Gujaratiઓ આવતીકાલે 1 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી શકે છે, મોટા વેપારનો અંદાજ
ગુજરાતીઓના મોઢે ફાફડા-જલેબીનું નામ આવતાની સાથે જ મોઢામા પાણી આવી જાય છે,આમ પણ ગુજરાતીઓ શોધતા જ હોય છે કે કયારે ફાફડા-જલેબી ખાવા મળે અને આવતીકાલે દશેરા છે એટલે ગુજરાતમાં મનભરીને લોકો ફાફડા-જલેબી આરોગશે,દર વર્ષની જેમ આવતીકાલે પણ વેપારીઓને ફાફડા-જલેબીમાં મોટો વેપાર થવાની શકયતાઓ દેખાઈ રહી છે. રાજકોટ - અમદાવાદ - સુરત - વડોદરામાં થશે મોટો વેપાર આવતીકાલે ભારત શહેરમાં દશેરાની ઉજવણી થશે,દશેરાના દિવસે જલેબી - ફાફડા ગાંઠીયા ખાવાની રિવાજ છે. ગુજરાતના લોકો કાલે અંદાજે 4 કરોડના જલેબી - ગાંઠીયા ઝાપટી જશે તેવો અંદાજ છે 4 મુખ્ય શહેરોમાં જ 1 લાખ કિલો જલેબી - ફાફડાનું વેચાણ થશે તેવું માનવામાં આવે છે, વિવિધ શહેરોમાં ફાફડા ગાઠીયાનો ભાવ 400 થી 800 રૂપિયા કિલોની વચ્ચે રહેતો હોય છે.તો 1 કિલો જલેબીનો ભાવ રૂપિયા 500થી લઈને 800 સુધીનો રહેતો હોય છે. મોડી રાતથી વેચાશે ફાફડા-જલેબી ગુજરાતીઓ આમપણ ખાવાના શોખીન છે આજે આખી રાત ગરબા રમીને વહેલી સવારથી જ ફાફડા-જલેબી ખાવા ઉમટી પડશે ત્યારે આ દશેરા પર્વની શહેરીજનો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે,નવરાત્રીના નવ દિવસ નાસ્તો તો ખરો પણ ફાફડા-જલેબી ખાવાની મજા કંઈક અલગ જ છે.અમદાવાદમાં આવતીકાલે વહેલી સવારથી ફાફડા-જલેબી અને મીઠાઈ ખરીદવા લોકો ઊમટી પડશે. 4000 કિલોથી વધુ ફાફડા-જલેબીનું વેચાણ થવાનો અંદાજ છે. આશરે 4 કરોડના ફાફડા-જલેબી અમદાવાદીઓ ખાશે. ચાલુ વર્ષે ભાવમાં સામાન્ય વધારો થયો છે. હાલ રૂપિયા. 400થી 800 રૂપિયે કિલોનાં ભાવે ફાફડા-જલેબી વેચાઈ રહ્યા છે. આ લોકવાયકા છે દશેરામાં ફાફડા-જલેબી ખાવાની દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાળમાં જલેબીને શાશકૌલી કહેવામાં આવતી હતી. જલેબીની વાત તો જાણી? હવે સવાલ થાય કે ફાફડા જ કેમ ખવાય છે સાથે.. કારણ એ છે કે જલેબી ખૂબ ગળી હોય છે, જલેબી ખૂબ ગળી હોય છે જે એકલી ખાઈ શકાતી નથી. ખાસ કરીને ગુજરાતમાં ગળ્યા સાથે ફરસાણ ખાવાની પરંપરા છે, વર્ષો પહેલા આ રીતે જલેબી સાથે ફાફડા ગોઠવાઈ ગયા. આ રીતે જ દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ અને તે હજી જળવાઈ રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતીઓના મોઢે ફાફડા-જલેબીનું નામ આવતાની સાથે જ મોઢામા પાણી આવી જાય છે,આમ પણ ગુજરાતીઓ શોધતા જ હોય છે કે કયારે ફાફડા-જલેબી ખાવા મળે અને આવતીકાલે દશેરા છે એટલે ગુજરાતમાં મનભરીને લોકો ફાફડા-જલેબી આરોગશે,દર વર્ષની જેમ આવતીકાલે પણ વેપારીઓને ફાફડા-જલેબીમાં મોટો વેપાર થવાની શકયતાઓ દેખાઈ રહી છે.
રાજકોટ - અમદાવાદ - સુરત - વડોદરામાં થશે મોટો વેપાર
આવતીકાલે ભારત શહેરમાં દશેરાની ઉજવણી થશે,દશેરાના દિવસે જલેબી - ફાફડા ગાંઠીયા ખાવાની રિવાજ છે. ગુજરાતના લોકો કાલે અંદાજે 4 કરોડના જલેબી - ગાંઠીયા ઝાપટી જશે તેવો અંદાજ છે 4 મુખ્ય શહેરોમાં જ 1 લાખ કિલો જલેબી - ફાફડાનું વેચાણ થશે તેવું માનવામાં આવે છે, વિવિધ શહેરોમાં ફાફડા ગાઠીયાનો ભાવ 400 થી 800 રૂપિયા કિલોની વચ્ચે રહેતો હોય છે.તો 1 કિલો જલેબીનો ભાવ રૂપિયા 500થી લઈને 800 સુધીનો રહેતો હોય છે.
મોડી રાતથી વેચાશે ફાફડા-જલેબી
ગુજરાતીઓ આમપણ ખાવાના શોખીન છે આજે આખી રાત ગરબા રમીને વહેલી સવારથી જ ફાફડા-જલેબી ખાવા ઉમટી પડશે ત્યારે આ દશેરા પર્વની શહેરીજનો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે,નવરાત્રીના નવ દિવસ નાસ્તો તો ખરો પણ ફાફડા-જલેબી ખાવાની મજા કંઈક અલગ જ છે.અમદાવાદમાં આવતીકાલે વહેલી સવારથી ફાફડા-જલેબી અને મીઠાઈ ખરીદવા લોકો ઊમટી પડશે. 4000 કિલોથી વધુ ફાફડા-જલેબીનું વેચાણ થવાનો અંદાજ છે. આશરે 4 કરોડના ફાફડા-જલેબી અમદાવાદીઓ ખાશે. ચાલુ વર્ષે ભાવમાં સામાન્ય વધારો થયો છે. હાલ રૂપિયા. 400થી 800 રૂપિયે કિલોનાં ભાવે ફાફડા-જલેબી વેચાઈ રહ્યા છે.
આ લોકવાયકા છે દશેરામાં ફાફડા-જલેબી ખાવાની
દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાળમાં જલેબીને શાશકૌલી કહેવામાં આવતી હતી. જલેબીની વાત તો જાણી? હવે સવાલ થાય કે ફાફડા જ કેમ ખવાય છે સાથે.. કારણ એ છે કે જલેબી ખૂબ ગળી હોય છે, જલેબી ખૂબ ગળી હોય છે જે એકલી ખાઈ શકાતી નથી. ખાસ કરીને ગુજરાતમાં ગળ્યા સાથે ફરસાણ ખાવાની પરંપરા છે, વર્ષો પહેલા આ રીતે જલેબી સાથે ફાફડા ગોઠવાઈ ગયા. આ રીતે જ દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ અને તે હજી જળવાઈ રહી છે.