Ahmedabad: સાબરમતીમાં લીલની જાજમ પથરાઈ ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સુધી ગંદકી
શહેરની સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પણ નદીમાંથી પ્રદુષણને દુર કરવામાં સફ્ળતા મળતી નથી.નદી શુદ્ધ થવાને બદલે પ્રદુષિત થઈ રહી છે. તંત્ર દ્વારા સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે અત્યાર સુધીમાં રૂ. 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.છતાં પણ સાબરમતી નદી પ્રદૂષણનો પર્યાય બની છે. હાલ નદીમાં પ્રદુષણ અને ગંદકી વધી છે. સાબરમતીમાં લીલની જાજમ પથરાઈ ગઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ ભાગ-2 ની કામગીરી ચાલી રહી છે. જેમાં ઈન્દિરા બ્રિજથી શાહીબાગ ડફ્નાળા સુધી નદીમાં જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વેલને કારણે નદીનું પાણી દુર્ગંધ મારે છે. અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. નદીને સ્વચ્છ રાખવા માટે કોર્પોરેશન દ્વારા ત્રણ સ્કીમર મશીન વસાવવામાં આવ્યા છે. પરંતુ સફઈ ન થતા લીલ અને જંગલી વેલ જામી ગઈ છે.આસપાસના વિસ્તારમાં વહેલી સવારે ઘણાં લોકો બ્રિજ પર અને આસપાસના વિસ્તારમાં નીકળતા હોય છે અને બિમારી ફેલાવવાનું કામ કરી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરની સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પણ નદીમાંથી પ્રદુષણને દુર કરવામાં સફ્ળતા મળતી નથી.નદી શુદ્ધ થવાને બદલે પ્રદુષિત થઈ રહી છે. તંત્ર દ્વારા સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે અત્યાર સુધીમાં રૂ. 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
છતાં પણ સાબરમતી નદી પ્રદૂષણનો પર્યાય બની છે. હાલ નદીમાં પ્રદુષણ અને ગંદકી વધી છે. સાબરમતીમાં લીલની જાજમ પથરાઈ ગઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ ભાગ-2 ની કામગીરી ચાલી રહી છે. જેમાં ઈન્દિરા બ્રિજથી શાહીબાગ ડફ્નાળા સુધી નદીમાં જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વેલને કારણે નદીનું પાણી દુર્ગંધ મારે છે. અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. નદીને સ્વચ્છ રાખવા માટે કોર્પોરેશન દ્વારા ત્રણ સ્કીમર મશીન વસાવવામાં આવ્યા છે. પરંતુ સફઈ ન થતા લીલ અને જંગલી વેલ જામી ગઈ છે.આસપાસના વિસ્તારમાં વહેલી સવારે ઘણાં લોકો બ્રિજ પર અને આસપાસના વિસ્તારમાં નીકળતા હોય છે અને બિમારી ફેલાવવાનું કામ કરી રહી છે.