Navsariના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં 50 નશીલા પદાર્થના પેકેટ મળતા પોલીસ દોડી

જલાલપોર તાલુકાના ઓંજલ ગામ નજીકથી મળ્યા પેકેટ દરિયાકિનારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળ્યા પેકેટ નશીલા પદાર્થના પેકેટને ટેસ્ટિંગ માટે FSLમાં મોકલાયા દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે નશીલા પદાર્થનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે.સુરત,વલસાડ બાદ હવે નવસારી જિલ્લાના દરિયા કિનારેથી નશીલા પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો છે જેને લઈ પોલીસ અને વહીવટી તંત્રની ટીમે વધુ તપાસ હાથધરી છે.પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઓંજલ ગામ નજીકથી આ પેકેટ મળી આવ્યા છે. અલગ-અલગ પેકેટ મળી આવ્યા નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના ઓંજલ ગામના દરિયા કિનારેથી બિન વારસી હાલતમાં નશીલા પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો છે.સુરત અને વલસાડના દરિયા કિનારે નશીલા પદાર્થોના પેકેટ મળી આવ્યા બાદ નવસારી પોલીસ દરિયા કિનારે પેટ્રોલિંગ કરી રહી હતી.તે દરમિયાન પોલીસને સંદિગ્ધ નશીલાના પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે.પ્રાથમિક વિગતો મુજબ ઓંજલ ગામ ના દરિયા કિનારા ઉપરથી જુદા જુદા સ્થળે 50 જેટલા પેકેટ પોલીસ ને બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે હાથધરી તપાસ મોડી સાંજે પોલીસને આ જથ્થો મળી આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઇ હતી.એફએસએલ,એસઓજી અને મામલતદાર સહિતની ટીમો દરિયા કિનારે દોડી ગઈ હતી.જ્યાં મોડી રાત સુધી પંચનામુ કરી નશીલા પદાર્થો જથ્થો કબજે લેવાની કાર્યવાહી પોલીસે કરી હતી.છેલ્લી મળતી વિગતો મુજબ બિનવારસી મળી આવેલ જથ્થામાં કયા પ્રકારના નશીલા પદાર્થ છે? કેટલા કિલોગ્રામ જથ્થો મળ્યો છે? તેની કિંમત કેટલી છે.? જેવા તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ મળી શકશે. સૌથી વધુ ચરસના પેકેટ કચ્છના દરિયાકિનારેથી ઝડપાયા છે અત્યાર સુધી ગુજરાતમાં સૌથી વધુ ચરસના બિનવારસી હાલતમાં પેકેટ કચ્છના ક્રિક વિસ્તારમાથી મળી આવ્યા છે.પોલીસને છાશવારે આવા ચરસના પેકેટ કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવતા હોય છે,જેમાં અત્યારસુધી કોઈ આરોપીઓ ઝડપાયા નથી,ત્યારે વલસાડના દરિયાકિનારેથી આવા બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળતા સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો છે,શું ગુજરાતમાં ચરસ અને ગાંજો દરિયાઈ માર્ગે આવે છે ?  

Navsariના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં 50 નશીલા પદાર્થના પેકેટ મળતા પોલીસ દોડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જલાલપોર તાલુકાના ઓંજલ ગામ નજીકથી મળ્યા પેકેટ
  • દરિયાકિનારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળ્યા પેકેટ
  • નશીલા પદાર્થના પેકેટને ટેસ્ટિંગ માટે FSLમાં મોકલાયા

દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે નશીલા પદાર્થનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે.સુરત,વલસાડ બાદ હવે નવસારી જિલ્લાના દરિયા કિનારેથી નશીલા પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો છે જેને લઈ પોલીસ અને વહીવટી તંત્રની ટીમે વધુ તપાસ હાથધરી છે.પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઓંજલ ગામ નજીકથી આ પેકેટ મળી આવ્યા છે.

અલગ-અલગ પેકેટ મળી આવ્યા

નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના ઓંજલ ગામના દરિયા કિનારેથી બિન વારસી હાલતમાં નશીલા પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો છે.સુરત અને વલસાડના દરિયા કિનારે નશીલા પદાર્થોના પેકેટ મળી આવ્યા બાદ નવસારી પોલીસ દરિયા કિનારે પેટ્રોલિંગ કરી રહી હતી.તે દરમિયાન પોલીસને સંદિગ્ધ નશીલાના પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે.પ્રાથમિક વિગતો મુજબ ઓંજલ ગામ ના દરિયા કિનારા ઉપરથી જુદા જુદા સ્થળે 50 જેટલા પેકેટ પોલીસ ને બિનવારસી હાલતમાં મળી આવ્યા છે.


પોલીસે હાથધરી તપાસ

મોડી સાંજે પોલીસને આ જથ્થો મળી આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઇ હતી.એફએસએલ,એસઓજી અને મામલતદાર સહિતની ટીમો દરિયા કિનારે દોડી ગઈ હતી.જ્યાં મોડી રાત સુધી પંચનામુ કરી નશીલા પદાર્થો જથ્થો કબજે લેવાની કાર્યવાહી પોલીસે કરી હતી.છેલ્લી મળતી વિગતો મુજબ બિનવારસી મળી આવેલ જથ્થામાં કયા પ્રકારના નશીલા પદાર્થ છે? કેટલા કિલોગ્રામ જથ્થો મળ્યો છે? તેની કિંમત કેટલી છે.? જેવા તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ મળી શકશે.

સૌથી વધુ ચરસના પેકેટ કચ્છના દરિયાકિનારેથી ઝડપાયા છે

અત્યાર સુધી ગુજરાતમાં સૌથી વધુ ચરસના બિનવારસી હાલતમાં પેકેટ કચ્છના ક્રિક વિસ્તારમાથી મળી આવ્યા છે.પોલીસને છાશવારે આવા ચરસના પેકેટ કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવતા હોય છે,જેમાં અત્યારસુધી કોઈ આરોપીઓ ઝડપાયા નથી,ત્યારે વલસાડના દરિયાકિનારેથી આવા બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળતા સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો છે,શું ગુજરાતમાં ચરસ અને ગાંજો દરિયાઈ માર્ગે આવે છે ?