હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે ત્યારે તમને પણ ગરમ પાણીથી ન્હાવવાની આદત હશે અને એના માટે તમે પણ તમારા ગરમ પાણી માટે ગીઝરનો ઉપયોગ કરતા જ હશો ને!! શિયાળાની શરૂઆત થતાંની સાથે જ લોકો ગીઝરનો ઉપયોગ શરૂ કરી દે છે.પરંતુ અવાર-નવાર ગીઝરના કારણે મોતના સમાચાર સામે આવ્યા છે. જેથી તમારે ગીઝરનો ઉપયોગ કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરુરી છે નહીં તો ખૂબ જ ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે ત્યારે આવી જ એક ઘટના પાલનપુરથી સામે આવી છે.
હદયદ્વાવક કિસ્સો આવ્યો સામે
પાલનપુરનો આવો જ એક હદયદ્વાવક કિસ્સો સામે આવ્યો છે.જેમાં પાલનપુર આબુ હાઇવે પર આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીમાં બુધવારે સવારે ( ઉં.વ. 13) કિશોરી ન્હાવા માટે બાથરૂમમાં ગઇ હતી. પરંતુ 15 મિનિટ સુધી કોઇ અવાજ ન આવતાં તેની માતા દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ કિશોરીએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી પરિવારજનોએ બાથરૂમની કાચવાળી જાળીમાંથી જોયું તો કિશોરી ફર્સ પર બેભાન પડી હતી.જેથી બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને તાત્કાલિક દવાખાને લઇ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પૂરતી માત્રામાં ઓક્સિજન ન મળે ત્યારે આવું થાય છે
જો ગેસ ગીઝર બાથરુમમાં રાખવામાં આવ્યું હોય અને પૂરતી માત્રામાં ઓક્સિજન ન મળે તો LPG-બળતણ ગેસનું આંશિક દહન થાય છે જેથી ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ ઝેરી ગેસનો કોઈ રંગ અને ગંધ નથી અટલે એની હાજરીની ખબર નથી પડતી. એ એક સાઈલન્ટ ક્લિર છે ગેસના સંપર્કમાં આવતા મિનિટમાં વ્યક્તિને તેની અસર થવા લાગે છે અને તે બેભાન પણ થઈ શકે છે
શું ન કરવું?
ક્યારેક લોકો સસ્તાના ચકકરમાં ખરાબ ક્વોલીટીનું ગીઝર ખરીદી લે છે .
ગીઝરને ઓન કર્યા પછી લાંબા સમય સુધી તેને ચાલુ રાખવું.
ગીઝરને ફીટ કર્યા બાદ એ ચેક ન કરવું કે અર્થિંગ બરાબર થયું છે કે નહિ.
ગીઝર ચાલુ રાખીને નહાવા બેસવું
શું કરવું
ઘણીવાર લોકો સસ્તી વસ્તુ ખરીદવાના કારણે નાની સાઈઝના ગીઝર લેતા હોય છે. પરંતુ તે વધુ ગરમ પાણી આપી શકતું નથી. આવી સ્થિતિમાં, વોટર હીટર ખરીદતી વખતે, ધ્યાનમાં રાખો કે તમે કયા હેતુ માટે ગીઝર ખરીદવા માંગો છો. જો તમે કિચન માટે ગીઝર લેવા માંગતા હોય તો 1 લીટર, 3 લીટર અને 6 લીટર ગીઝર બેસ્ટ છે. 10 લીટરથી 35 લીટરના ગીઝર બાથરૂમ માટે સારા માનવામાં આવે છે.જેથી ઉપયોગ પ્રમાણે ગીઝર લેવા જોઈએ.
રેટિંગ જરૂર જોવું જોઈએ
જો તમે નવું ગીઝર ખરીદવા જઈ રહ્યા છો, તો સ્ટાર રેટિંગ પર ચોક્કસ ધ્યાન આપો. આ તમને વીજળી બચાવવામાં મદદ કરશે. 5 સ્ટાર રેટેડ ગીઝર 25 ટકા જેટલી વીજળી બચાવે છે. હેવેલ્સ મેગ્નાટ્રોન એ ‘નો હીટિંગ એલિમેન્ટ ઇન્ડક્શન હીટ ટ્રાન્સફર ટેક્નોલોજી’ સાથેનું ભારતનું પ્રથમ વોટર હીટર છે, તે નહાવા યોગ્ય પાણી પૂરું પાડે છે અને કલાકો સુધી પાણીને ગરમ રાખે છે. તે 10થી 15 મિનિટમાં પાણીને ગરમ કરે
વધારે વર્ષની વોરંટી ખાસ ચેક કરવી
ઘણા લોકો ગીઝરની ખરીદી વખતે એ જાણતા નથી કે કંપની સર્વીસ કરશે કે નહિં, સાથે જ કંપની કેટલા વર્ષોની વોરંટી આપી રહી છે. ત્યારે જે પોપ્યુલર બ્રાંડના જ ગીઝર લેવા જોઈએ, જે લાંબા વર્ષો સુધી વોરંટી આપે.