Dahod: નશાનો વેપાર!, દાહોદમાંથી 71000ના ગાંજા સાથે આરોપીની ધરપકડ

દાહોદ SOG એ શંકાસ્પદ રેહણાક મકાનમાંથી ભાંગની ગોટી જેવો પદાર્થ ઝડપી પાડ્યો છે. દાહોદ પોલીસએ આ શંકાસ્પદ ગોટીઓ શું છે તે અંગે તપાસ હાથ ધરતા ગાંજો હોવાનુ પરિક્ષણ બાદ સામે આવ્યુ છે. દાહોદ જિલ્લામા છેલ્લા કેટલાક સમયથી નશાનું વાવેતર, પોસ ડોડા સહીતનો જથ્થો ઝડપાતા પોલીસ એલર્ટ બની છે. દાહોદમાં દેસાઇવાડામાથી નિલેશ કડકીયા નામના ઇસમના ઘરમાથી બે ડબ્બામા શંકાસ્પદ નશાનો કારોબાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. SOG પોલીસએ 71000નો ગાંજા સહીત નિલેશ કડકીયાની ધડપકડ કરી NDPS એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો છે. ભાવનગર જિલ્લાની SOG પોલીસે ગાંજો ઝડપ્યો શહેરની SOG પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મહુવા તાલુકામાંથી ગાંજો ઝડપી લીધો છે. પોલીસે એક શખ્સ સાથે ગાંજો ઝડપીને બગદાણા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. ભાવનગર જિલ્લામાં ગાંજો વાવીને કેટલાક લોકો ગેરકાયદેસર વેચાણ કરીને આર્થિક ફાયદો મેળવતા હોવાનું સામે આવ્યું છે. જોકે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગાંજાનું વાવેતર કે વેચાણ કરવું પ્રતિબંધ છે. ત્યારે ભાવનગર જિલ્લાની SOG પોલીસને મળેલી બાતમી પ્રમાણે મહુવા તાલુકામાં પેટ્રોલિંગ દરમ્યાન સાલોલી ગામની સીમમાં રેડ કરી હતી. રેડ દરમ્યાન SOG પોલીસને લીલો ગાંજો મળી આવ્યો હતો. SOG પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મહુવા તાલુકાના સાલોલી ગામની સીમમાં રેડ કરી હતી. SOG પોલીસે ખેતરમાં લીલા ગાંજાના છોડની માહિતી પગલે રેડ કરી હતી. જેમાં ગાંજાના 11 લીલા છોડ ઝડપી લીધા હતા. SOG પોલીસે કુલ 10.629 કિલોગ્રામનો ગાંજો જેની કિંમત 53,160 થાય છે તે ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ભાવનગર SOG પોલીસે સાલોલી ગામની સીમમાં વાડીમાં રેડ કરતા 11 લીલા છોડ ગાંજાની સાથે સ્થળ ઉપરથી એક શખ્સ ઝડપાયો હતો. SOG પોલીસે સાલોલી ગામની સીમમાં વાડીમાં રહેતા જીતુભાઇ ભગુભાઈ કામળીયા 29 વર્ષીય શખ્સને ઝડપી લીધો હતો. ગાંજા સાથે શખ્સની અટકાયત કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી મુદ્દામાલ સાથે સોંપી આપ્યો હતો. ભાવનગર પોલીસ હાલમાં નાશમુક્ત ગુજરાતના અભિયાન અંતર્ગત કામ કરી રહી છે. NO DRUGS IN BHAVNAGAR અભિયાન ચાલુ કરવામાં આવ્યું જે અંતર્ગત પોલીસ જિલ્લામાં કામ કરી રહી છે.

Dahod: નશાનો વેપાર!, દાહોદમાંથી 71000ના ગાંજા સાથે આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ SOG એ શંકાસ્પદ રેહણાક મકાનમાંથી ભાંગની ગોટી જેવો પદાર્થ ઝડપી પાડ્યો છે. દાહોદ પોલીસએ આ શંકાસ્પદ ગોટીઓ શું છે તે અંગે તપાસ હાથ ધરતા ગાંજો હોવાનુ પરિક્ષણ બાદ સામે આવ્યુ છે.

દાહોદ જિલ્લામા છેલ્લા કેટલાક સમયથી નશાનું વાવેતર, પોસ ડોડા સહીતનો જથ્થો ઝડપાતા પોલીસ એલર્ટ બની છે. દાહોદમાં દેસાઇવાડામાથી નિલેશ કડકીયા નામના ઇસમના ઘરમાથી બે ડબ્બામા શંકાસ્પદ નશાનો કારોબાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. SOG પોલીસએ 71000નો ગાંજા સહીત નિલેશ કડકીયાની ધડપકડ કરી NDPS એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

ભાવનગર જિલ્લાની SOG પોલીસે ગાંજો ઝડપ્યો

શહેરની SOG પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મહુવા તાલુકામાંથી ગાંજો ઝડપી લીધો છે. પોલીસે એક શખ્સ સાથે ગાંજો ઝડપીને બગદાણા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. ભાવનગર જિલ્લામાં ગાંજો વાવીને કેટલાક લોકો ગેરકાયદેસર વેચાણ કરીને આર્થિક ફાયદો મેળવતા હોવાનું સામે આવ્યું છે. જોકે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગાંજાનું વાવેતર કે વેચાણ કરવું પ્રતિબંધ છે. ત્યારે ભાવનગર જિલ્લાની SOG પોલીસને મળેલી બાતમી પ્રમાણે મહુવા તાલુકામાં પેટ્રોલિંગ દરમ્યાન સાલોલી ગામની સીમમાં રેડ કરી હતી. રેડ દરમ્યાન SOG પોલીસને લીલો ગાંજો મળી આવ્યો હતો.

SOG પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મહુવા તાલુકાના સાલોલી ગામની સીમમાં રેડ કરી હતી. SOG પોલીસે ખેતરમાં લીલા ગાંજાના છોડની માહિતી પગલે રેડ કરી હતી. જેમાં ગાંજાના 11 લીલા છોડ ઝડપી લીધા હતા. SOG પોલીસે કુલ 10.629 કિલોગ્રામનો ગાંજો જેની કિંમત 53,160 થાય છે તે ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ભાવનગર SOG પોલીસે સાલોલી ગામની સીમમાં વાડીમાં રેડ કરતા 11 લીલા છોડ ગાંજાની સાથે સ્થળ ઉપરથી એક શખ્સ ઝડપાયો હતો. SOG પોલીસે સાલોલી ગામની સીમમાં વાડીમાં રહેતા જીતુભાઇ ભગુભાઈ કામળીયા 29 વર્ષીય શખ્સને ઝડપી લીધો હતો. ગાંજા સાથે શખ્સની અટકાયત કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી મુદ્દામાલ સાથે સોંપી આપ્યો હતો. ભાવનગર પોલીસ હાલમાં નાશમુક્ત ગુજરાતના અભિયાન અંતર્ગત કામ કરી રહી છે. NO DRUGS IN BHAVNAGAR અભિયાન ચાલુ કરવામાં આવ્યું જે અંતર્ગત પોલીસ જિલ્લામાં કામ કરી રહી છે.