Mahisagar: ATM કાર્ડની અદલા બદલી કરનાર ઝડપાયા, 4 શખ્સોની ધરપકડ

મહીસાગર જિલ્લામાં ATM કાર્ડની અદલા બદલી કરનાર ટોળકી ઝડપાઈ છે. ATMમા જતા લોકો સાથે ફ્રોડ કરનાર ઉત્તર પ્રદેશના 4 ઇસમો ઝડપાયા છે. સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવતા Swift ગાડી ચેક કરતા 40 એટીએમ મળી આવ્યા. તમામ એટીએમ કાર્ડની બેંકોની અંદર તપાસ કરાવતા એટીએમ કાર્ડ ધારકોના એટીએમ ચોરાયો હોવાનું સામે આવ્યુ. મહીસાગર એલસીબી દ્વારા વધુ તપાસ કરતા ગુજરાતના ઝાલોદ કરજણ વડોદરા સહિત અન્ય રાજ્યોમાં પણ એટીએમ ચોરી સામે આવી છે. એટીએમમાં પૈસા ઉપાડવાના બહાને જઈને એટીએમ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. મહીસાગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શંકાસ્પદ કાર ચેક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. મહીસાગર એલસીબી ટીમ દ્વારા ચાર ઈસમો પાસેથી ₹3,85,000 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ હતી સિનિયર સિટીઝનને વિશ્વાસમાં લઈને એટીએમ કાર્ડની અદલા બદલી કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગના ચાર આરોપીઓની ખોખરા પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓ દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અનેક ગુનાને અંજામ આપ્યો છે. ખોખરા પોલીસે સન્ની સાંસી, સોનુ સાંસી, મનીષ સાંસી અને કમલ સીંગ કુશવાહ નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી અને અલગ અલગ બેંકના 52 એટીએમ કાર્ડ, પૈસા સ્વાઇપ કરવાના 2 મશીન, 5 મોબાઈલ સહિત રૂપિયા 33 હજાર રોકડા કબ્જે કર્યા હતા. આરોપીઓ કોઈપણ એટીએમ સેન્ટરની બહાર વોચ રાખીને બેસતા હતા અને સિનિયર સિટીઝન જ્યારે પૈસા ઉપાડવા માટે આવે ત્યારે તેને મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઈને તેનું એટીએમ કાર્ડ બદલી દેતા હતા અને પીન નંબર મેળવી લેતા હતા. બાદમાં આ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી કેટલાક રૂપિયા પોતે ઉપાડી લેતા અને બીજા રૂપિયા સ્પાઇપ મશીન દ્વારા અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા હતા.

Mahisagar: ATM કાર્ડની અદલા બદલી કરનાર ઝડપાયા, 4 શખ્સોની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહીસાગર જિલ્લામાં ATM કાર્ડની અદલા બદલી કરનાર ટોળકી ઝડપાઈ છે. ATMમા જતા લોકો સાથે ફ્રોડ કરનાર ઉત્તર પ્રદેશના 4 ઇસમો ઝડપાયા છે. સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવતા Swift ગાડી ચેક કરતા 40 એટીએમ મળી આવ્યા.

તમામ એટીએમ કાર્ડની બેંકોની અંદર તપાસ કરાવતા એટીએમ કાર્ડ ધારકોના એટીએમ ચોરાયો હોવાનું સામે આવ્યુ. મહીસાગર એલસીબી દ્વારા વધુ તપાસ કરતા ગુજરાતના ઝાલોદ કરજણ વડોદરા સહિત અન્ય રાજ્યોમાં પણ એટીએમ ચોરી સામે આવી છે. એટીએમમાં પૈસા ઉપાડવાના બહાને જઈને એટીએમ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. મહીસાગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શંકાસ્પદ કાર ચેક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. મહીસાગર એલસીબી ટીમ દ્વારા ચાર ઈસમો પાસેથી ₹3,85,000 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ હતી

સિનિયર સિટીઝનને વિશ્વાસમાં લઈને એટીએમ કાર્ડની અદલા બદલી કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગના ચાર આરોપીઓની ખોખરા પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓ દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અનેક ગુનાને અંજામ આપ્યો છે. ખોખરા પોલીસે સન્ની સાંસી, સોનુ સાંસી, મનીષ સાંસી અને કમલ સીંગ કુશવાહ નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી અને અલગ અલગ બેંકના 52 એટીએમ કાર્ડ, પૈસા સ્વાઇપ કરવાના 2 મશીન, 5 મોબાઈલ સહિત રૂપિયા 33 હજાર રોકડા કબ્જે કર્યા હતા.

આરોપીઓ કોઈપણ એટીએમ સેન્ટરની બહાર વોચ રાખીને બેસતા હતા અને સિનિયર સિટીઝન જ્યારે પૈસા ઉપાડવા માટે આવે ત્યારે તેને મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઈને તેનું એટીએમ કાર્ડ બદલી દેતા હતા અને પીન નંબર મેળવી લેતા હતા. બાદમાં આ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી કેટલાક રૂપિયા પોતે ઉપાડી લેતા અને બીજા રૂપિયા સ્પાઇપ મશીન દ્વારા અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા હતા.