Suratમા પોલીસના સરઘસમાં જાણો સરકાર જિંદાબાદના કેમ લાગ્યા નારા,વાંચો Special Story

સુરતમાં અસામાજિક તત્વો સામે ફરી સરઘસ પ્રથા કાયદો અને વ્યવસ્થાના પાલન માટે પોલીસ કડક અડાજણ, લીંબાયત વિસ્તારમાં આરોપીનું કાઢ્યું સરઘસ સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસે અડાજણ અને લીંબાયત વિસ્તારમાં જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો,જે વિસ્તારમાં આરોપીઓએ બબાલ કરી હતી તે જ વિસ્તારમાં પોલીસે સરઘસ કાઢયું હતુ.આરોપીઓએ જાહેરમાં ચપ્પુ લઇને મચાવી હતી ધમાલ.સાબીર સમસુદ્દીન શેખ, ઈશાક અયુબ શેખ,નવાઝ ઉર્ફે ફેન્સી મહેબુબ આલમ સૈયદની પોલીસે ધરપકડ કરી છે. લીંબાયત વિસ્તારની ઘટના અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ચપ્પુ લઈ ધમાલ મચાવી હતી જેનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો,લીંબાયત પોલીસ જાણે મોટી કામગીરી કરી હોય તેમ આરોપીઓનું સરઘસ કાઢયુ હતુ,અને આરોપીઓએ જાહેરમાં લોકોની માફી પણ માંગી હતી.આરોપીઓએ જે જગ્યા પર ધમાલ મચાવી હતી તે જ જગ્યા પર સરઘસ કાઢતા સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી હતી.લીંબાયતમાં બે દિવસે એક વિડીયો વાયરલ થયા હતા.પોલીસને ચેલેન્જ આપતા હોય તેવા વીડિયો વાયરલ થયા હતા. સુરતમાં અસામાજીક તત્વોનો વધ્યો ત્રાસ સુરતના લીંબાયત,ડિંડોલી,ગોડાદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,વારંવાર અસામાજીક તત્વો વિસ્તારમાં આતંક ફેલાઈ રહ્યાં છે,અને પોલીસ પણ કાર્યવાહીમાં ઢીલાસ રાખી રહી છે.આરોપીઓ નજીવી બાબતે ચપ્પાથી હુમલો કરતા હોય છે,લીંબાયત વિસ્તારમાં ઝડપાયેલ આરોપીઓ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. અડાજણ વિસ્તારમાં નજીવી બાબતે યુવક પર ચપ્પુ વડે હુમલો પોલીસે અડાજણ વિસ્તારમાં પણ આરોપીઓનું સરઘસ કાઢયું હતુ.આરોપીઓને તેમના જ વિસ્તારમાં લઇ જઇ સરઘસ કાઢતા લોકોએ ગુજરાત સરકાર જિંદાબાદના નારા લગાવ્યા હતા,ઝડપાયેલ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમની સામે અનેક ગુનાઓ નોંધાઈ પણ ચૂકયા છે.ત્યારે પોલીસ સમયપ્રમાણે આવા આરોપીઓને કાયદાના પાઠ ભણાવી ભાન કરાવે તે જરૂરી બન્યું છે.

Suratમા પોલીસના સરઘસમાં જાણો સરકાર જિંદાબાદના કેમ લાગ્યા નારા,વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં અસામાજિક તત્વો સામે ફરી સરઘસ પ્રથા
  • કાયદો અને વ્યવસ્થાના પાલન માટે પોલીસ કડક
  • અડાજણ, લીંબાયત વિસ્તારમાં આરોપીનું કાઢ્યું સરઘસ

સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસે અડાજણ અને લીંબાયત વિસ્તારમાં જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો,જે વિસ્તારમાં આરોપીઓએ બબાલ કરી હતી તે જ વિસ્તારમાં પોલીસે સરઘસ કાઢયું હતુ.આરોપીઓએ જાહેરમાં ચપ્પુ લઇને મચાવી હતી ધમાલ.સાબીર સમસુદ્દીન શેખ, ઈશાક અયુબ શેખ,નવાઝ ઉર્ફે ફેન્સી મહેબુબ આલમ સૈયદની પોલીસે ધરપકડ કરી છે.

લીંબાયત વિસ્તારની ઘટના

અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ચપ્પુ લઈ ધમાલ મચાવી હતી જેનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો,લીંબાયત પોલીસ જાણે મોટી કામગીરી કરી હોય તેમ આરોપીઓનું સરઘસ કાઢયુ હતુ,અને આરોપીઓએ જાહેરમાં લોકોની માફી પણ માંગી હતી.આરોપીઓએ જે જગ્યા પર ધમાલ મચાવી હતી તે જ જગ્યા પર સરઘસ કાઢતા સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી હતી.લીંબાયતમાં બે દિવસે એક વિડીયો વાયરલ થયા હતા.પોલીસને ચેલેન્જ આપતા હોય તેવા વીડિયો વાયરલ થયા હતા.


સુરતમાં અસામાજીક તત્વોનો વધ્યો ત્રાસ

સુરતના લીંબાયત,ડિંડોલી,ગોડાદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,વારંવાર અસામાજીક તત્વો વિસ્તારમાં આતંક ફેલાઈ રહ્યાં છે,અને પોલીસ પણ કાર્યવાહીમાં ઢીલાસ રાખી રહી છે.આરોપીઓ નજીવી બાબતે ચપ્પાથી હુમલો કરતા હોય છે,લીંબાયત વિસ્તારમાં ઝડપાયેલ આરોપીઓ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે.


અડાજણ વિસ્તારમાં નજીવી બાબતે યુવક પર ચપ્પુ વડે હુમલો

પોલીસે અડાજણ વિસ્તારમાં પણ આરોપીઓનું સરઘસ કાઢયું હતુ.આરોપીઓને તેમના જ વિસ્તારમાં લઇ જઇ સરઘસ કાઢતા લોકોએ ગુજરાત સરકાર જિંદાબાદના નારા લગાવ્યા હતા,ઝડપાયેલ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમની સામે અનેક ગુનાઓ નોંધાઈ પણ ચૂકયા છે.ત્યારે પોલીસ સમયપ્રમાણે આવા આરોપીઓને કાયદાના પાઠ ભણાવી ભાન કરાવે તે જરૂરી બન્યું છે.