Surendranagarમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, તા.૦૧/૦૧/૨૦૨૫ની લાયકાત તારીખ સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ મુજબ હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૨૯/૧૦/૨૦૨૪ થી તા.૨૮/૧૧/૨૦૨૪ નિયત કરવામાં આવ્યો છે. ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ રાજ્યમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિભાગોમાં તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજથી શરૂ થનાર મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તા.૧૭/૧૧/૨૦૨૪ (રવિવાર), તા.૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર) અને તા.૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર)ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવા ભારતના ચૂંટણી પંચ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવિષ્ટ ૬૦-દસાડા (અ.જા.), ૬૧-લીંબડી, ૬૨-વઢવાણ, ૬૩-ચોટીલા તથા ૬૪-ધ્રાંગધ્રા વિધાનસભા મત વિભાગોમાં ઉપરોક્ત દિવસો દરમિયાન બી.એલ.ઓ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને હકક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાર યાદી આથી લાયકાત ધરાવતા તમામ નાગરિકોને નામ દાખલ કરવા, નામ કમી કરવા, સુધારા-વધારા વગેરે માટે આપના મતદાન મથક ખાતે રૂબરૂ મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે. જો આપનું નામ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યું હોય તો આપના નામ અંગેની બી.એલ.ઓ પાસે ચકાસણી કરાવી લેવી. તા.૧૭/૦૬/૨૦૨૨ના રાજપત્રથી થયેલા સુધારા મુજબ નવા ફોર્મ-૬ (ખ) દ્વારા આપનો આધાર નંબર મતદાર યાદી સાથે લિંક કરાવવા વધુમાં યાદીમાં જણાવ્યું છે.મતદાર નોંધણી પ્રક્રિયા પંચાયતની મતદાર નોંધણી પ્રક્રિયા પંચાયતના મતદાર થવા માટે, મતદાર અધિકારી તરીકે જે તે તાલુકાના મામલતદારને મતદાર નોંધણી અધિકારી તરીકે અને જે તે તાલુકાના નાયબ મામલતદારને મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે જાહેર કરેલ છે. આગામી ૨૦૧૦ ની સામાન્‍ય ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખતાં, જે મતદારનું નામ પંચાયતની યાદીમાં ન હોય તો, તેણે જો ઉપર જણાવેલ લાયકાત ધરાવતો હોય, તો ગુજરાત પંચાયત ચૂંટણી (સુધારા) નિયમો-૧૯૯૫ ના નિયમ-૩(ક)/(ખ) પ્રમાણે નિયત કરેલ મતદાર નોંધણી અધિકારીને નમૂના નં. ૧(ક) તથા ૧(ખ) માં અરજી કરવાની રહે છે.

Surendranagarમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, તા.૦૧/૦૧/૨૦૨૫ની લાયકાત તારીખ સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ મુજબ હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૨૯/૧૦/૨૦૨૪ થી તા.૨૮/૧૧/૨૦૨૪ નિયત કરવામાં આવ્યો છે.

ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

રાજ્યમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિભાગોમાં તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજથી શરૂ થનાર મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તા.૧૭/૧૧/૨૦૨૪ (રવિવાર), તા.૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર) અને તા.૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર)ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવા ભારતના ચૂંટણી પંચ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવિષ્ટ ૬૦-દસાડા (અ.જા.), ૬૧-લીંબડી, ૬૨-વઢવાણ, ૬૩-ચોટીલા તથા ૬૪-ધ્રાંગધ્રા વિધાનસભા મત વિભાગોમાં ઉપરોક્ત દિવસો દરમિયાન બી.એલ.ઓ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને હકક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

મતદાર યાદી

આથી લાયકાત ધરાવતા તમામ નાગરિકોને નામ દાખલ કરવા, નામ કમી કરવા, સુધારા-વધારા વગેરે માટે આપના મતદાન મથક ખાતે રૂબરૂ મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે. જો આપનું નામ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યું હોય તો આપના નામ અંગેની બી.એલ.ઓ પાસે ચકાસણી કરાવી લેવી. તા.૧૭/૦૬/૨૦૨૨ના રાજપત્રથી થયેલા સુધારા મુજબ નવા ફોર્મ-૬ (ખ) દ્વારા આપનો આધાર નંબર મતદાર યાદી સાથે લિંક કરાવવા વધુમાં યાદીમાં જણાવ્યું છે.

મતદાર નોંધણી પ્રક્રિયા

પંચાયતની મતદાર નોંધણી પ્રક્રિયા પંચાયતના મતદાર થવા માટે, મતદાર અધિકારી તરીકે જે તે તાલુકાના મામલતદારને મતદાર નોંધણી અધિકારી તરીકે અને જે તે તાલુકાના નાયબ મામલતદારને મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે જાહેર કરેલ છે. આગામી ૨૦૧૦ ની સામાન્‍ય ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખતાં, જે મતદારનું નામ પંચાયતની યાદીમાં ન હોય તો, તેણે જો ઉપર જણાવેલ લાયકાત ધરાવતો હોય, તો ગુજરાત પંચાયત ચૂંટણી (સુધારા) નિયમો-૧૯૯૫ ના નિયમ-૩(ક)/(ખ) પ્રમાણે નિયત કરેલ મતદાર નોંધણી અધિકારીને નમૂના નં. ૧(ક) તથા ૧(ખ) માં અરજી કરવાની રહે છે.