Godhra: માર્ગના સમારકામની માગ સાથે વેપારીઓનો ચક્કાજામ

ગોધરા શહેરના એસટી બસ સ્ટેન્ડથી બાવાની મઢીને જોડતા માર્ગ ઉપર ચોમાસા દરમિયાન ખાડાનું સામ્રાજ્ય ઉભું થયું હતું. નગરપાલિકા દ્વારા આ ખાડાનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ નગરપાલિકા દ્વારા માર્ગના સમારકામમાં ઉપયોગ કરવામાં આવેલા મટીરીયલ્સમાંથી ખૂબ જ ધૂળ ઉડવા ઉપરાંત નાના પથ્થરો ઉડી દુકાનો સુધી પહોંચી જતાં વેપારીઓ દ્વારા માર્ગની યોગ્ય સમાર કામગીરી કરવાની માંગણી સાથે ચક્કાજામ કરવામાં આવ્યું હતું.ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન આંતરિક માર્ગો પર મસ મોટા ખાડા પડી જવા ઉપરાંત નાના-મોટા ગાબડા પડયા હતા. દરમિયાન નગરપાલિકા દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું જેને લઇ વાહનચાલકો અને રાહદારીઓને આંશિક રાહત થઈ હતી. પરંતુ જેના બાદ મેઘરાજાએ ધમાકેદાર રી એન્ટ્રી કરતાં જ નગરપાલિકા દ્વારા માર્ગોની સમારકામ કરાયેલી તમામ મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું અને યથાવત પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારબાદ નગરપાલિકા દ્વારા ગોધરા એસટી બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશનને જોડતા માર્ગ ઉપર પુનઃ સમારકામ કરવા માટે મટીરીયલ પાથરવામાં આવ્યું હતું. પરંતુ આ મટીરીયલ્સ ઉપરથી પાણીનો ભેજ નીકળી ગયા બાદ નગરપાલિકા દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો નોહતો જેને લઇ માર્ગો ઉપર ધૂળની ડમરીઓ ઉડતી થઈ હતી. આ સાથે જ નાના પથ્થરો વાહનોથી ઉડી વેપારીઓના કાઉન્ટર સુધી પહોંચતા વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો. જોકે અંગે વેપારીઓએ માર્ગ ઉપર પાણીનો છંટકાવ કરી વહેલી તકે ડામરીંગ કામગીરી કરવામાં આવે એવી માંગણી કરતી નગરપાલિકામાં રજૂઆત કરી હતી.. પરંતુ જેનું પરિણામ નહીં મળતા આખરે ગુરુવારે વેપારીઓ દ્વારા ચક્કાજામ કરી પોતાની માંગણી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે વરસાદે વિરામ લીધો છે ત્યારે આગામી સમયમાં યોગ્ય રીતે માર્ગો નું સમારકામ કરવામાં આવશે.

Godhra: માર્ગના સમારકામની માગ સાથે વેપારીઓનો ચક્કાજામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગોધરા શહેરના એસટી બસ સ્ટેન્ડથી બાવાની મઢીને જોડતા માર્ગ ઉપર ચોમાસા દરમિયાન ખાડાનું સામ્રાજ્ય ઉભું થયું હતું. નગરપાલિકા દ્વારા આ ખાડાનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ નગરપાલિકા દ્વારા માર્ગના સમારકામમાં ઉપયોગ કરવામાં આવેલા મટીરીયલ્સમાંથી ખૂબ જ ધૂળ ઉડવા ઉપરાંત નાના પથ્થરો ઉડી દુકાનો સુધી પહોંચી જતાં વેપારીઓ દ્વારા માર્ગની યોગ્ય સમાર કામગીરી કરવાની માંગણી સાથે ચક્કાજામ કરવામાં આવ્યું હતું.

ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન આંતરિક માર્ગો પર મસ મોટા ખાડા પડી જવા ઉપરાંત નાના-મોટા ગાબડા પડયા હતા. દરમિયાન નગરપાલિકા દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું જેને લઇ વાહનચાલકો અને રાહદારીઓને આંશિક રાહત થઈ હતી. પરંતુ જેના બાદ મેઘરાજાએ ધમાકેદાર રી એન્ટ્રી કરતાં જ નગરપાલિકા દ્વારા માર્ગોની સમારકામ કરાયેલી તમામ મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું અને યથાવત પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારબાદ નગરપાલિકા દ્વારા ગોધરા એસટી બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશનને જોડતા માર્ગ ઉપર પુનઃ સમારકામ કરવા માટે મટીરીયલ પાથરવામાં આવ્યું હતું. પરંતુ આ મટીરીયલ્સ ઉપરથી પાણીનો ભેજ નીકળી ગયા બાદ નગરપાલિકા દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો નોહતો જેને લઇ માર્ગો ઉપર ધૂળની ડમરીઓ ઉડતી થઈ હતી. આ સાથે જ નાના પથ્થરો વાહનોથી ઉડી વેપારીઓના કાઉન્ટર સુધી પહોંચતા વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો. જોકે અંગે વેપારીઓએ માર્ગ ઉપર પાણીનો છંટકાવ કરી વહેલી તકે ડામરીંગ કામગીરી કરવામાં આવે એવી માંગણી કરતી નગરપાલિકામાં રજૂઆત કરી હતી.. પરંતુ જેનું પરિણામ નહીં મળતા આખરે ગુરુવારે વેપારીઓ દ્વારા ચક્કાજામ કરી પોતાની માંગણી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે વરસાદે વિરામ લીધો છે ત્યારે આગામી સમયમાં યોગ્ય રીતે માર્ગો નું સમારકામ કરવામાં આવશે.