Vadodara: IOCLને કારણદર્શક ફટકારાઇ નોટીસ, કેસ દાખલ કરવાની તૈયારી તેજ
વડોદરા પાસે કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં 11 નવેમ્બરના રોજ બેન્ઝીન ટેન્કમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. આ ધટનામાં આંદાજીત 12 કલાકની મથામણ બાદ મળસ્કે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં બેના મોત થયા હતા. આ ઘટનામાં ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગે તપાસ પૂર્ણ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓથોરીટી દ્વારા રિફાઇનરીને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. જરૂર પડ્યે રિફાઇનરી સામે કોર્ટમાં કેસ કરવાની પણ તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરક્ષા સુનિશ્ચિત નહીં કરાઇ હોવાથી આગ લાગી વડોદરા પાસે ભાયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં આવેલા બેન્ઝીન ટેન્કમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં અંદાજીત 12 કલાકે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જે બાદ વિવિદ સ્તરે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ પૈકી એક ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગે પોતાની તપાસ પુરી કરી લીધી છે. જે અંગે નાયબ નિયામકે જણાવ્યું હતુ કે, ગુજરાત રિફાઇનરી દ્વારા ઔદ્યોગિક સુરક્ષા સુનિશ્ચિત નહીં કરવામાં આવી હોવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. રિફાઇનરી દ્વારા પણ તપાસજેના માટે ગુજરાત રિફાઇનરીને કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી છે. રિફાઇનરીના સત્તાધીશો દ્વારા જવાબ આપવામાં આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જરૂર પડ્યે કંપની સામે ફેક્ટરી એક્ટ હેઠળ કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. આ મામલે રિફાઇનરી દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં શું કારણ સામે આવ્યું છે, તેની વિગતો હજી સુધી બહાર આવી નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા પાસે કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં 11 નવેમ્બરના રોજ બેન્ઝીન ટેન્કમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. આ ધટનામાં આંદાજીત 12 કલાકની મથામણ બાદ મળસ્કે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં બેના મોત થયા હતા. આ ઘટનામાં ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગે તપાસ પૂર્ણ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓથોરીટી દ્વારા રિફાઇનરીને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. જરૂર પડ્યે રિફાઇનરી સામે કોર્ટમાં કેસ કરવાની પણ તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરક્ષા સુનિશ્ચિત નહીં કરાઇ હોવાથી આગ લાગી
વડોદરા પાસે ભાયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં આવેલા બેન્ઝીન ટેન્કમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં અંદાજીત 12 કલાકે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જે બાદ વિવિદ સ્તરે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ પૈકી એક ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગે પોતાની તપાસ પુરી કરી લીધી છે. જે અંગે નાયબ નિયામકે જણાવ્યું હતુ કે, ગુજરાત રિફાઇનરી દ્વારા ઔદ્યોગિક સુરક્ષા સુનિશ્ચિત નહીં કરવામાં આવી હોવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.
રિફાઇનરી દ્વારા પણ તપાસ
જેના માટે ગુજરાત રિફાઇનરીને કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી છે. રિફાઇનરીના સત્તાધીશો દ્વારા જવાબ આપવામાં આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જરૂર પડ્યે કંપની સામે ફેક્ટરી એક્ટ હેઠળ કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. આ મામલે રિફાઇનરી દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં શું કારણ સામે આવ્યું છે, તેની વિગતો હજી સુધી બહાર આવી નથી.