Morbi: ઝૂલતા-પુલ દુર્ઘટનાના આરોપી જયસુખની ભાજપના આગેવાનોની હાજરીમાં મોદકતુલાને શર્મનાક ગણાવતા પીડિતો
મોરબીમાં ઝૂલતા પુલ દૂર્ઘટનામાં 135 લોકોનો ભોગ લેવાયાની કરૂણ યાદો વચ્ચે આ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલનું ભાજપના આગેવાનોની હાજરીમાં જાહેર સન્માન કરી તેની મોદકતુલા થતા પિડીત પરિવારોએ ભારે આક્રોશ સાથે આ ઘટનાને શર્મનાક ગણાવી છે.કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત લજાઈ ખાતેના ઉમા સંસ્કારધામ ખાતે આવ્યો માનો રૂડો અવસર ત્રિદિવસીય મહોત્સવના અંતિમ દિવસે પાટીદાર સમાજ દ્વારા સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જયંતીભાઈ પટેલ સહિતના ભાજપના આગેવાનોની હાજરીમાં જયસુખ પટેલની મોદકતુલા કરી જાહેર સન્માન કર્યુ હતુ. જેમા 75 કિલો મોદકથી તેની તુલા થતા આ મોદરકમા બીજા 75 મણ મોદક સાથે ભેળવી 60 હજાર પાટીદાર પરિવારોને ઘરે પહોંચાડવાની જાહેરાત કરવામા આવી હતી. બીજી તરફ કાર્યક્રમના આયોજક એ.કે. પટેલે જણાવ્યુ હતુ કે કોર્ટની પરવાનગી જયસુખ પટેલ અહી આવ્યા હતા. સ્વ. ઓધવજીભાઈ પટેલે જમીન આપી હોય તેમના પરિવારને યાદ કરી મોદકતુલા કરાઈ હતી. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યુ કે તેમના પરિવારના પ્રવીણભાઈની મોદકતુલા કરવાની હાતી પરંતુ તેઓ નાદુરસ્ત તબિયતના કારણે હાજર ન રહી શકતા જયસુખ પટેલની મોદકતુલા કરવામાં આવી હતી.બાદપીડિત પરિવારના બનેલા વિકટીમ એસોસિએશને આ બાબતને દુઃખદ ગણાવી કહ્યું હતું કે, 135 લોકોનો ભોગ લેનાર દુર્ઘટનાના આરોપીનું આવું જાહેરમાં સન્માન થાય તે શરમજનક બાબત છે અને આરોપી માટેનું આ સન્માનકોર્ટથી તેઓ ઉપર હોવાનું સુચવતું હોવાનું વિકટીમ એસોસિએશનના સભ્ય નરેન્દ્ર પરમારે જણાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીમાં ઝૂલતા પુલ દૂર્ઘટનામાં 135 લોકોનો ભોગ લેવાયાની કરૂણ યાદો વચ્ચે આ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલનું ભાજપના આગેવાનોની હાજરીમાં જાહેર સન્માન કરી તેની મોદકતુલા થતા પિડીત પરિવારોએ ભારે આક્રોશ સાથે આ ઘટનાને શર્મનાક ગણાવી છે.
કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત લજાઈ ખાતેના ઉમા સંસ્કારધામ ખાતે આવ્યો માનો રૂડો અવસર ત્રિદિવસીય મહોત્સવના અંતિમ દિવસે પાટીદાર સમાજ દ્વારા સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જયંતીભાઈ પટેલ સહિતના ભાજપના આગેવાનોની હાજરીમાં જયસુખ પટેલની મોદકતુલા કરી જાહેર સન્માન કર્યુ હતુ. જેમા 75 કિલો મોદકથી તેની તુલા થતા આ મોદરકમા બીજા 75 મણ મોદક સાથે ભેળવી 60 હજાર પાટીદાર પરિવારોને ઘરે પહોંચાડવાની જાહેરાત કરવામા આવી હતી. બીજી તરફ કાર્યક્રમના આયોજક એ.કે. પટેલે જણાવ્યુ હતુ કે કોર્ટની પરવાનગી જયસુખ પટેલ અહી આવ્યા હતા. સ્વ. ઓધવજીભાઈ પટેલે જમીન આપી હોય તેમના પરિવારને યાદ કરી મોદકતુલા કરાઈ હતી. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યુ કે તેમના પરિવારના પ્રવીણભાઈની મોદકતુલા કરવાની હાતી પરંતુ તેઓ નાદુરસ્ત તબિયતના કારણે હાજર ન રહી શકતા જયસુખ પટેલની મોદકતુલા કરવામાં આવી હતી.બાદપીડિત પરિવારના બનેલા વિકટીમ એસોસિએશને આ બાબતને દુઃખદ ગણાવી કહ્યું હતું કે, 135 લોકોનો ભોગ લેનાર દુર્ઘટનાના આરોપીનું આવું જાહેરમાં સન્માન થાય તે શરમજનક બાબત છે અને આરોપી માટેનું આ સન્માનકોર્ટથી તેઓ ઉપર હોવાનું સુચવતું હોવાનું વિકટીમ એસોસિએશનના સભ્ય નરેન્દ્ર પરમારે જણાવ્યું હતું.