાજીનામું આપ્યું છે. અમૃતભાઈ પટેલના નામનું મેન્ડેટ ન નીકળતા તેમણે પોતાનો કેસરીયો ખેસ જિલ્લા ભાજપ પ્રમુખને આપ્યો તમને જણાવી દઈએ કે આજે ખેડબ્રહ્મા એ.પી.એમ.સીના ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં અમૃતભાઈ પટેલના નામનું મેન્ડેટ ન નીકળતા તેમણે પોતાનો કેસરીયો ખેસ જિલ્લા ભાજપ પ્રમુખને આપ્યો હતો અને પોતાના પદ પરથી અને સાથે જ ભાજપમાંથી પણ રાજીનામું આપી દીધુ હતું. APMCના ચેરમેન તરીકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હીરાભાઈ પટેલને મેન્ડેટ મળ્યું ખેડબ્રહ્મા એ.પી.એમ.સીના ચેરમેન તરીકે હીરાભાઈ પટેલનું મેન્ડેટ નીકળ્યું હતું, ત્યારે અમૃતભાઈ પટેલ નારાજ થયા હતા, કારણ કે હીરાભાઈ પટેલ કોંગ્રેસના આયાતી ઉમેદવાર છે, તેઓ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. આ સાથે જ અમૃતભાઈએ ભાજપની સેન્સ પ્રક્રિયા સામે પણ મોટા સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે ભાજપના સનિષ્ઠ કાર્યકર અમૃતભાઈ પટેલને મેન્ડેટ આપવામાં ના આવતા ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. જિ.પંના સદસ્યના રાજીનામાં બાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે રાજીનામું આપ્યું ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના સદસ્ય અમૃતભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ અન્ય રાજીનામા પણ પાર્ટીમાંથી પડ્યા છે. અમૃતભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે પણ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ભાજપના સનિષ્ઠ કાર્યકરોને કાઢીને આયાતી ઉમેદવારને ચેરમેન બનાવતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

Sabarkantha: જિલ્લા પંચાયતના ભાજપ સદસ્યનું રાજીનામું, પાર્ટીની સેન્સ પ્રક્રિયા સામે ઉઠાવ્યા સવાલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જિલ્લા પંચાયતના સદસ્ય અમૃતભાઈ પટેલે ભાજપમાંથી આપ્યું રાજીનામું
  • APMCની ચૂંટણીમાં મેન્ડેટ ન મળતા સભ્યએ આપ્યુ રાજીનામું
  • APMCના ચેરમેન તરીકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હીરાભાઈ પટેલને મેન્ડેટ મળ્યું

સાબરકાંઠામાં ભાજપમાં ફરીથી ભડકો જોવા મળ્યો છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતના ભાજપ સદસ્યએ રાજીનામું આપી દીધુ છે. ખેડબ્રહ્માની દંત્રાલ બેઠકના જિલ્લા પંચાયતના સદસ્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ખેડબ્રહ્મા એ.પી.એમ.સી ચેરમેનની ચૂંટણીમાં મેન્ડેટ ન આપવામાં આવતા અમૃતભાઈ પટેલે રાજીનામું આપ્યું છે.

અમૃતભાઈ પટેલના નામનું મેન્ડેટ ન નીકળતા તેમણે પોતાનો કેસરીયો ખેસ જિલ્લા ભાજપ પ્રમુખને આપ્યો

તમને જણાવી દઈએ કે આજે ખેડબ્રહ્મા એ.પી.એમ.સીના ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં અમૃતભાઈ પટેલના નામનું મેન્ડેટ ન નીકળતા તેમણે પોતાનો કેસરીયો ખેસ જિલ્લા ભાજપ પ્રમુખને આપ્યો હતો અને પોતાના પદ પરથી અને સાથે જ ભાજપમાંથી પણ રાજીનામું આપી દીધુ હતું.

APMCના ચેરમેન તરીકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હીરાભાઈ પટેલને મેન્ડેટ મળ્યું

ખેડબ્રહ્મા એ.પી.એમ.સીના ચેરમેન તરીકે હીરાભાઈ પટેલનું મેન્ડેટ નીકળ્યું હતું, ત્યારે અમૃતભાઈ પટેલ નારાજ થયા હતા, કારણ કે હીરાભાઈ પટેલ કોંગ્રેસના આયાતી ઉમેદવાર છે, તેઓ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. આ સાથે જ અમૃતભાઈએ ભાજપની સેન્સ પ્રક્રિયા સામે પણ મોટા સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે ભાજપના સનિષ્ઠ કાર્યકર અમૃતભાઈ પટેલને મેન્ડેટ આપવામાં ના આવતા ભાજપમાં ભડકો જોવા મળ્યો છે.

જિ.પંના સદસ્યના રાજીનામાં બાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે રાજીનામું આપ્યું

ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના સદસ્ય અમૃતભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ અન્ય રાજીનામા પણ પાર્ટીમાંથી પડ્યા છે. અમૃતભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે પણ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ભાજપના સનિષ્ઠ કાર્યકરોને કાઢીને આયાતી ઉમેદવારને ચેરમેન બનાવતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.