Bhavnagar રેલવે મંડળમાંથી 16 કર્મચારી અને એક અધિકારી નિવૃત્ત થયા

Jan 1, 2025 - 16:30
Bhavnagar રેલવે મંડળમાંથી 16 કર્મચારી અને એક અધિકારી નિવૃત્ત થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવેમાં આ વર્ષનો 12મો સેવાનિવૃત્તિ વિદાય કાર્યક્રમ એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્માની અધ્યક્ષતામાં મંડળ કચેરીના બોર્ડ રૂમમાં યોજાયો હતો. ભાવનગર મંડળના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, વિવિધ વિભાગોના કુલ 16 કર્મચારીઓ અને 1 અધિકારી (ADEN/TMC) તારીખ 31.12.2024 ના રોજ વયમર્યાદા પૂર્ણ થવાને કારણે સેવાનિવૃત્ત થયા હતા.

સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી

જેમાં સ્થાપના વિભાગમાંથી 2, કેરેજ અને વેગન વિભાગમાંથી 1, એન્જિનિયરિંગ વિભાગમાંથી 4, ઇલેક્ટ્રિકલ વિભાગમાંથી 3, મેડિકલ વિભાગમાંથી 1, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગમાંથી 2, વાણિજ્ય વિભાગમાંથી 1, પરિચાલન વિભાગમાંથી 1, લેખા વિભાગમાંથી 1 અને રેલવે પ્રોટેક્શન ફોર્સમાંથી 1નો સમાવેશ થાય છે.ભાવનગર મંડળના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં તમામ સેવાનિવૃત કર્મચારીઓ/અધિકારીઓને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે કેટલાક નિવૃત કર્મચારીઓના પરિવારજનો પણ હાજર રહ્યા હતા.

પરિવારને તમારો કિંમતી સમય આપી શકશો

હિમાઁશુ શર્મા, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર, તમામ કર્મચારીઓને તેમની સંપુર્ણ સેવા સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે તમે તમારા જીવનનો અમૂલ્ય સમય આ સંસ્થાને આપ્યો છે. તેથી, અમે બધા તમારી પ્રશંસનીય સેવા માટે પ્રશંસા કરીએ છીએ અને અમારી પ્રશંસા વ્યક્ત કરીએ છીએ. તમારા વ્યસ્ત શિડ્યુલને કારણે તમે અત્યાર સુધી તમારા પરિવારને જે સમય આપી શક્યા નથી તે હવે તમે તમારા પરિવારને તમારો કિંમતી સમય આપી શકશો. તમામ કર્મચારીઓને તેમના નિવૃત્તિના લાભોનું યોગ્ય અને સુરક્ષિત રીતે રોકાણ કરવા અને કપટપૂર્ણ કોલથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી હતી.

 રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું

કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય અધિકારીઓએ પણ પોતપોતાના વિભાગના કર્મચારીઓએ આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી અને કેટલાક મહત્વપૂર્ણ અનુભવો પણ વ્યક્ત કર્યા હતા. નિવૃત્ત થતા કર્મચારીઓને પણ તેમના અનુભવો અને રેલવેમાં તેમના યોગદાનને વ્યક્ત કરવાની તક આપવામાં આવી હતી.તમામ સેવાનિવૃત્ત થઈ રાહેલા અધિકારીઓ/કર્મચારીઓને એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર દ્વારા સેવા પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા હતા.અમરસિંહ સાગર, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0