Ahmedabadમાં ડ્રગ્સના ઓવરડોસના કારણે 18 વર્ષીય યુવકે ગુમાવી જિંદગી, વાંચો Special Story
અમદાવાદમાં ડ્રગ્સના દૂષણે એક યુવકનો ભોગ લીધો છે,વટવાના પ્રિન્સ શર્માનું ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત થયું હોવાની વાત સામે આવી છે.18 વર્ષીય યુવક ડ્રગ્સના રવાડે ચઢી ગયો હતો અને મિત્રો પણ ડ્રગ્સ લેતા હોવાની વાત સામે આવી છે,ત્યારે ઈસનપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી છે અને પોલીસે એક યુવકને રાઉન્ડઅપ કર્યો છે. ઈસનપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ઈસનપુરમાં આવેલા એક ગાર્ડનમાં આ યુવાન ડ્રગ્સ લેતા લેતા ઢળી પડયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ,ત્યાંથી યુવકને એલજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે પણ ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.ફરજ પરના ડોકટરોને લાગ્યું કે યુવાન ડ્રગ્સનો બંધાણી હશે જેને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી,તો પોલીસે પણ મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. એક કમ્પાઉન્ડરની કરી અટકાયત આ સમગ્ર મામલે પોલીસે એક કમ્પાઉન્ડરની અટકાયત કરી છે અને આ કમ્પાઉન્ડર રોજના 200 યુવકોને આવી રીતે ઈંન્જેકશન આપતો હતો તેવી માહિતી સૂત્રો તરફથી મળી આવી છે,ત્યારે પોલીસ આ સમગ્ર કેસને લઈ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું,મિત્ર દ્વારા તેને ડ્ર્ગ્સના રવાડે ચઢાવ્યો હોવાની વાત સામે આવી છે.આખા કાંડનો સૂત્રધાર કમ્પાઉન્ડર હોવાની વાત છે,તો ડ્ર્ગ્સના કારણે મોત થયું હોવાની વાત પીએમ રીપોર્ટમાં પણ સામે આવી છે. Say No To Drugs અભિયાન હેઠળ નવી પહેલ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી પહેલ શરૂ કરી છે જેમાં પોલીસ દ્વારા જે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢયા છે તે લોકોને ડ્રગ્સની લતથી કેમ દૂર કરી શકાય તેને લઈ કાઉન્સિલિંગ કરવામાં આવશે સાથે સાથે માતા-પિતા કે કોઈ મિત્ર પોલીસને માહિતી આપશે કે તેમના બાળકોને આ ડ્ર્ગ્સના રવાડાથી દૂર કરવા છે તો પોલીસની ટીમ કાઉન્સિલિંગ કરશે અને ડ્રગ્સની લત છોડાવવામાં મદદ પણ કરશે,સુરતના વેસુ પોલીસ સ્ટેશન ખાતે બનાવામાં આ ઓફીસ બનાવવામાં આવી છે. ડ્રગ્સને લઈ પોલીસની સતર્કતા ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસ સતત સતર્ક છે અને તેને લઈ કામગીરી પણ કરી રહી છે ત્યારે પોલીસ દ્વારા જે પણ ડ્રગ્સ પેડલરો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને જેલ હવાલે કર્યા છે,અમદાવાદ અને સુરતમાં અત્યાર સુધી સૌથી વધારે ડ્રગ્સ ઝડપાયું છે અને તેને લઈ પોલીસે પણ અલગ-અલગ જગ્યાએ દરોડા પણ પાડયા હતા,ત્યારે ગુજરાતના યુવાનો ડ્રગ્સના રવાડે ના ચઢે તેને લઈ પોલીસ પણ કામગીરી કરી રહી છે,ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી સૌથી વધારે ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવતુ હોય છે. ગુજરાતમાં ક્યાંથી આવે છે ડ્રગ્સ ગુજરાતના કચ્છથી, પંજાબ બોર્ડર, નેપાળ અને મ્યામાંરના રસ્તેથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે. જેમાં દરિયાઈ માર્ગેથી દાણચોરીથી આવતું અફઘાન હેરોઈન પણ સામેલ છે. પંજાબ અને ગુજરાત સહિત અનેક માર્ગો દ્વારા ડ્રગ્સ ભારતમાં આવે છે, જેમાં કચ્છનો રસ્તો ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ડ્રગ્સના દૂષણે એક યુવકનો ભોગ લીધો છે,વટવાના પ્રિન્સ શર્માનું ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત થયું હોવાની વાત સામે આવી છે.18 વર્ષીય યુવક ડ્રગ્સના રવાડે ચઢી ગયો હતો અને મિત્રો પણ ડ્રગ્સ લેતા હોવાની વાત સામે આવી છે,ત્યારે ઈસનપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી છે અને પોલીસે એક યુવકને રાઉન્ડઅપ કર્યો છે.
ઈસનપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી
આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ઈસનપુરમાં આવેલા એક ગાર્ડનમાં આ યુવાન ડ્રગ્સ લેતા લેતા ઢળી પડયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ,ત્યાંથી યુવકને એલજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે પણ ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.ફરજ પરના ડોકટરોને લાગ્યું કે યુવાન ડ્રગ્સનો બંધાણી હશે જેને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી,તો પોલીસે પણ મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
એક કમ્પાઉન્ડરની કરી અટકાયત
આ સમગ્ર મામલે પોલીસે એક કમ્પાઉન્ડરની અટકાયત કરી છે અને આ કમ્પાઉન્ડર રોજના 200 યુવકોને આવી રીતે ઈંન્જેકશન આપતો હતો તેવી માહિતી સૂત્રો તરફથી મળી આવી છે,ત્યારે પોલીસ આ સમગ્ર કેસને લઈ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું,મિત્ર દ્વારા તેને ડ્ર્ગ્સના રવાડે ચઢાવ્યો હોવાની વાત સામે આવી છે.આખા કાંડનો સૂત્રધાર કમ્પાઉન્ડર હોવાની વાત છે,તો ડ્ર્ગ્સના કારણે મોત થયું હોવાની વાત પીએમ રીપોર્ટમાં પણ સામે આવી છે.
Say No To Drugs અભિયાન હેઠળ નવી પહેલ
સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી પહેલ શરૂ કરી છે જેમાં પોલીસ દ્વારા જે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢયા છે તે લોકોને ડ્રગ્સની લતથી કેમ દૂર કરી શકાય તેને લઈ કાઉન્સિલિંગ કરવામાં આવશે સાથે સાથે માતા-પિતા કે કોઈ મિત્ર પોલીસને માહિતી આપશે કે તેમના બાળકોને આ ડ્ર્ગ્સના રવાડાથી દૂર કરવા છે તો પોલીસની ટીમ કાઉન્સિલિંગ કરશે અને ડ્રગ્સની લત છોડાવવામાં મદદ પણ કરશે,સુરતના વેસુ પોલીસ સ્ટેશન ખાતે બનાવામાં આ ઓફીસ બનાવવામાં આવી છે.
ડ્રગ્સને લઈ પોલીસની સતર્કતા
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસ સતત સતર્ક છે અને તેને લઈ કામગીરી પણ કરી રહી છે ત્યારે પોલીસ દ્વારા જે પણ ડ્રગ્સ પેડલરો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને જેલ હવાલે કર્યા છે,અમદાવાદ અને સુરતમાં અત્યાર સુધી સૌથી વધારે ડ્રગ્સ ઝડપાયું છે અને તેને લઈ પોલીસે પણ અલગ-અલગ જગ્યાએ દરોડા પણ પાડયા હતા,ત્યારે ગુજરાતના યુવાનો ડ્રગ્સના રવાડે ના ચઢે તેને લઈ પોલીસ પણ કામગીરી કરી રહી છે,ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી સૌથી વધારે ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવતુ હોય છે.
ગુજરાતમાં ક્યાંથી આવે છે ડ્રગ્સ
ગુજરાતના કચ્છથી, પંજાબ બોર્ડર, નેપાળ અને મ્યામાંરના રસ્તેથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે. જેમાં દરિયાઈ માર્ગેથી દાણચોરીથી આવતું અફઘાન હેરોઈન પણ સામેલ છે. પંજાબ અને ગુજરાત સહિત અનેક માર્ગો દ્વારા ડ્રગ્સ ભારતમાં આવે છે, જેમાં કચ્છનો રસ્તો ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે.