Gandhidham: શરણાર્થી વસાહતથી લઈ સમૃદ્ધ શહેરની સફર એટલે ગાંધીધામ, જાણો ઈતિહાસ

દેશના વિભાજન પછી વિસ્થાપિત સિંધી હિંદુઓના પુનર્વસન માટે વર્ષ 1950માં સ્થપાયેલી શરણાર્થી વસાહત લઈને સમૃદ્ધ આર્થિક અને સાંસ્કૃતિક હબ સુધીની નોંધપાત્ર સફરને પ્રતિબિંબિત કરતાં ગાંધીધામ-આદિપુર શહેર ગુજરાતના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યાપારી કેન્દ્રોમાંના એક તરીકે વિકસિત થયા છે, જે વ્યૂહાત્મક રીતે કંડલા પોર્ટની નજીક હોવાથી ઉદ્યોગ સાહસિકતાની ભાવના માટે પણ જાણીતા બન્યા છે. 12 ફેબ્રુઆરીએ ગાંધીધામનો 75મો સ્થાપના દિવસ છે.પ્રતિકૂળતાને તકમાં પરિવર્તિત કરવાનું ઉત્તમ ઉદાહરણ ગાંધીધામ શરૂઆતમાં સરદારગંજ તરીકે ઓળખાતું હતું. 1950ના દાયકાની શરૂઆતમાં ભારતના ભાગલા પછી સિંધ, પાકિસ્તાનના સિંધી હિંદુ શરણાર્થીઓના પુનર્વસન માટે બનાવવામાં આવ્યું હતું. બાદમાં, મહાત્મા ગાંધીના નામ પરથી તેનું નામ ગાંધીધામ રાખવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ભારતના વિભાજન પછી તરત જ 1947માં પાકિસ્તાનના સિંધમાંથી સિંધી હિંદુ શરણાર્થીઓનાં મોટા જૂથે ભારતમાં સ્થળાંતર કરતાં કચ્છના તત્કાલીન મહારાજા વિજયરાજજીએ ભાઈ પ્રતાપને 15,000 એકર જમીન દાનમાં આપી હતી, જેમણે સિંધમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરીને આવેલા સિંધી હિન્દુઓના પુનર્વસન માટે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિ. (જીઇઝ્ર)ની સ્થાપના કરી હતી. તે સમયે ઉજ્જડ જમીન હતી પરંતુ ટૂંક સમયમાં જ એક સુઆયોજિત ટાઉનશિપ બનાવીને ભાઈ પ્રતાપે હજારો વિસ્થાપિત પરિવારોને ઘરો, આજીવિકા અને સમુદાયની ભાવના પ્રદાન કરી હતી. શહેર તેના મજબૂત સિંધી વારસા સાથે વિકાસનીં દીવાદાંડી બની ગયું છે. જે પ્રતિકૂળતાને તકમાં પરિવર્તિત કરવાનું ઉત્તમ ઉદાહરણ પણ બન્યું છે. વર્ષોથી, ગાંધીધામે ન માત્ર તેના સાંસ્કૃતિક મૂળ જાળવી રાખ્યા, પરંતુ આધુનિકીકરણને પણ અપનાવ્યું છે, જે તેને શહેરી વિકાસ અને આર્થિક પ્રગતિ માટે મોડેલ સમાન છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે સમગ્ર દેશનું પ્રવેશદ્વાર ભારતના સૌથી મોટા કંડલા પોર્ટની લગોલગ ગાંધીધામ વેપાર, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક વિકાસના કેન્દ્ર તરીકે વિકસ્યું છે અને દેશમાં આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશદ્વારની ઓળખ મેળવી છે, પરિણામે લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ પ્રવૃત્તિઓ પણ સોળે કળાએ ખીલી છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન નેટવર્ક સાથે લોજિસ્ટિક્સ કંપનીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. તો બીજીતરફે, ટિમ્બર ઉદ્યોગ અને મીઠા ઉત્પાદને રોજગારી અને આર્થિક વૈવિધ્યકરણમાં ફળો આપતાં દેશભરમાંથી લોકો અહીં આવીને સ્થાયી થઈ રહ્યા છે. આ સંજોગોમાં ગાંધીધામ અને આસપાસમાં નવા રહેણાક સંકુલો, વ્યાપારી હબ આકાર પામતાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ તેજીનો તોખાર જોવા મળે છે. ગાંધીધામ પરથી ગાંધીનગરનો બોધપાઠ લેવાયો ભાઈપ્રતાપ દ્વારા ચંડીગઢની તર્જ પર ગાંધીધામની સ્થાપના કરવામાં આવી હતી. સુનિયોજિત પાણી, ગટર વ્યવસ્થા તેમજ સુદ્રઢ રોડ, રસ્તાનું માળખું વિકસાવવામાં આવતા આ નગર આદર્શ નગર તરીકે ગણના પામે છે, પરંતુ પાછળથી નગરપાલિકાના અણધડ વહીવટથી ચોમેર દબાણો ઉગી નીકળ્યાં છે. જેથી શહેરની શોભામાં