Gandhinagarના રાયસણના પંચેશ્વર મંદિરમાં દેવ-દિવાળીના દિવસે યોજાશે તુલસી વિવાહ

આગામી દેવઉઠી એકાદશીના પવિત્ર દિવસે ગાંધીનગરના રાયસણ ખાતે આવેલ પંચેશ્વર મંદિરમાં તુલસી વિવાહની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. દેવઉઠી એકાદશીના પવિત્ર દિવસે મંદિરના પટાંગણમાં શાસ્ત્રોકત અને વૈદિક વિધીવિધાન સાથે ભગવાનનાં લગ્ન તુલસીમાતા સાથે થશે.તુલસી વિવાહની ઉદમણીની લોકોને જાણ થતાં જ આખાય પંથકમાં આનંદની લહેર પ્રસરી ગઇ છે.લોકો રહેશે હાજર દેવઉઠી એકાદશીના દિવસે સાંજે ગોધૂલિવેળાએ વૃંદાવન બંગલોમાં ભગવાન કાનાજીની જાન વાજતે ગાજતે , શરણાઇ અને ઢોલનગારાના તાલે પ્રસ્થાન કરશે. ભાઇ-બહેનો જાનૈયા બની જાનમાં જવા ઉત્સુક છે તો બહેનો પણ સોળે શણગાર સજી લગ્નગીતો અને ફટાણાં ગાવા તૈયાર છે. બે ઘોડાવાળી શણગારેલી બગી ગાડીમાં ભગવાન પોતે વરરાજા બનીને આગુઢ થશે અને જાન જાય ત્યારે આ વિસ્તારની જુદી જુદી સોસાયટીઓને આવરી લેવાય છે.તો આ રીતે ભગવાનનો વરઘોડો પંચેશ્વર મંદિર પહોંચશે.ભગવાનની નિકળશે જાન ભગવાનની જાન પંચેશ્વર મંદિરે પહોંચતા જ તુલસીમાતાના કન્યાદાન માટે અતિઉત્સાહિત અને આતુર એવા યશ પરિસર, જ્હાન્વી પાર્ટી પ્લોટ પાસે, રાયસણના ઝાલા પરિવાર અને તેમની સોસાયટીના સૌ રહીશો ભગવાનની જાન પંચેશ્વર મંદિરે પહોંચતા ભગવાન અને જાનૈયાનું સ્વાગત કરશે.ત્યારબાદ ભક્તિમય વાતાવરણમાં વરપક્ષ અને કન્યાપક્ષની બહેનો લગ્નગીતો અને ફટાણાં ગાઇને વાતાવરણને જીવંત બવાવશે.સામાજિક આગેવાનો રહેશે હાજર મંદિરના પૂજારી કલ્પેશભાઇ ભગવાન કાનાજી અને તુલસી માતાનાં વૈદિક વિધિ સાથે લગ્ન કરાવશે. તુલસી માતાનું પ્રસ્થાન રીટાબેન વંગનસિંહ ઝાલાના નિવાસ સ્થાનેથી વાજતે ગાજતે થશે.તુલસી વિવાહ પ્રસંગે ગાંધીનગરનાં મેયર મીરાબેન પટેલ,નગરસેવકો, રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

Gandhinagarના રાયસણના પંચેશ્વર મંદિરમાં દેવ-દિવાળીના દિવસે યોજાશે તુલસી વિવાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આગામી દેવઉઠી એકાદશીના પવિત્ર દિવસે ગાંધીનગરના રાયસણ ખાતે આવેલ પંચેશ્વર મંદિરમાં તુલસી વિવાહની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. દેવઉઠી એકાદશીના પવિત્ર દિવસે મંદિરના પટાંગણમાં શાસ્ત્રોકત અને વૈદિક વિધીવિધાન સાથે ભગવાનનાં લગ્ન તુલસીમાતા સાથે થશે.તુલસી વિવાહની ઉદમણીની લોકોને જાણ થતાં જ આખાય પંથકમાં આનંદની લહેર પ્રસરી ગઇ છે.

લોકો રહેશે હાજર

દેવઉઠી એકાદશીના દિવસે સાંજે ગોધૂલિવેળાએ વૃંદાવન બંગલોમાં ભગવાન કાનાજીની જાન વાજતે ગાજતે , શરણાઇ અને ઢોલનગારાના તાલે પ્રસ્થાન કરશે. ભાઇ-બહેનો જાનૈયા બની જાનમાં જવા ઉત્સુક છે તો બહેનો પણ સોળે શણગાર સજી લગ્નગીતો અને ફટાણાં ગાવા તૈયાર છે. બે ઘોડાવાળી શણગારેલી બગી ગાડીમાં ભગવાન પોતે વરરાજા બનીને આગુઢ થશે અને જાન જાય ત્યારે આ વિસ્તારની જુદી જુદી સોસાયટીઓને આવરી લેવાય છે.તો આ રીતે ભગવાનનો વરઘોડો પંચેશ્વર મંદિર પહોંચશે.

ભગવાનની નિકળશે જાન

ભગવાનની જાન પંચેશ્વર મંદિરે પહોંચતા જ તુલસીમાતાના કન્યાદાન માટે અતિઉત્સાહિત અને આતુર એવા યશ પરિસર, જ્હાન્વી પાર્ટી પ્લોટ પાસે, રાયસણના ઝાલા પરિવાર અને તેમની સોસાયટીના સૌ રહીશો ભગવાનની જાન પંચેશ્વર મંદિરે પહોંચતા ભગવાન અને જાનૈયાનું સ્વાગત કરશે.ત્યારબાદ ભક્તિમય વાતાવરણમાં વરપક્ષ અને કન્યાપક્ષની બહેનો લગ્નગીતો અને ફટાણાં ગાઇને વાતાવરણને જીવંત બવાવશે.

સામાજિક આગેવાનો રહેશે હાજર

મંદિરના પૂજારી કલ્પેશભાઇ ભગવાન કાનાજી અને તુલસી માતાનાં વૈદિક વિધિ સાથે લગ્ન કરાવશે. તુલસી માતાનું પ્રસ્થાન રીટાબેન વંગનસિંહ ઝાલાના નિવાસ સ્થાનેથી વાજતે ગાજતે થશે.તુલસી વિવાહ પ્રસંગે ગાંધીનગરનાં મેયર મીરાબેન પટેલ,નગરસેવકો, રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.