Gandhinagar: વાસણા સોગઠીના મૃતકો માટે સહાયની જાહેરાત, પરિવારજનોને મળશે 6 લાખ

દહેગામના વાસણા સોગઠી ગામની નદીમાં ડૂબી જઈને મૃત્યુ પામનારના પરિવારને સહાયની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 લાખ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પીએમ રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા મળશે. તેમજ રાજ્ય સરકાર દ્વારા 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા પ્રાપ્ત થશે. ગણેશ વિસર્જન સમયે નદીમાં ડૂબવાથી 8 વ્યક્તિના મોત થયા હતા. શુક્રવારનો દિવસ વાસણા સોગઠીના ગ્રામજનો માટે ગોજારો દહેગામના વાસણા સોગઠી ગામના લોકો માટે શુક્રવારનો દિવસ ગોજારો હતો. લોકો આ દિવસને કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. મેશ્વો નદીના પટમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ ચાલતી હતી. ત્યારે ગામના મોટાભાગના યુવાનો ત્યાં વિસર્જન માટે ગયેલા હતા અને અચાનક એક યુવક નદીમાં ન્હાવા પડ્યો તે ડૂબવા લાગ્યો. તેને ડૂબતો જોઈ મોટા ભાઈ પણ નદીમાં છલાંગ લગાવી હતી. ડૂબતા યુવકને બચાવવા એક બાદ એક 8 લોકો નદીના વહેણમાં તણાઈ ગયા હતા. એક સાથે 8 યુવકોના મોત થતા ગામમાં હાહાકાર મચી ગયો હતો. ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. તરવૈયાઓની મદદથી તમામ 8 યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ રાત્રે તમામ મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા. આજે શનિવારે આ તમામ 8 યુવકોની અંતિમયાત્રા નિકળી હતી. એક સાથે 8 યુવકોની અંતિમયાત્રા નિકળતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવારના આક્રંદ સાથે તમામ યુવકોની અંતિમયાત્રા નીકળી હતી. ગામથી દૂર એકસાથે 8 ચિત્તાઓ તૈયાર કરવામાં આવી હતી. કરુણાંતિકા બાદ સમગ્ર દહેગામ પંથકમાં હાહાકાર મચી ગયો છે. તમામ પરિવારો હૈયાફાટ રુદન કરી રહ્યા છે. અંતિમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Gandhinagar: વાસણા સોગઠીના મૃતકો માટે સહાયની જાહેરાત, પરિવારજનોને મળશે 6 લાખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દહેગામના વાસણા સોગઠી ગામની નદીમાં ડૂબી જઈને મૃત્યુ પામનારના પરિવારને સહાયની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 લાખ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પીએમ રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા મળશે. તેમજ રાજ્ય સરકાર દ્વારા 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા પ્રાપ્ત થશે. ગણેશ વિસર્જન સમયે નદીમાં ડૂબવાથી 8 વ્યક્તિના મોત થયા હતા.

શુક્રવારનો દિવસ વાસણા સોગઠીના ગ્રામજનો માટે ગોજારો

દહેગામના વાસણા સોગઠી ગામના લોકો માટે શુક્રવારનો દિવસ ગોજારો હતો. લોકો આ દિવસને કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. મેશ્વો નદીના પટમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ ચાલતી હતી. ત્યારે ગામના મોટાભાગના યુવાનો ત્યાં વિસર્જન માટે ગયેલા હતા અને અચાનક એક યુવક નદીમાં ન્હાવા પડ્યો તે ડૂબવા લાગ્યો. તેને ડૂબતો જોઈ મોટા ભાઈ પણ નદીમાં છલાંગ લગાવી હતી. ડૂબતા યુવકને બચાવવા એક બાદ એક 8 લોકો નદીના વહેણમાં તણાઈ ગયા હતા. એક સાથે 8 યુવકોના મોત થતા ગામમાં હાહાકાર મચી ગયો હતો. ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. તરવૈયાઓની મદદથી તમામ 8 યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ રાત્રે તમામ મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા. આજે શનિવારે આ તમામ 8 યુવકોની અંતિમયાત્રા નિકળી હતી. એક સાથે 8 યુવકોની અંતિમયાત્રા નિકળતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પરિવારના આક્રંદ સાથે તમામ યુવકોની અંતિમયાત્રા નીકળી હતી. ગામથી દૂર એકસાથે 8 ચિત્તાઓ તૈયાર કરવામાં આવી હતી. કરુણાંતિકા બાદ સમગ્ર દહેગામ પંથકમાં હાહાકાર મચી ગયો છે. તમામ પરિવારો હૈયાફાટ રુદન કરી રહ્યા છે. અંતિમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.