Surendranagar: 10 દિવસના મોંઘેરા આતિથ્ય બાદ ગજાનનનું શ્રદ્ધાના સાગરમાં વિસર્જન

સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં ગત તા. 7મી સપ્ટેમ્બરના રોજ વિનાયક ચોથના દિવસે ગણેશજીની સ્થાપના કરીને ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ હતુ. ત્યારે બંને જિલ્લામાં છેલ્લાં 10 દિવસ દરમિયાન ધામધુમ પુર્વક ગણેશ મહોત્સવ યોજાયો હતો. જેમાં ભકતો ગણેશ ભક્તિમાં લીન બન્યા હતા. ત્યારે 10 દિવસના મોંઘેરા આતિથ્ય સત્કાર બાદ તા. 17મીને મંગળવારે ગણેશજીને ભાવભેર વિદાય આપવામાં આવતી હતી. અબીલ-ગુલાલની છોળો અને ડીજેના તાલ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી. અને ગણેશજીની મુર્તિને પાણીમાં પધરાવી વિદાય અપાઈ હતી. સુરેન્દ્રનગર શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા આયોજીત વાદીપરા કા રાજાની વિશાળ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભકતો જોડાયા હતા. જયારે સોસાયટી અને ફલેટમાં પણ સ્થાપીત ગણેશજીને વિદાય આપી હતી. ગણેશ વિસર્જન સમયે કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે વિસર્જનના સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો.

Surendranagar: 10 દિવસના મોંઘેરા આતિથ્ય બાદ ગજાનનનું શ્રદ્ધાના સાગરમાં વિસર્જન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં ગત તા. 7મી સપ્ટેમ્બરના રોજ વિનાયક ચોથના દિવસે ગણેશજીની સ્થાપના કરીને ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ હતુ.

 ત્યારે બંને જિલ્લામાં છેલ્લાં 10 દિવસ દરમિયાન ધામધુમ પુર્વક ગણેશ મહોત્સવ યોજાયો હતો. જેમાં ભકતો ગણેશ ભક્તિમાં લીન બન્યા હતા. ત્યારે 10 દિવસના મોંઘેરા આતિથ્ય સત્કાર બાદ તા. 17મીને મંગળવારે ગણેશજીને ભાવભેર વિદાય આપવામાં આવતી હતી. અબીલ-ગુલાલની છોળો અને ડીજેના તાલ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી. અને ગણેશજીની મુર્તિને પાણીમાં પધરાવી વિદાય અપાઈ હતી. સુરેન્દ્રનગર શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા આયોજીત વાદીપરા કા રાજાની વિશાળ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભકતો જોડાયા હતા. જયારે સોસાયટી અને ફલેટમાં પણ સ્થાપીત ગણેશજીને વિદાય આપી હતી. ગણેશ વિસર્જન સમયે કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે વિસર્જનના સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો.