Surat: માંડવીમાં 7 વર્ષીય માસૂમ બાળકને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પકડાયો

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. ઉશ્કેર ગામે શેરડી કાપણી કરવા મહારાષ્ટ્રથી આવેલા શ્રમજીવી પરિવારના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. જો કે, સ્થાનિકો આવી જતાં દીપડો માસૂમ બાળકનો મૃતદેહ ખેતરમાં મૂકીને ભાગી ગયો હતો. આ ભયાવહ ઘટના બાદ માંડવી વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.7 વર્ષીય દીકરાને દીપડો ઉઠાવી ગયો મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ઉશ્કેર ગામે શેરડી કાપણી કરવા માટે મહારાષ્ટ્રથી એક શ્રમજીવી પરિવાર આવ્યો હતો. દરમિયાન, ગામની સીમમાં નાખેલા પડાવની બહાર બાળક રમતું હતું તે સમયે એક દીપડો ત્યાં આવ્યો હતો અને અચાનક હુમલો કરી માસૂમને ઉઠાવી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં બાળકનાં પરિવાર સહિત ગ્રામજનો બાળકની શોધમાં નીકળ્યા હતા.જો કે, નજીકમાં ખેતરમાં પહોંચતા લોકોની ભીડને જોઈ દીપડો માસૂમ બાળકનાં મૃતદેહને મૂકીને ભાગી ગયો હતો. આ હચમચાવતી ઘટના અંગે ગ્રામજનોએ માંડવીનાં વન વિભાગને જાણ કરી હતી. આથી, વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને માનવભક્ષી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. મૃતક બાળકની ઉંમર 7 વર્ષ હોવાનું સામે આવ્યું છે.

Surat: માંડવીમાં 7 વર્ષીય માસૂમ બાળકને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. ઉશ્કેર ગામે શેરડી કાપણી કરવા મહારાષ્ટ્રથી આવેલા શ્રમજીવી પરિવારના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. જો કે, સ્થાનિકો આવી જતાં દીપડો માસૂમ બાળકનો મૃતદેહ ખેતરમાં મૂકીને ભાગી ગયો હતો. આ ભયાવહ ઘટના બાદ માંડવી વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

7 વર્ષીય દીકરાને દીપડો ઉઠાવી ગયો

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ઉશ્કેર ગામે શેરડી કાપણી કરવા માટે મહારાષ્ટ્રથી એક શ્રમજીવી પરિવાર આવ્યો હતો. દરમિયાન, ગામની સીમમાં નાખેલા પડાવની બહાર બાળક રમતું હતું તે સમયે એક દીપડો ત્યાં આવ્યો હતો અને અચાનક હુમલો કરી માસૂમને ઉઠાવી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં બાળકનાં પરિવાર સહિત ગ્રામજનો બાળકની શોધમાં નીકળ્યા હતા.

જો કે, નજીકમાં ખેતરમાં પહોંચતા લોકોની ભીડને જોઈ દીપડો માસૂમ બાળકનાં મૃતદેહને મૂકીને ભાગી ગયો હતો. આ હચમચાવતી ઘટના અંગે ગ્રામજનોએ માંડવીનાં વન વિભાગને જાણ કરી હતી. આથી, વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને માનવભક્ષી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. મૃતક બાળકની ઉંમર 7 વર્ષ હોવાનું સામે આવ્યું છે.