Rajkot નાગરિક બેંકની સહકારી બેંકની ચૂંટણી જાહેર, 17 નવેમ્બરે યોજાશે મતદાન

વિવાદોની વચ્ચે રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી જાહેર થઈ ગઈ છે,જેમાં 17 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે,હાલ વિવાદ વચ્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે,જેમાં 21 ડિરેકટરો માટે આ ચૂંટણી યોજવામાં આવશે,અને 19 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.આવતીકાલથી ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવશે,9 નવેમ્બરે ફોર્મ ચકાસણી અને 11 નવેમ્બરે ફોર્મ પરત ખેંચાશે. રાજકોટ નાગરિક બેંકના 21 ડિરેક્ટર માટે ચૂંટણી રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં મામા ભાણિયાની લડાઈ ચરસસીમાએ પહોંચી છે.બેંકની ચૂંટણીમાં કોણ મેદાન મારે છે એતો આવનારો સમય બતાવશે,બેંકમાં 21 ડિરેક્ટરની ચૂંટણી માં બે મહિલા અનામત છે જેમાં એક અનુસૂચિત જાતિ બેઠક જાહેર કરવામાં આવી છે,બેંક ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેકટરની નિમણૂંક કરવામાં આવી છે,મદદનીશ અધિકારી તરીકે રજીસ્ટારની નિમણૂંક કરવામાં આવી છે. કૌંભાડને લઈ વિવાદ વધ્યો દેશની અગ્રણી અને સીતેર વર્ષ જૂની રાજકોટ નાગરિક સહકારી બેંકના તમામ 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ 4 નવેમ્બરથી ભરવાના છે. બેંકના ત્રણ લાખ સાડત્રીસ હજાર સભાસદોના પ્રતિનિધિઓ તરીકે 337 ડેલિકેટ્સ એટલે કે મતદારોની યાદી ગયા સપ્તાહે જાહેર થયેલ જેની સામે વાંધા અરજીઓ આવતા ઉપરોક્ત ડેલિગેટ ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યા હતા. બેંકની મુંબઈની કાલબાદેવી બ્રાન્ચ તેમજ જૂનાગઢ બ્રાન્ચમાં શ્રેણીબદ્ધ લોન ખાતાઓના કૌભાંડો બહાર આવ્યા છે. અન્ય બ્રાન્ચોમાં પણ કરોડોની લોનો અંગે ભારે કુશંકાઓ છે. નાગરિક બેંકમાં 4-5 લોકોની ટોળકીએ કબજો જમાવી દીધેલ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાગરિક બેંકને ચોક્કસ અલ્ટીમેટમ આપી દીધેલ છે. થાપણદારો સભાસદો, ગ્રાહકો, કર્મચારીઓ તેમજ શુભચિંતકો વિગેરેનો મળીને દસ લાખ ઉપરનો પરિવાર ધરાવતી તેમજ દશ હજાર કરોડથી વધુનો બિઝનેસ ધરાવતી રાજકોટ નાગરિક બેંક છેલ્લા કેટલાક સમયથી કાયદાઓ અને નિયમોનો ભંગ કરતી હોવાથી સહકારી ક્ષેત્ર તેમજ બેન્કિંગ જગત હત-પ્રજ્ઞ છે. વિના સંસ્કાર નહીં સહકાર બૌદ્ધિક ઉપદેશો આપનારા ચહેરાઓના નકાબ એક પછી એક ઉતરી રહેલ છે અને કુ-સંસ્કારો જગજાહેર થતા જાય છે. જે વિચારધારા સાથે આ બેંકનું નામ સંકળાયેલ છે.  

Rajkot નાગરિક બેંકની સહકારી બેંકની ચૂંટણી જાહેર, 17 નવેમ્બરે યોજાશે મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિવાદોની વચ્ચે રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી જાહેર થઈ ગઈ છે,જેમાં 17 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે,હાલ વિવાદ વચ્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે,જેમાં 21 ડિરેકટરો માટે આ ચૂંટણી યોજવામાં આવશે,અને 19 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.આવતીકાલથી ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવશે,9 નવેમ્બરે ફોર્મ ચકાસણી અને 11 નવેમ્બરે ફોર્મ પરત ખેંચાશે.

રાજકોટ નાગરિક બેંકના 21 ડિરેક્ટર માટે ચૂંટણી

રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં મામા ભાણિયાની લડાઈ ચરસસીમાએ પહોંચી છે.બેંકની ચૂંટણીમાં કોણ મેદાન મારે છે એતો આવનારો સમય બતાવશે,બેંકમાં 21 ડિરેક્ટરની ચૂંટણી માં બે મહિલા અનામત છે જેમાં એક અનુસૂચિત જાતિ બેઠક જાહેર કરવામાં આવી છે,બેંક ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેકટરની નિમણૂંક કરવામાં આવી છે,મદદનીશ અધિકારી તરીકે રજીસ્ટારની નિમણૂંક કરવામાં આવી છે.

કૌંભાડને લઈ વિવાદ વધ્યો

દેશની અગ્રણી અને સીતેર વર્ષ જૂની રાજકોટ નાગરિક સહકારી બેંકના તમામ 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ 4 નવેમ્બરથી ભરવાના છે. બેંકના ત્રણ લાખ સાડત્રીસ હજાર સભાસદોના પ્રતિનિધિઓ તરીકે 337 ડેલિકેટ્સ એટલે કે મતદારોની યાદી ગયા સપ્તાહે જાહેર થયેલ જેની સામે વાંધા અરજીઓ આવતા ઉપરોક્ત ડેલિગેટ ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યા હતા. બેંકની મુંબઈની કાલબાદેવી બ્રાન્ચ તેમજ જૂનાગઢ બ્રાન્ચમાં શ્રેણીબદ્ધ લોન ખાતાઓના કૌભાંડો બહાર આવ્યા છે. અન્ય બ્રાન્ચોમાં પણ કરોડોની લોનો અંગે ભારે કુશંકાઓ છે.

નાગરિક બેંકમાં 4-5 લોકોની ટોળકીએ કબજો જમાવી દીધેલ છે

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાગરિક બેંકને ચોક્કસ અલ્ટીમેટમ આપી દીધેલ છે. થાપણદારો સભાસદો, ગ્રાહકો, કર્મચારીઓ તેમજ શુભચિંતકો વિગેરેનો મળીને દસ લાખ ઉપરનો પરિવાર ધરાવતી તેમજ દશ હજાર કરોડથી વધુનો બિઝનેસ ધરાવતી રાજકોટ નાગરિક બેંક છેલ્લા કેટલાક સમયથી કાયદાઓ અને નિયમોનો ભંગ કરતી હોવાથી સહકારી ક્ષેત્ર તેમજ બેન્કિંગ જગત હત-પ્રજ્ઞ છે. વિના સંસ્કાર નહીં સહકાર બૌદ્ધિક ઉપદેશો આપનારા ચહેરાઓના નકાબ એક પછી એક ઉતરી રહેલ છે અને કુ-સંસ્કારો જગજાહેર થતા જાય છે. જે વિચારધારા સાથે આ બેંકનું નામ સંકળાયેલ છે.