લલિયાણામાં યુવાનને ખેતર ઉપર બોલાવી ત્રણ શખ્સોએ હુમલો કર્યો
અફેર હોવાની આશંકાથી કુહાડી- લોખંડનાં પાઇપ અને લાકડી વડે ફટકાર્યા, વચ્ચે પડતા ભાઈ ઉપર પણ હુમલોગાંધીધામ: ભચાઉનાં લલિયાણા ગામની સીમમાં આવેલા ખેતરમાં ત્રણ શખ્સોએ યુવાનને બોલાવી અને તેમની બહેન સાથે અફેર હોવાનું મનદુઃખ રાખી કુહાડી, લોખંડનો પાઇપ અને લાકડી વડે યુવાન પર હીંચકારો હુમલો કર્યો હતો. જેમાં યુવાનને કુહાડી અને લોખંડનાં પાઇપ વડે ફટકારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ ઝગડામાં છોડાવવા વચ્ચે પડતા યુવાનના કૌટુંબિક ભાઈને પણ લોખંડનાં પાઇપ વડે માર મારી ઈજાઓ પહોંચાડતા ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો.ભચાઉનાં લલિયાણામાં રહેતા ૨૨ વર્ષીય સંજયભાઈ વશરામભાઈ કોળીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, આરોપી સિદ્ધરાજ દજાભાઈ કોળી, પ્રવિણ ધીંગાભાઈ કોળી અને રમેશ ઉર્ફે ભના કાળા કોળી (રહે. ત્રણેય લલિયાણા ભચાઉ)ને પોતાની બહેન સાથે ફરિયાદીનું અફેર હોવાનું વહેમ રાખી ફરિયાદીને લલિયાણા ગામની સીમમાં આવેલા પ્રવિણસિંહ જાડેજાનાં ખેતર પર બોલાવ્યો હતો. જેમાં ફરિયાદી પોતાના કૌટુંબિક ભાઈ કિશન ભચુ કોળી સાથે ખેતર પર ગયો હતા. જ્યા ત્રણેય હાજર આરોપીઓ સાથે મળી ફરિયાદીને ગાળો આપી અને આરોપી પ્રવિણે ફરિયાદીનાં માથાનાં ભાગે કુહાડીનું ઘા મારી દીધો હતો. જ્યારે આરોપી સિદ્ધરાજ અને રમેશ ઉર્ફે ભનાએ ફરિયાદીને લોખંડનાં પાઇપ અને લાકડી વડે ફટકારી ઈજાઓ પહોંચાડી હતી. જેમાં ઝગડા વચ્ચે ફરિયાદીને બચાવવા જતા ફરિયાદીનાં કૌટુંબિક ભાઈ કિશનને પણ ત્રણેય આરોપી સાથે મળી લોખંડનાં પાઇપ અને ધોકા વડે માથાનાં ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદીએ ત્રણેય આરોપી વિરુદ્ધ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અફેર હોવાની આશંકાથી કુહાડી- લોખંડનાં પાઇપ અને લાકડી વડે ફટકાર્યા, વચ્ચે પડતા ભાઈ ઉપર પણ હુમલો
ગાંધીધામ: ભચાઉનાં લલિયાણા ગામની સીમમાં આવેલા ખેતરમાં ત્રણ શખ્સોએ યુવાનને બોલાવી અને તેમની બહેન સાથે અફેર હોવાનું મનદુઃખ રાખી કુહાડી, લોખંડનો પાઇપ અને લાકડી વડે યુવાન પર હીંચકારો હુમલો કર્યો હતો. જેમાં યુવાનને કુહાડી અને લોખંડનાં પાઇપ વડે ફટકારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ ઝગડામાં છોડાવવા વચ્ચે પડતા યુવાનના કૌટુંબિક ભાઈને પણ લોખંડનાં પાઇપ વડે માર મારી ઈજાઓ પહોંચાડતા ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો.
ભચાઉનાં લલિયાણામાં રહેતા ૨૨ વર્ષીય સંજયભાઈ વશરામભાઈ કોળીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, આરોપી સિદ્ધરાજ દજાભાઈ કોળી, પ્રવિણ ધીંગાભાઈ કોળી અને રમેશ ઉર્ફે ભના કાળા કોળી (રહે. ત્રણેય લલિયાણા ભચાઉ)ને પોતાની બહેન સાથે ફરિયાદીનું અફેર હોવાનું વહેમ રાખી ફરિયાદીને લલિયાણા ગામની સીમમાં આવેલા પ્રવિણસિંહ જાડેજાનાં ખેતર પર બોલાવ્યો હતો. જેમાં ફરિયાદી પોતાના કૌટુંબિક ભાઈ કિશન ભચુ કોળી સાથે ખેતર પર ગયો હતા. જ્યા ત્રણેય હાજર આરોપીઓ સાથે મળી ફરિયાદીને ગાળો આપી અને આરોપી પ્રવિણે ફરિયાદીનાં માથાનાં ભાગે કુહાડીનું ઘા મારી દીધો હતો. જ્યારે આરોપી સિદ્ધરાજ અને રમેશ ઉર્ફે ભનાએ ફરિયાદીને લોખંડનાં પાઇપ અને લાકડી વડે ફટકારી ઈજાઓ પહોંચાડી હતી. જેમાં ઝગડા વચ્ચે ફરિયાદીને બચાવવા જતા ફરિયાદીનાં કૌટુંબિક ભાઈ કિશનને પણ ત્રણેય આરોપી સાથે મળી લોખંડનાં પાઇપ અને ધોકા વડે માથાનાં ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદીએ ત્રણેય આરોપી વિરુદ્ધ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.