Amreli જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી, તૈયાર પાક થયો બરબાદ

અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી નાખી છે અને ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે વરસેલા અવિરત વરસાદને કારણે ખેડૂતોની કફોડી સ્થિતિ બની છે, પાછોતરા વરસાદે ખેડૂતોના તૈયાર પાકને બરબાદ કરી નાખ્યો છે.ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન અમરેલી જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદે તારાજી સર્જી હતી, રવિવારના દિવસે બપોર બાદ સાવરકુંડલા, લાઠી, વડિયા, ધારી, બગસરા, ખાંભા સહિતના ગ્રામ્ય વિસ્તારો મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. આસો માસમાં અષાઢી જેવો માહોલ અમરેલી જિલ્લામાં છવાયો હતો, ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાંભા શહેર અને ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ વરસતા સંદેશ ન્યુઝની ટીમ ગીરના ગામડાઓમાં ખેડૂતોની વેદના જાણવાના પ્રયાસો કર્યા હતા, ખેડૂતો આ વર્ષે જિલ્લામાં વધુ કપાસ મગફળી અને સોયાબીનનું વાવેતર વધુ પ્રમાણમાં કર્યું છે, ત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળીયો કુદરતે છીનવી લીધો છે. સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવે: ખેડૂતો ખાંભા ગીર વિસ્તારમાં અવિરત ગઈકાલે વરસાદ હતો, તેના કારણે નદી નાળાઓ તો છલકાયા હતા પરંતુ અનેક ખેડૂતોના ખેતર તળાવ જેવા બન્યા છે, ખેડૂતોના ખેતરમાં તૈયાર મગફળી, સોયાબીન અને કપાસના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની માગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય સહાય આપે. ખેડૂતોના સપના કુદરતે ચકનાચૂર કરી નાખ્યા ચોમાસાની શરૂઆતમાં અમરેલી જિલ્લામાં ખૂબ સારો એવો વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર સહિત ખર્ચ કરી વાવણી કરી હતી. ખેડૂતો એ માગ્યો ત્યારે મેઘો વરસ્યો હતો, સારી મોલાત અને પાકને જોઈને ખેડૂતોએ આગોતરા આયોજન કર્યા હતા, પરંતુ પાછોતરા વરસાદ વરસતા ખેડૂતોના સપના કુદરતે ચકનાચૂર કરી નાખ્યા છે. ખાંભા પંથકમાં અનેક ખેડૂતોના ખેતરોમાં પાણીમાં પાક ગરકાવ થઈ ગયો છે. મગફળીના પાથરાવો પાણીથી તરબોળ થયા છે.

Amreli જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી, તૈયાર પાક થયો બરબાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી નાખી છે અને ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે વરસેલા અવિરત વરસાદને કારણે ખેડૂતોની કફોડી સ્થિતિ બની છે, પાછોતરા વરસાદે ખેડૂતોના તૈયાર પાકને બરબાદ કરી નાખ્યો છે.

ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન

અમરેલી જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદે તારાજી સર્જી હતી, રવિવારના દિવસે બપોર બાદ સાવરકુંડલા, લાઠી, વડિયા, ધારી, બગસરા, ખાંભા સહિતના ગ્રામ્ય વિસ્તારો મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. આસો માસમાં અષાઢી જેવો માહોલ અમરેલી જિલ્લામાં છવાયો હતો, ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાંભા શહેર અને ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ વરસતા સંદેશ ન્યુઝની ટીમ ગીરના ગામડાઓમાં ખેડૂતોની વેદના જાણવાના પ્રયાસો કર્યા હતા, ખેડૂતો આ વર્ષે જિલ્લામાં વધુ કપાસ મગફળી અને સોયાબીનનું વાવેતર વધુ પ્રમાણમાં કર્યું છે, ત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળીયો કુદરતે છીનવી લીધો છે.

સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવે: ખેડૂતો

ખાંભા ગીર વિસ્તારમાં અવિરત ગઈકાલે વરસાદ હતો, તેના કારણે નદી નાળાઓ તો છલકાયા હતા પરંતુ અનેક ખેડૂતોના ખેતર તળાવ જેવા બન્યા છે, ખેડૂતોના ખેતરમાં તૈયાર મગફળી, સોયાબીન અને કપાસના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની માગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય સહાય આપે.

ખેડૂતોના સપના કુદરતે ચકનાચૂર કરી નાખ્યા

ચોમાસાની શરૂઆતમાં અમરેલી જિલ્લામાં ખૂબ સારો એવો વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર સહિત ખર્ચ કરી વાવણી કરી હતી. ખેડૂતો એ માગ્યો ત્યારે મેઘો વરસ્યો હતો, સારી મોલાત અને પાકને જોઈને ખેડૂતોએ આગોતરા આયોજન કર્યા હતા, પરંતુ પાછોતરા વરસાદ વરસતા ખેડૂતોના સપના કુદરતે ચકનાચૂર કરી નાખ્યા છે. ખાંભા પંથકમાં અનેક ખેડૂતોના ખેતરોમાં પાણીમાં પાક ગરકાવ થઈ ગયો છે. મગફળીના પાથરાવો પાણીથી તરબોળ થયા છે.