Vadodara: સાવલીની મંજુસર GIDCમાં એક કંપનીમાં ભીષણ આગ, ફાયરવિભાગની 3 ગાડીઓ ઘટનાસ્થળે
વડોદરામાં વધુ એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાના સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં આવેલી શ્રીજી એગ કેમ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે અને સંપૂર્ણ ગોડાઉન આગમાં લપેટાઈ ગયું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે શ્રીજી એગ કેમ કંપની વિવિધ પ્રકારની પેસ્ટીસાઈડ અને જંતુનાશક દવા બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.પેસ્ટીસાઈડ, જંતુનાશક દવા બનાવે છે કંપની જો કે આગ કયા કારણસર લાગી છે તે અત્યાર સુધી જાણી શકાયું નથી પણ રાહતની વાત એ છે કે આગના પગલે કોઈ જાનહાની થઈ નથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હાલમાં આગની ઘટના બનતા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 3થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમ પ્રયત્ન કરી રહી છે.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, લોકોમાં ભયનો માહોલGIDC વિસ્તારમાં આગની ઘટના બનતા જ આસપાસમાં ભારે નાસભાગ મચી ગઈ હતી, આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આજુબાજુની કંપનીઓ પણ આગની ઝપેટમાં આવે તેવી શક્યતા હતી, જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી અને ફાયર વિભાગની ટીમ આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કરી દીધા. મોરબીમાં નવલખી ઓવરબ્રિજ પર લક્ઝુરિયસ કાર સળગી મોરબીમાં પણ આજે આગ લાગવાની ઘટના સામે આવી છે, મોરબીના નવલખી ઓવરબ્રિજ પર કારમાં અચાનક આગની ઘટના બની છે. રોડ પર જ BMW કાર અચાનક સળગી ઉઠી છે, જો કે સદનસીબે કારમાં સવાર મહેસાણાના પરિવારના ચારેય સદસ્યોનો આબાદ બચાવ થયો છે. મોરબી ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે. ત્યારે શોટ સર્કિટના કારણે ગાડીમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં વધુ એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાના સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં આવેલી શ્રીજી એગ કેમ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે અને સંપૂર્ણ ગોડાઉન આગમાં લપેટાઈ ગયું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે શ્રીજી એગ કેમ કંપની વિવિધ પ્રકારની પેસ્ટીસાઈડ અને જંતુનાશક દવા બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પેસ્ટીસાઈડ, જંતુનાશક દવા બનાવે છે કંપની
જો કે આગ કયા કારણસર લાગી છે તે અત્યાર સુધી જાણી શકાયું નથી પણ રાહતની વાત એ છે કે આગના પગલે કોઈ જાનહાની થઈ નથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હાલમાં આગની ઘટના બનતા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 3થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમ પ્રયત્ન કરી રહી છે.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, લોકોમાં ભયનો માહોલ
GIDC વિસ્તારમાં આગની ઘટના બનતા જ આસપાસમાં ભારે નાસભાગ મચી ગઈ હતી, આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આજુબાજુની કંપનીઓ પણ આગની ઝપેટમાં આવે તેવી શક્યતા હતી, જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી અને ફાયર વિભાગની ટીમ આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કરી દીધા.
મોરબીમાં નવલખી ઓવરબ્રિજ પર લક્ઝુરિયસ કાર સળગી
મોરબીમાં પણ આજે આગ લાગવાની ઘટના સામે આવી છે, મોરબીના નવલખી ઓવરબ્રિજ પર કારમાં અચાનક આગની ઘટના બની છે. રોડ પર જ BMW કાર અચાનક સળગી ઉઠી છે, જો કે સદનસીબે કારમાં સવાર મહેસાણાના પરિવારના ચારેય સદસ્યોનો આબાદ બચાવ થયો છે. મોરબી ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે. ત્યારે શોટ સર્કિટના કારણે ગાડીમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.