આજે ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ ATM મશીનનુ લોકાર્પણ

સ્માર્ટ એફ.પી.એસ. પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત અન્નપૂર્તિ અનાજનુ એટીએમ મુકાયુઅનાજ ATMની સંગ્રહક્ષમતા 2000 કિગ્રા છે તેથી લાભાર્થી ગમે તે સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકશે ભાવનગર, રાજકોટ  :  ભારત સરકાર દ્વારા સ્માર્ટ એફ.પી.એસ. પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ.)નું ભાવનગર મ્યુ. કોર્પોરેશન હસ્તકના કરચલીયા પરા ખાતે આવતીકાલે મંગળવારે લોકાર્પણ કરવામાં આવશે. અન્નપૂર્તિ અનાજનુ એટીએમ મુકાતા લાભાર્થીઓને ફાયદો થશે અને ગમે તે સમયે મળવાપાત્ર અનાજ મેળવી શકશે.  રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (NFSA) હેઠળ પોષણ સુરક્ષા વધારવાના ઉદ્દેશ માટે ભારત સરકાર દ્વારા સ્માર્ટ એફ.પી.એસ. પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ.)નું ભાવનગર મ્યુ. કોર્પોરેશન હસ્તકના કરચલીયા પરા ખાતે આવતીકાલે મંગળવારે સવારે 10 કલાકે લોકાર્પણ ભાવનગર લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય મંત્રી (રાજ્યકક્ષાના મંત્રી, ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ)ના હસ્તે કરવામાં આવશે. ભારત સરકારની યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (યુએનડબલ્યુએફપી) સાથેની ભાગીદારીથી ભાવનગર ખાતે રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજનું એ.ટી.એમ. એ પોષણ સુરક્ષા પુરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. આ અનાજના એટીએમ દ્વારા એન.એફ.એસ.એ. કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશનકાર્ડ (ઓએનઆરસી) અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓ પણ તેમને મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થો તેમના આધાર આધારીત બાયોમેટ્રીકસ પધ્ધતિ દ્વારા મેળવી શકે છે.  વધુમાં, આ અનાજ એ.ટી.એમ.ની સંગ્રહક્ષમતા 2000 કિગ્રા છે, જેથી લાભાર્થી ગમે તે સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકે છે. અન્નપૂર્તિ અનાજ એટીએમ ખુબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોય છે તેથી મળવાપાત્ર તમામ જથ્થો લાભાર્થીઓ ત્વરીત મેળવી શકશે. 

આજે  ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ ATM મશીનનુ લોકાર્પણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સ્માર્ટ એફ.પી.એસ. પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત અન્નપૂર્તિ અનાજનુ એટીએમ મુકાયુઅનાજ ATMની સંગ્રહક્ષમતા 2000 કિગ્રા છે તેથી લાભાર્થી ગમે તે સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકશે 

ભાવનગર, રાજકોટ  :  ભારત સરકાર દ્વારા સ્માર્ટ એફ.પી.એસ. પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ.)નું ભાવનગર મ્યુ. કોર્પોરેશન હસ્તકના કરચલીયા પરા ખાતે આવતીકાલે મંગળવારે લોકાર્પણ કરવામાં આવશે. અન્નપૂર્તિ અનાજનુ એટીએમ મુકાતા લાભાર્થીઓને ફાયદો થશે અને ગમે તે સમયે મળવાપાત્ર અનાજ મેળવી શકશે.  

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (NFSA) હેઠળ પોષણ સુરક્ષા વધારવાના ઉદ્દેશ માટે ભારત સરકાર દ્વારા સ્માર્ટ એફ.પી.એસ. પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ.)નું ભાવનગર મ્યુ. કોર્પોરેશન હસ્તકના કરચલીયા પરા ખાતે આવતીકાલે મંગળવારે સવારે 10 કલાકે લોકાર્પણ ભાવનગર લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય મંત્રી (રાજ્યકક્ષાના મંત્રી, ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ)ના હસ્તે કરવામાં આવશે. ભારત સરકારની યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (યુએનડબલ્યુએફપી) સાથેની ભાગીદારીથી ભાવનગર ખાતે રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજનું એ.ટી.એમ. એ પોષણ સુરક્ષા પુરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. આ અનાજના એટીએમ દ્વારા એન.એફ.એસ.એ. કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશનકાર્ડ (ઓએનઆરસી) અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓ પણ તેમને મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થો તેમના આધાર આધારીત બાયોમેટ્રીકસ પધ્ધતિ દ્વારા મેળવી શકે છે.  વધુમાં, આ અનાજ એ.ટી.એમ.ની સંગ્રહક્ષમતા 2000 કિગ્રા છે, જેથી લાભાર્થી ગમે તે સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકે છે. અન્નપૂર્તિ અનાજ એટીએમ ખુબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોય છે તેથી મળવાપાત્ર તમામ જથ્થો લાભાર્થીઓ ત્વરીત મેળવી શકશે.