Rajkotની ગોપાલ નમકીનને મળી છે CGSTની રૂપિયા 13.50 કરોડની નોટીસ, inside Story
રાજકોટમાં ગોપાલ નમકીનમાં ગઈકાલે લાગેલી આગને લઇ તપાસ તેજ કરવામાં આવશે,આગ લાગવાનું તટસ્થ કારણ જાણવા ફાયર વિભાગની એક ટીમ પણ તપાસ કરશે સાથે સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ અને ફાયર સેફ્ટી સહિતના મુદ્દે તપાસ કરવામાં આવશે,મહત્વનું છે કે,આખી ફેક્ટરી આગની ઝપેટમાં કેવી રીતે આવી ગઈ તેને લઈ પણ તપાસ કરવામાં આવશે,સામાન્ય આગમાંથી આખી ફેક્ટરી આગની ઝપેટમાં આવી ગઈ હતી.ત્યારે ફાયર વિભાગને પણ ગણતરીના કલાકોમાં આગને કાબુમા લીધી હતી ફાયર સેફ્ટીના સાધનો હોવા છતા કાબૂમાં કેમ નહીં? મહત્વનું છે કે બપોરના દોઢ વાગ્યે લાગેલી આગની જાણ 2:36 વાગ્યે કેમ ફાયર વિભાગને કરવામાં આવે છે તેને લઈ પણ રહસ્ય અકબંધ છે,CGSTની નોટિસ બાદ લાગેલી આગથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે,ગોપાલ નમકીનને રૂપિયા 13.50 કરોડની મળી હતી નોટિસ.જ્યારે ફાયરબ્રિગ્રેડને ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરીને 18 ગાડીઓ સાથે 65થી વધુ ફાયર કર્મીઓ ઘટના સ્થળે પહોંચીને 3 લાખ લિટર પાણી અને 3,000 લિટર ફોર્મનો 8 બાજુથી મારો ચલાવીને દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં એક આધેડને સામાન્ય ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આગ લાગતાની સાથે 10 જેટલા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. રાજકોટના મેટોડામાં આવી છે કંપની મેટોડામાં ત્રણ વિશાળ પ્લોટમાં ગોપાલ નમકીનનું પ્રોડક્શન યુનિટ આવેલ છે અને ગાંઠિયા,ચીપ્સ વગેરેનું મોટાપાયે ઉત્પાદન થતું હોય અને તેમાં તેલ વપરાતું હોય આ જ્વલનશીલ પદાર્થનો મોટો સંગ્રહ પણ સ્વાભાવિક મનાય છે. આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી. ફાયરબ્રિગેડે જણાવ્યું કે આ સ્થળ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે તેથી ફાયર સેફ્ટી અંગે અમારા દ્વારા કોઈ તપાસ થઈ નથી. કંપનીને થયું મોટુ નુકસાન ગોપાલ નમકીનની ફેક્ટરની વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. તમામ કર્મચારીઓને બહાર કઢાયાનો દાવો કરવામાં આવ્યો હતો. ચાર કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોળા જોવા મળી રહ્યા હતા. રાજકોટ પોલીસ અને એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આજુબાજુની કંપનીઓ ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતુ. પહેલા જીઆઈડીસીનું ફાયર ફાઇટર આવી પહોંચ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં ગોપાલ નમકીનમાં ગઈકાલે લાગેલી આગને લઇ તપાસ તેજ કરવામાં આવશે,આગ લાગવાનું તટસ્થ કારણ જાણવા ફાયર વિભાગની એક ટીમ પણ તપાસ કરશે સાથે સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ અને ફાયર સેફ્ટી સહિતના મુદ્દે તપાસ કરવામાં આવશે,મહત્વનું છે કે,આખી ફેક્ટરી આગની ઝપેટમાં કેવી રીતે આવી ગઈ તેને લઈ પણ તપાસ કરવામાં આવશે,સામાન્ય આગમાંથી આખી ફેક્ટરી આગની ઝપેટમાં આવી ગઈ હતી.ત્યારે ફાયર વિભાગને પણ ગણતરીના કલાકોમાં આગને કાબુમા લીધી હતી
ફાયર સેફ્ટીના સાધનો હોવા છતા કાબૂમાં કેમ નહીં?
મહત્વનું છે કે બપોરના દોઢ વાગ્યે લાગેલી આગની જાણ 2:36 વાગ્યે કેમ ફાયર વિભાગને કરવામાં આવે છે તેને લઈ પણ રહસ્ય અકબંધ છે,CGSTની નોટિસ બાદ લાગેલી આગથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે,ગોપાલ નમકીનને રૂપિયા 13.50 કરોડની મળી હતી નોટિસ.જ્યારે ફાયરબ્રિગ્રેડને ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરીને 18 ગાડીઓ સાથે 65થી વધુ ફાયર કર્મીઓ ઘટના સ્થળે પહોંચીને 3 લાખ લિટર પાણી અને 3,000 લિટર ફોર્મનો 8 બાજુથી મારો ચલાવીને દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં એક આધેડને સામાન્ય ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આગ લાગતાની સાથે 10 જેટલા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા.
રાજકોટના મેટોડામાં આવી છે કંપની
મેટોડામાં ત્રણ વિશાળ પ્લોટમાં ગોપાલ નમકીનનું પ્રોડક્શન યુનિટ આવેલ છે અને ગાંઠિયા,ચીપ્સ વગેરેનું મોટાપાયે ઉત્પાદન થતું હોય અને તેમાં તેલ વપરાતું હોય આ જ્વલનશીલ પદાર્થનો મોટો સંગ્રહ પણ સ્વાભાવિક મનાય છે. આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી. ફાયરબ્રિગેડે જણાવ્યું કે આ સ્થળ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે તેથી ફાયર સેફ્ટી અંગે અમારા દ્વારા કોઈ તપાસ થઈ નથી.
કંપનીને થયું મોટુ નુકસાન
ગોપાલ નમકીનની ફેક્ટરની વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. તમામ કર્મચારીઓને બહાર કઢાયાનો દાવો કરવામાં આવ્યો હતો. ચાર કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોળા જોવા મળી રહ્યા હતા. રાજકોટ પોલીસ અને એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આજુબાજુની કંપનીઓ ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતુ. પહેલા જીઆઈડીસીનું ફાયર ફાઇટર આવી પહોંચ્યું હતું.