ભૂપેન્દ્ર પટેલ શનિવારે મહારાષ્ટ્રમાં ભાજપ-મહાયુતિના પ્રચારમાં ઘૂમ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મહારાષ્ટ્રમાં ભાજપ-મહાયુતિના પ્રચારમાં હતા. મુબંઈમાં વેપારી વર્ગ સાથે ચાય પે ચર્ચા અને ઘાટકોપર, વરસોવા, અંઘેરી પૂર્વ એમ ચાર વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણી સભાને સંબોધતા તેમણે શહેરમાં બસ કે રેલ્વેમાં બેસવાની જગ્યાને પોતાનો હક સમજતા નાગરીકોને વોટ પણ સૌનો હક છે અને તે અધિકારની રૂએ મહાયુતિને સૌથી વધુ વોટ આપીને વિજયી બનાવવા અપિલ કરી હતી.ગુજરાતમાંથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, રાજ્યના છથી વધુ મંત્રીઓ, 20થી વધુ ધારાસભ્યો-સાંસદો મહારાષ્ટ્રમાં પ્રચારાર્થે છે. શનિવારે સાંજે મુંબઈમાં ઝંઝાવાતી સભાઓ સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વોટ એ આપણા સૌનો હક છે તે જરાય જતો ન કરાય. બસમાં મુસાફરી કરતા હોઈએ, ઉભા હોઈએ અને જગ્યાએ કોઈ બેસી જાય તો કેટલુ મગજ જાય ? જો એક- બે કલાકની મુસાફરીમાં જે જગ્યાને આપણે હક જતો કરતા નથી તો વોટ કેમ છોડાય ? વોટ આપવો જ પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ વર્ષ 2047ના વિકાસિત ભારતના નિર્માણમાં મહારાષ્ટ્રનું યોગદાન સર્વોચ્ચ રહે તે માટે મહાયુતિને સૌથી વધુ વોટથી વિજયી બનાવો. મુખ્યમંત્રીએ પોતાના ઉદ્બોદનમાં જેણે સાકર ખાધી હોય તે જ કહી શકે કે સાકર ગળી છે એજ રીતે આજે દરેક લાભાર્થીને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે. તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશી અને કાર્યક્રમોને તેમણે ટાંક્યા હતા. ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, નરેન્દ્ર મોદીના આવ્યા પછી દરેકના ઘરે જઈને જે લાભ નહોતો મળ્યો તેને લાભ મળ્યા છે. ઘરનું ઘર, પાણીનું જોડાણ, ગેસનો સિલિન્ડર અને યોગથી આયુષ્યમાન કાર્ડ સુધીની અનેક યોજનાઓની તાકાત એવી થઈ ગઈ છે કે હવે તો જનસામાન્યમાં મને કંઈ તકલીફ નહી પડે તેવી જીવનશૈલીમાં છે. તેમણે આત્મનિર્ભર ભારત અને હવે મેડ ઈન ઈન્ડિયાના કાર્યક્રમોની પણ છણાવટ કરી હતી.

ભૂપેન્દ્ર પટેલ શનિવારે મહારાષ્ટ્રમાં ભાજપ-મહાયુતિના પ્રચારમાં ઘૂમ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મહારાષ્ટ્રમાં ભાજપ-મહાયુતિના પ્રચારમાં હતા. મુબંઈમાં વેપારી વર્ગ સાથે ચાય પે ચર્ચા અને ઘાટકોપર, વરસોવા, અંઘેરી પૂર્વ એમ ચાર વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણી સભાને સંબોધતા તેમણે શહેરમાં બસ કે રેલ્વેમાં બેસવાની જગ્યાને પોતાનો હક સમજતા નાગરીકોને વોટ પણ સૌનો હક છે અને તે અધિકારની રૂએ મહાયુતિને સૌથી વધુ વોટ આપીને વિજયી બનાવવા અપિલ કરી હતી.

ગુજરાતમાંથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, રાજ્યના છથી વધુ મંત્રીઓ, 20થી વધુ ધારાસભ્યો-સાંસદો મહારાષ્ટ્રમાં પ્રચારાર્થે છે. શનિવારે સાંજે મુંબઈમાં ઝંઝાવાતી સભાઓ સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વોટ એ આપણા સૌનો હક છે તે જરાય જતો ન કરાય. બસમાં મુસાફરી કરતા હોઈએ, ઉભા હોઈએ અને જગ્યાએ કોઈ બેસી જાય તો કેટલુ મગજ જાય ? જો એક- બે કલાકની મુસાફરીમાં જે જગ્યાને આપણે હક જતો કરતા નથી તો વોટ કેમ છોડાય ? વોટ આપવો જ પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ વર્ષ 2047ના વિકાસિત ભારતના નિર્માણમાં મહારાષ્ટ્રનું યોગદાન સર્વોચ્ચ રહે તે માટે મહાયુતિને સૌથી વધુ વોટથી વિજયી બનાવો. મુખ્યમંત્રીએ પોતાના ઉદ્બોદનમાં જેણે સાકર ખાધી હોય તે જ કહી શકે કે સાકર ગળી છે એજ રીતે આજે દરેક લાભાર્થીને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે. તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશી અને કાર્યક્રમોને તેમણે ટાંક્યા હતા. ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, નરેન્દ્ર મોદીના આવ્યા પછી દરેકના ઘરે જઈને જે લાભ નહોતો મળ્યો તેને લાભ મળ્યા છે. ઘરનું ઘર, પાણીનું જોડાણ, ગેસનો સિલિન્ડર અને યોગથી આયુષ્યમાન કાર્ડ સુધીની અનેક યોજનાઓની તાકાત એવી થઈ ગઈ છે કે હવે તો જનસામાન્યમાં મને કંઈ તકલીફ નહી પડે તેવી જીવનશૈલીમાં છે. તેમણે આત્મનિર્ભર ભારત અને હવે મેડ ઈન ઈન્ડિયાના કાર્યક્રમોની પણ છણાવટ કરી હતી.