Sabarkantha: હિંમતનગરમાં ગેરકાયદે દબાણો પર ડિમોલિશન, પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવાયું
હિંમતનગરમાં ‘દાદાનું બુલડોઝર’ ફરી વળ્યું છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા આજે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તો તેને જોઇને કેટલાકે જાતે જ દબાણો દૂર કરવાના શરૂ કરી દીધું છે. ટીપી રોડ પરના 10 જેટલા દબાણો હટાવાયા જેમાં JP મોલથી ગાયત્રી મંદિર સુધી કાર્યવાહી હાથ ધરાઇ છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના JP મોલથી ગાયત્રી મંદિર સુધી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં ટીપી રોડ પરના 10 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. તેમજ આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો તો જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ખડેપગે હાજર રહ્યા હતા.દબાણ હટાવવાની કામગીરી પહેલા હિંમતનગર સ્થિત કસબા જમાતને નોટીસ પાઠવવામાં આવી હતી. નોટીસમાં ટાઉન પ્લાનિંગ એક્ટનો હવાલો આપીને દબાણ દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું અને જો ચોક્કસ મુદતમાં દબાણો દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા જાતે જ દબાણ દૂર કરીને કબજો મેળવી લેશે તેમ પણ જણાવ્યું હતું. જે બાદ આજે શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ સ્થાનિક તંત્રે ડિમોલિશનની કામગીરી શરૂ કરી દબાણો હટાવ્યાં હતાં. તો ક્યાંક કેટલાક લોકોએ પાલિકા કામગીરી શરૂ કરે તે પહેલાં જ ગેરકાયદે દબાણ હટાવવાનું જાતે જ શરૂ કરી દીધું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હિંમતનગરમાં ‘દાદાનું બુલડોઝર’ ફરી વળ્યું છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા આજે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તો તેને જોઇને કેટલાકે જાતે જ દબાણો દૂર કરવાના શરૂ કરી દીધું છે. ટીપી રોડ પરના 10 જેટલા દબાણો હટાવાયા જેમાં JP મોલથી ગાયત્રી મંદિર સુધી કાર્યવાહી હાથ ધરાઇ છે.
હિંમતનગર નગરપાલિકા દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના JP મોલથી ગાયત્રી મંદિર સુધી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં ટીપી રોડ પરના 10 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. તેમજ આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો તો જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ખડેપગે હાજર રહ્યા હતા.
દબાણ હટાવવાની કામગીરી પહેલા હિંમતનગર સ્થિત કસબા જમાતને નોટીસ પાઠવવામાં આવી હતી. નોટીસમાં ટાઉન પ્લાનિંગ એક્ટનો હવાલો આપીને દબાણ દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું અને જો ચોક્કસ મુદતમાં દબાણો દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા જાતે જ દબાણ દૂર કરીને કબજો મેળવી લેશે તેમ પણ જણાવ્યું હતું. જે બાદ આજે શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ સ્થાનિક તંત્રે ડિમોલિશનની કામગીરી શરૂ કરી દબાણો હટાવ્યાં હતાં. તો ક્યાંક કેટલાક લોકોએ પાલિકા કામગીરી શરૂ કરે તે પહેલાં જ ગેરકાયદે દબાણ હટાવવાનું જાતે જ શરૂ કરી દીધું હતું.