Surendranagar અને વઢવાણમાં ભારે વરસાદ વરસતા 17 ગામો સંપર્ક વિહોણા થયા

સુરેન્દ્રનગર અને વઢવાણમાં ભારે વરસાદ શિયાણી ભોગાવો નદીનો કોઝવે ડૂબ્યો લીંબડી લખતર સ્ટેટ હાઇવે પર પાણી પાણી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે.વઢવાણ તાલુકામાં પણ ભારે વરસાદ સર્જાયો છે.કોઝવે પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે,લીંબડી તાલુકાને જોડતા 17 ગામો સંપર્ક વિહોણા થયા છે.સુરેન્દ્રનગર વઢવાણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શિયાણી ભોગાવો નદીનો ક્રોઝવે ડૂબ્યો છે,સાથે સાથે લીંબડી લખતર સ્ટેટ હાઇવે પરનો શિયાણી ગામ નજીક ભોગાવો નદી પરનો કોઝવે પુરના પ્રવાહમાં થયો ગરકાવ. 17 ગામો સંપર્ક વિહોણા થયા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ વરસતા વઢવાણના 17 ગામો સંપર્ક વિહોણા થયા છે,જે લોકો ગામની બહાર છે તે અંદર નથી જઈ શકતા અને અંદર રહેલા સ્થાનિકો બહાર નથી આવી શકતા એવી સ્થિતિનું સર્જન થયું છે.સુરેન્દ્રનગર અને આસપાસના ગામો પાણીમાં જળબંબાકાર થઈ ગયા છે,સાથે સાથે મામલતદાર અને એનડીઆરએફની ટીમ નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી છે,શકય હોય એટલા લોકોનું રેસ્કયૂ પણ કરાઈ રહ્યું છે,અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓ સ્ટેન્ડ બાય સુરેન્દ્રનગર જિલ્લામાં ગત સાંજથી ભારે વરસાદ વરસી રહ્યો છે,તેની વચ્ચે નદીઓ ગાંડીતૂર થઈ છે,સ્થાનિકો નદીમાં પાણી જોવા ઉમટી ગયા છે,તંત્રએ નદીના પટમાં અવર-જવર ના કરવા સ્થાનિકોને સલાહ આપી છે,સાથે સાથે મામલતદાર,પોલીસ અને ફાયર વિભાગ તમામ લોકો પર ચાંપતી નજર રાખી રહ્યું છે.ભોગાવો નદીને જોડતો કોઝવે બંધ કરાયો છે.જિલ્લામાં કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ભોગાવો નદી 3 ગામોને જોડે છે સુરેન્દ્રનગર ભોગાવો નદીના ડેવલપમેન્ટ અને બ્યુટીફીકેશન માટે 141 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ધારાસભ્ય જગદીશ મકવાણા અને સુરેન્દ્રનગરના પ્રભારી મુળુભાઈ બેરાએ તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં પ્રોજેક્ટ સરકાર સમક્ષ મૂકવામાં આવશે.ભોગાવો નદી 3 ગામોને જોડે છે જેમાં જોરાવનગર, રતનપર અને વઢવાણનો સમાવેશ થાય છે. પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ભોગાવો નદી ઉપરથી પસાર થવું હોય તો મોંઢે રૂમાલ રાખવો પડે છે.

Surendranagar અને વઢવાણમાં ભારે વરસાદ વરસતા 17 ગામો સંપર્ક વિહોણા થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગર અને વઢવાણમાં ભારે વરસાદ
  • શિયાણી ભોગાવો નદીનો કોઝવે ડૂબ્યો
  • લીંબડી લખતર સ્ટેટ હાઇવે પર પાણી પાણી

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે.વઢવાણ તાલુકામાં પણ ભારે વરસાદ સર્જાયો છે.કોઝવે પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે,લીંબડી તાલુકાને જોડતા 17 ગામો સંપર્ક વિહોણા થયા છે.સુરેન્દ્રનગર વઢવાણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શિયાણી ભોગાવો નદીનો ક્રોઝવે ડૂબ્યો છે,સાથે સાથે લીંબડી લખતર સ્ટેટ હાઇવે પરનો શિયાણી ગામ નજીક ભોગાવો નદી પરનો કોઝવે પુરના પ્રવાહમાં થયો ગરકાવ.

17 ગામો સંપર્ક વિહોણા થયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ વરસતા વઢવાણના 17 ગામો સંપર્ક વિહોણા થયા છે,જે લોકો ગામની બહાર છે તે અંદર નથી જઈ શકતા અને અંદર રહેલા સ્થાનિકો બહાર નથી આવી શકતા એવી સ્થિતિનું સર્જન થયું છે.સુરેન્દ્રનગર અને આસપાસના ગામો પાણીમાં જળબંબાકાર થઈ ગયા છે,સાથે સાથે મામલતદાર અને એનડીઆરએફની ટીમ નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી છે,શકય હોય એટલા લોકોનું રેસ્કયૂ પણ કરાઈ રહ્યું છે,અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


અધિકારીઓ સ્ટેન્ડ બાય

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત સાંજથી ભારે વરસાદ વરસી રહ્યો છે,તેની વચ્ચે નદીઓ ગાંડીતૂર થઈ છે,સ્થાનિકો નદીમાં પાણી જોવા ઉમટી ગયા છે,તંત્રએ નદીના પટમાં અવર-જવર ના કરવા સ્થાનિકોને સલાહ આપી છે,સાથે સાથે મામલતદાર,પોલીસ અને ફાયર વિભાગ તમામ લોકો પર ચાંપતી નજર રાખી રહ્યું છે.ભોગાવો નદીને જોડતો કોઝવે બંધ કરાયો છે.જિલ્લામાં કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

ભોગાવો નદી 3 ગામોને જોડે છે

સુરેન્દ્રનગર ભોગાવો નદીના ડેવલપમેન્ટ અને બ્યુટીફીકેશન માટે 141 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ધારાસભ્ય જગદીશ મકવાણા અને સુરેન્દ્રનગરના પ્રભારી મુળુભાઈ બેરાએ તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં પ્રોજેક્ટ સરકાર સમક્ષ મૂકવામાં આવશે.ભોગાવો નદી 3 ગામોને જોડે છે જેમાં જોરાવનગર, રતનપર અને વઢવાણનો સમાવેશ થાય છે. પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ભોગાવો નદી ઉપરથી પસાર થવું હોય તો મોંઢે રૂમાલ રાખવો પડે છે.