Botad: ગઢડાના ઢસા ગામે શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલા કરતા નરાધમની અટકાયત

ગઢડા તાલુકાના ઢસા ખાતે શિક્ષકજગતને કલંકિત કરતી ઘટના બહાર આવી છે. ઢસાની પ્રાથમિક શાળામાં શિક્ષક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાની આનંદકુમાર વીડિયોમાં ધોરણ-8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરી રહ્યો છે. આ મામલે વિદ્યાર્થિનીના વાલીએ ઢસા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી લંપટ શિક્ષકની પોલીસે અટકાયત કરી લંપટ શિક્ષક આનંદ કુમાર દિનકરરાય જાનીની પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસે લંપટ શિક્ષકને ભાવનગરથી ઝડપી લીધો અને આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગ્રામજનોએ હાઈવે ચક્કાજામ કર્યો ઢસા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી મામલે મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો. ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાના શિક્ષકે અડપલાં કર્યા હતા. ઘટના બાદ શિક્ષકે પીડિતાને ભવિષ્ય બગાડી દેવાની ધમકી આપી હતી. આરોપીને પોલીસે હાજર ન કર્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો હતો. તાત્કાલિક અસરથી શિક્ષકને સસ્પેન્ડ કરાયો આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ઢસાના શંકરપરા વિસ્તારમાં આવેલી ધોરણ 1 થી 8 સુધીની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવનગરના વતની આનંદકુમાર દિનકરરાય જાની (ઉં.વ.32) એક વિદ્યાર્થીની સાથે અડપલાં કરી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થતા સમગ્ર હકીકત લોકો સામે આવી હતી. આ ઘટનાના પગલે વિદ્યાર્થીનીના વાલીએ ઢસા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોસ્કો એક્ટ સહિતની કલમો નોંધી શિક્ષકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બનાવની ગંભીરતા સમજીને શિક્ષકને સસ્પેન્ડ કરી તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે. આ મુદ્દે લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રોષ પૂર્વક રાજકોટ-ભાવનગર હાઈવે ચક્કાજામ કરી દીધો હતો. જેના પગલે પોલીસે દોડી જઈ મામલો થાળે પાડયો હતો. સમગ્ર હકીકત બહાર આવતા એક કરતા વધારે વિદ્યાર્થીનીઓ સાથે લંપટ શિક્ષક દ્વારા છેડછાડ અડપલા કરવામાં આવતા હોવાની શકયતા જણાઈ રહી છે.

Botad: ગઢડાના ઢસા ગામે શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલા કરતા નરાધમની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગઢડા તાલુકાના ઢસા ખાતે શિક્ષકજગતને કલંકિત કરતી ઘટના બહાર આવી છે. ઢસાની પ્રાથમિક શાળામાં શિક્ષક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાની આનંદકુમાર વીડિયોમાં ધોરણ-8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરી રહ્યો છે. આ મામલે વિદ્યાર્થિનીના વાલીએ ઢસા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી


લંપટ શિક્ષકની પોલીસે અટકાયત કરી

લંપટ શિક્ષક આનંદ કુમાર દિનકરરાય જાનીની પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસે લંપટ શિક્ષકને ભાવનગરથી ઝડપી લીધો અને આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ગ્રામજનોએ હાઈવે ચક્કાજામ કર્યો

ઢસા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી મામલે મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો. ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાના શિક્ષકે અડપલાં કર્યા હતા. ઘટના બાદ શિક્ષકે પીડિતાને ભવિષ્ય બગાડી દેવાની ધમકી આપી હતી. આરોપીને પોલીસે હાજર ન કર્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો હતો.

તાત્કાલિક અસરથી શિક્ષકને સસ્પેન્ડ કરાયો

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ઢસાના શંકરપરા વિસ્તારમાં આવેલી ધોરણ 1 થી 8 સુધીની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવનગરના વતની આનંદકુમાર દિનકરરાય જાની (ઉં.વ.32) એક વિદ્યાર્થીની સાથે અડપલાં કરી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થતા સમગ્ર હકીકત લોકો સામે આવી હતી. આ ઘટનાના પગલે વિદ્યાર્થીનીના વાલીએ ઢસા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોસ્કો એક્ટ સહિતની કલમો નોંધી શિક્ષકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બનાવની ગંભીરતા સમજીને શિક્ષકને સસ્પેન્ડ કરી તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે. આ મુદ્દે લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રોષ પૂર્વક રાજકોટ-ભાવનગર હાઈવે ચક્કાજામ કરી દીધો હતો. જેના પગલે પોલીસે દોડી જઈ મામલો થાળે પાડયો હતો. સમગ્ર હકીકત બહાર આવતા એક કરતા વધારે વિદ્યાર્થીનીઓ સાથે લંપટ શિક્ષક દ્વારા છેડછાડ અડપલા કરવામાં આવતા હોવાની શકયતા જણાઈ રહી છે.