Bhuj: એસટી વિભાગ 100 જેટલી એકસ્ટ્રા બસો દોડાવશે, મુસાફરોને નહીં પડે હાલાકી

દિવાળીના તહેવાર લઈને ભુજ એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને 100 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. એસટી વિભાગ દ્વારા ઉતર ગુજરાત, દાહોદ અને રાજકોટના રુટમાં વધારાની બસો દોડાવવામાં આવશે.ઉતર ગુજરાત, દાહોદ અને રાજકોટના રુટમાં વધારાની બસો દોડાવાશે હાલમાં તમામ બસોમાં 100 ટકા બુકિંગ થઈ ગયું છે. દર વર્ષે એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે, જેના કારણે એસટી વિભાગને વધારાની આવક પણ થાય છે. આ વર્ષે પણ 100 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી છે, જેના કારણે 40 લાખ જેટલી આવક થવાની શક્યતા છે. મુસાફરોનો ટ્રાફિક જોતાં 200 જેટલી એકસ્ટ્રા ટ્રીપ કરવા માટેનું આયોજન કર્યું છે. વેકેશનના લીધે વિદ્યાર્થી ટ્રીપો બંધ રહેશે, તે બસોને તાલુકાથી જિલ્લા શટલ સર્વિસમાં ચલાવવામાં આવશે. કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારી દિવાળીના તહેવારમાં પોતાના વતન જતાં હોય છે, જેને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા 100 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. ટ્રાફિક ધ્યાનમાં રાખીને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે બીજી તરફ દિવાળી તહેવાર નિમિત્તે ગુજરાત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રવાસીઓને વતનમાં લાવવા તેમજ પરત લઈ જવા માટે ગુજરાત એસટી બસ નિગમ દ્વારા 200થી વધારે એસટી બસોની સુવિધા કરવામાં આવી છે, જેના પગલે કેટલાય મુસાફરોને તેનો લાભ મળશે. હિંમતનગર ડિવિઝન દ્વારા 200થી વધારે એસટી બસો મૂકવામાં આવશે સાબરકાંઠાના હિંમતનગર એસટી ડિવિઝન દ્વારા આ વર્ષે ગુજરાત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રમાંથી દિવાળી તહેવાર નિમિત્તે પોતપોતાના વતનમાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ સુવિધા શરૂ કરાય છે, જે અંતર્ગત હિંમતનગર ડિવિઝન દ્વારા 200થી વધારે એસટી બસો મૂકવામાં આવનાર છે, જેમાં રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી દિવાળી તહેવાર નિમિત્તે પ્રવાસીઓને પોતપોતાના વતનમાં આવવા તેમજ પરત જવા માટે વિશેષ સુવિધા આપવામાં આવનાર છે. જોકે એક તરફ ખાનગી વાહન ચાલકો દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે મુસાફરો તેમજ પ્રવાસીઓ પાસેથી જે તે જગ્યાના ભાડાઓમાં અતિશય વધારો કરી ખુલ્લી લૂંટ કરાય છે, ત્યારે એસટી વિભાગ દ્વારા 'સલામત સવારી એસટી અમારી'ના નારા સાથે ફરી એકવાર મુસાફરો તેમજ પ્રવાસીઓના વહારે આવ્યું છે, એસટી ડિવિઝન દ્વારા આ વર્ષે 200થી વધારે એસટી બસો મૂકવામાં આવનાર હોવાથી કેટલાય મુસાફરોને તેનો લાભ મળશે તે નક્કી છે.

Bhuj: એસટી વિભાગ 100 જેટલી એકસ્ટ્રા બસો દોડાવશે, મુસાફરોને નહીં પડે હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવાર લઈને ભુજ એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને 100 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. એસટી વિભાગ દ્વારા ઉતર ગુજરાત, દાહોદ અને રાજકોટના રુટમાં વધારાની બસો દોડાવવામાં આવશે.

ઉતર ગુજરાત, દાહોદ અને રાજકોટના રુટમાં વધારાની બસો દોડાવાશે

હાલમાં તમામ બસોમાં 100 ટકા બુકિંગ થઈ ગયું છે. દર વર્ષે એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે, જેના કારણે એસટી વિભાગને વધારાની આવક પણ થાય છે. આ વર્ષે પણ 100 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી છે, જેના કારણે 40 લાખ જેટલી આવક થવાની શક્યતા છે. મુસાફરોનો ટ્રાફિક જોતાં 200 જેટલી એકસ્ટ્રા ટ્રીપ કરવા માટેનું આયોજન કર્યું છે. વેકેશનના લીધે વિદ્યાર્થી ટ્રીપો બંધ રહેશે, તે બસોને તાલુકાથી જિલ્લા શટલ સર્વિસમાં ચલાવવામાં આવશે. કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારી દિવાળીના તહેવારમાં પોતાના વતન જતાં હોય છે, જેને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા 100 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે.

ટ્રાફિક ધ્યાનમાં રાખીને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે

બીજી તરફ દિવાળી તહેવાર નિમિત્તે ગુજરાત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રવાસીઓને વતનમાં લાવવા તેમજ પરત લઈ જવા માટે ગુજરાત એસટી બસ નિગમ દ્વારા 200થી વધારે એસટી બસોની સુવિધા કરવામાં આવી છે, જેના પગલે કેટલાય મુસાફરોને તેનો લાભ મળશે.

હિંમતનગર ડિવિઝન દ્વારા 200થી વધારે એસટી બસો મૂકવામાં આવશે

સાબરકાંઠાના હિંમતનગર એસટી ડિવિઝન દ્વારા આ વર્ષે ગુજરાત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રમાંથી દિવાળી તહેવાર નિમિત્તે પોતપોતાના વતનમાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ સુવિધા શરૂ કરાય છે, જે અંતર્ગત હિંમતનગર ડિવિઝન દ્વારા 200થી વધારે એસટી બસો મૂકવામાં આવનાર છે, જેમાં રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી દિવાળી તહેવાર નિમિત્તે પ્રવાસીઓને પોતપોતાના વતનમાં આવવા તેમજ પરત જવા માટે વિશેષ સુવિધા આપવામાં આવનાર છે.

જોકે એક તરફ ખાનગી વાહન ચાલકો દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે મુસાફરો તેમજ પ્રવાસીઓ પાસેથી જે તે જગ્યાના ભાડાઓમાં અતિશય વધારો કરી ખુલ્લી લૂંટ કરાય છે, ત્યારે એસટી વિભાગ દ્વારા 'સલામત સવારી એસટી અમારી'ના નારા સાથે ફરી એકવાર મુસાફરો તેમજ પ્રવાસીઓના વહારે આવ્યું છે, એસટી ડિવિઝન દ્વારા આ વર્ષે 200થી વધારે એસટી બસો મૂકવામાં આવનાર હોવાથી કેટલાય મુસાફરોને તેનો લાભ મળશે તે નક્કી છે.