Surendranagar: અમદાવાદ-માળિયા, અમદાવાદ-રાજકોટ હાઈવેનો ઈન્ટર કોરિડોર માર્ગના રૂપે વિકાસ થશે
કેન્દ્ર સરકારનું બજેટ આગામી દિવસોમાં રજુ થનાર છે. ત્યારે બજેટ પહેલા કેન્દ્રીય મંત્રીએ ટીવટ કરીને ઝાલાવાડના લીંબડીથી ધ્રાંગધ્રા સુધીના 2 લેન હાઈવેના અપગ્રેડેશન માટે રૂપિયા 1001 કરોડની જાહેરાત કરી છે. આ જાહેરાતથી ઝાલાવાડની જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે.કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનું આગામી દિવસમાં બજેટ રજુ થવાનું છે. ત્યારે બજેટ પહેલા જ ગુજરાત અને સુરેન્દ્રનગર જિલ્લાને મોટી ભેટ મળી છે. કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ ટીવટ કરીને સુરેન્દ્રનગરના લીંબડીથી ધ્રાંગધ્રાના કુડા સુધીના નેશનલ હાઈવે-51ને શોલ્ડર કોન્ફરીગેશન સાથે 2 લેન અપગ્રેડેશન માટે રૂપીયા 1001.42 કરોડ રૂપીયાની ફાળવણી કરી છે. આ જાહેરાતથી ઝાલાવાડની જનતામાં આનંદ ફેલાયો છે. નેશનલ હાઈવે 51 હાલ દ્વારકાથી શરૂ થઈ કુડા સુધીનો છે. ત્યારે આ નીર્ણયથી અમદાવાદ-કચ્છ નેશનલ હાઈવે 7 અને અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે નંબર 47 વચ્ચે આ રસ્તો ઈન્ટર કોરીડોર સમાન સાબીત થશે. આ રોડમાં સુરેન્દ્રનગર, રાજસીતાપુર અને ધ્રાંગધ્રા બાયપાસ પણ બનનાર છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેના અપગ્રેડેશન માટે રૂપીયા 1001ની ફાળવણી કરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્દ્ર સરકારનું બજેટ આગામી દિવસોમાં રજુ થનાર છે. ત્યારે બજેટ પહેલા કેન્દ્રીય મંત્રીએ ટીવટ કરીને ઝાલાવાડના લીંબડીથી ધ્રાંગધ્રા સુધીના 2 લેન હાઈવેના અપગ્રેડેશન માટે રૂપિયા 1001 કરોડની જાહેરાત કરી છે. આ જાહેરાતથી ઝાલાવાડની જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનું આગામી દિવસમાં બજેટ રજુ થવાનું છે. ત્યારે બજેટ પહેલા જ ગુજરાત અને સુરેન્દ્રનગર જિલ્લાને મોટી ભેટ મળી છે. કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ ટીવટ કરીને સુરેન્દ્રનગરના લીંબડીથી ધ્રાંગધ્રાના કુડા સુધીના નેશનલ હાઈવે-51ને શોલ્ડર કોન્ફરીગેશન સાથે 2 લેન અપગ્રેડેશન માટે રૂપીયા 1001.42 કરોડ રૂપીયાની ફાળવણી કરી છે. આ જાહેરાતથી ઝાલાવાડની જનતામાં આનંદ ફેલાયો છે. નેશનલ હાઈવે 51 હાલ દ્વારકાથી શરૂ થઈ કુડા સુધીનો છે. ત્યારે આ નીર્ણયથી અમદાવાદ-કચ્છ નેશનલ હાઈવે 7 અને અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે નંબર 47 વચ્ચે આ રસ્તો ઈન્ટર કોરીડોર સમાન સાબીત થશે. આ રોડમાં સુરેન્દ્રનગર, રાજસીતાપુર અને ધ્રાંગધ્રા બાયપાસ પણ બનનાર છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેના અપગ્રેડેશન માટે રૂપીયા 1001ની ફાળવણી કરાઈ છે.