Bhavnagarમાં ખરાબ રસ્તાઓને લઈ અનોખો વિરોધ શરૂ થયો

ભાવનગરમાં ખરાબ રસ્તાઓને લઈ અનોખો વિરોધ શરૂ થયો છે. જેમાં રસ્તાઓ ઉપર માટલા મુકી વિરોધ કરાયો છે. તેમાં માટલામા ભાજપના ઝંડા મૂકી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. માટલામાં ભાજપના ઝંડા મુકી વાહનચાલકોને સચેત કરાયા છે. જેમાં સિવિલ પાસેનો તાલુકા પંચાયતનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે. શહેરમાં વરસાદ પડતાની સાથે રસ્તાઓ બિસ્માર બન્યા શહેરમાં વરસાદ પડતાની સાથે રસ્તાઓ બિસ્માર બન્યા છે. બિસ્માર રસ્તાઓ ઉપર વાહનચાલકો વાહન ચલાવી પરેશાન થઈ રહ્યા છે. શહેરના સિવિલ હોસ્પિટલ પાસે આવેલ તાલુકા પંચાયતનો રોડ બિસ્માર બન્યો છે. રોડ બિસ્માર હોય જેનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. રસ્તાઓ ઉપર માટલા મૂકી તેમાં ભાજપનો ફ્લેગ લગાવી વાહનચાલકોને સાવચેત કરવામાં આવ્યા છે. જેમાં અજાણ્યા લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવતા લોકોમાં પણ હાસ્યનું મોજું ફરી વળ્યુ છે. તત્કાલ યોગ્ય પગલા લેવા માગ ઉઠી રહી છે શહેરમાં દર વર્ષે ચોમાસામાં વરસાદ પડતા ભાવનગર શહેર અને જિલ્લાના મોટાભાગના ડામરના રોડ તૂટી જતા હોય છે. જેમાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. આ સમસ્યા વર્ષોથી યથાવત છે છતાં તંત્ર નિષ્ક્રીય છે અને કડક પગલા લેવામાં આવતા નથી. રોડની કામગીરી નબળી થતા હોવાની ચર્ચા પણ લોકમુખે થઈ રહી છે અને વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરવામાં આવતા હોય છે, તંત્રના કર્મચારીઓ દ્વારા લોકોના પ્રશ્ને ઠાગાઠૈયા કરવામાં આવતા હોય છે. ખખડધજ રોડથી હાલ લોકો ત્રાહિમામ છે ત્યારે તત્કાલ યોગ્ય પગલા લેવા માગ ઉઠી રહી છે.

Bhavnagarમાં ખરાબ રસ્તાઓને લઈ અનોખો વિરોધ શરૂ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



ભાવનગરમાં ખરાબ રસ્તાઓને લઈ અનોખો વિરોધ શરૂ થયો છે. જેમાં રસ્તાઓ ઉપર માટલા મુકી વિરોધ કરાયો છે. તેમાં માટલામા ભાજપના ઝંડા મૂકી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. માટલામાં ભાજપના ઝંડા મુકી વાહનચાલકોને સચેત કરાયા છે. જેમાં સિવિલ પાસેનો તાલુકા પંચાયતનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે.

શહેરમાં વરસાદ પડતાની સાથે રસ્તાઓ બિસ્માર બન્યા

શહેરમાં વરસાદ પડતાની સાથે રસ્તાઓ બિસ્માર બન્યા છે. બિસ્માર રસ્તાઓ ઉપર વાહનચાલકો વાહન ચલાવી પરેશાન થઈ રહ્યા છે. શહેરના સિવિલ હોસ્પિટલ પાસે આવેલ તાલુકા પંચાયતનો રોડ બિસ્માર બન્યો છે. રોડ બિસ્માર હોય જેનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. રસ્તાઓ ઉપર માટલા મૂકી તેમાં ભાજપનો ફ્લેગ લગાવી વાહનચાલકોને સાવચેત કરવામાં આવ્યા છે. જેમાં અજાણ્યા લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવતા લોકોમાં પણ હાસ્યનું મોજું ફરી વળ્યુ છે.

તત્કાલ યોગ્ય પગલા લેવા માગ ઉઠી રહી છે

શહેરમાં દર વર્ષે ચોમાસામાં વરસાદ પડતા ભાવનગર શહેર અને જિલ્લાના મોટાભાગના ડામરના રોડ તૂટી જતા હોય છે. જેમાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. આ સમસ્યા વર્ષોથી યથાવત છે છતાં તંત્ર નિષ્ક્રીય છે અને કડક પગલા લેવામાં આવતા નથી. રોડની કામગીરી નબળી થતા હોવાની ચર્ચા પણ લોકમુખે થઈ રહી છે અને વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરવામાં આવતા હોય છે, તંત્રના કર્મચારીઓ દ્વારા લોકોના પ્રશ્ને ઠાગાઠૈયા કરવામાં આવતા હોય છે. ખખડધજ રોડથી હાલ લોકો ત્રાહિમામ છે ત્યારે તત્કાલ યોગ્ય પગલા લેવા માગ ઉઠી રહી છે.