ઝાંખપ લાગી ગઈ છે. ગાંધીધામમાં સેક્ટર વ્યવસ્થાને ધ્યાને રાખીને ગાંધીનગરમાં આ પ્રક્રિયા અમલી કરવામાં આવી હતી. છતાં હાલે ગાંધીનગરની સરખામણીએ ગાંધીધામ ઘણું પાછળ રહી ગયાનો સૂર ઊઠી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. ઔદ્યોગિક વસાહતોએ મિની ભારતના દર્શન કરાવ્યા પચરંગી સંકુલમાં દેશનું સૌથી મોટું બંદર કંડલા, એશિયાનું પ્રથમ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એશિયાનો સૌથી મોટો ટિમ્બર ઉદ્યોગ તથા ઇફ્કો સહિતના નાના - મોટા ઔદ્યોગિક એકમોના આગમનથી દેશના મોટાભાગના રાજ્યોમાંથી લોકો ધંધાર્થે અહી આવીને સ્થાયી થયા છે. જેને લીધે ગાંધીધામ પચરંગી જ્ઞાતિ સમૂહ ધરાવતો વિસ્તાર બની ગયો છે. આ શહેરમાં ઓનમ, લોહરી, દિવાળી, ક્રિસમસ, ગણેશ ઉત્સવ તેમજ ગુજરાતી તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. નગરપાલિકા અને મહાનગરપાલિકાની ભૌગોલિક સ્થિતિ ગાંધીધામ નગરપાલિકામાં અગાઉ બે શહેરોનો સમાવેશ થતો હતો, જેમાં અંદાજિત ૫૦થી ૫૫ કિ.મી. વિસ્તાર આવરી લેવાયો હતો. જ્યારે મહાનગરપાલિકાના અમલીકરણ બાદ કિડાણા, શિણાય, ગળપાદર, અંતરજાળ, મેઘપર બોરીચી, કુંભારડી સહિતના વિસ્તારોનો સમાવેશ કરાયો હતો, જેથી વર્તમાનમાં અંદાજિત 100 કિલોમીટર સુધી વિસ્તાર વિસ્તર્યો હોવાનું જાણકારો કહી રહ્યા છે, પરંતુ બંને શહેરની વાત કરવામાં આવે તો માત્ર ત્રણસો કિ.મી. ના તો રસ્તા છે, ત્યારે મહાપાલિકામાં સીમાંકન થયા બાદ કયા કયા સ્થળોને આવરી લેવામાં આવે છે. ત્યારબાદ જ ચોક્કસ વિસ્તાર આંકી શકાય તેમ છે. ગાંધી સમાધીનો પ્રવાસન ધામમાં સમાવેશ છતાં ઉપેક્ષા દેશમાં માત્ર બે સ્થળોએ જ ગાંધીજીની અસ્થિઓ રાખવામાં આવી છે, જેમાં દિલ્હી બાદ આદિપુર ખાતે ભાઈ પ્રતાપ દ્વારા ગાંધીજીની અસ્થિઓ રાખવામાં આવી હતી. ત્યારબાદ આ સ્થળને ગાંધી સમાધિ તરીકે વિકસાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલાં ગાંધી સમાધિને પ્રવાસન ધામમાં સમાવેશ કરાયો હતો, પરંતુ આ સ્થળની ઉપેક્ષા કરાતી હોય તેમ યોગ્ય જાળવણી થતી નથી અને યોગ્ય પ્રચાર પ્રસારના અભાવે પ્રવાસીઓમાં ગાંધી સમાધિ પ્રત્યે જોઈએ એટલો પ્રભાવ જોવા મળતો નથી. ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખુદ આપદામાં મુકાયું કચ્છ જિલ્લામાં આગ કે અન્ય કોઇ અકસ્માતના બનાવો પર ત્વરિત અંકુશ લગાડી શકાય તેવા ઉમદા હેતુથી ગાંધીધામમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું હતું તેમજ આધુનિક મશીનરી, ફયર ફઇટર સહિતની સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, પરંતુ કર્મચારીઓની નિમણૂક તેમજ પગાર ધોરણને લીધે આ સેન્ટર ખસ્તા હાલતમાં મુકાઇ ગયું છે. મોટાભાગની સામગ્રી ધૂળ ખાઈ રહી છે. આગની ઘટનાઓમાં ડીપીએ, કાસેઝ, કંડલા ટિમ્બરના અગ્નિશામક દળને દોડાવવાની ફ્રજ પડે છે. પરિણામે આ સેન્ટરને પુનઃ કાર્યરત કરવાની માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. વિકાસની સાથે બે અલગ અલગ શહેર એક થઈ ગયા ભાઈ પ્રતાપ દ્વારા સૌ પ્રથમ સરદાર ગંજ અને આદિપુર શહેરની સ્થાપના કરવામાં આવી હતી. પાછળથી સરદાર ગંજને ગાંધીધામ નામ આપવામાં આવ્યું હતું. તેમ છતાં આ બંને નગરની રોનક અતૂટ રહી હતી. સમયાંતરે

Gandhidham: શરણાર્થી વસાહતથી લઈ સમૃદ્ધ શહેરની સફર એટલે ગાંધીધામ, જાણો ઈતિહાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશના વિભાજન પછી વિસ્થાપિત સિંધી હિંદુઓના પુનર્વસન માટે વર્ષ 1950માં સ્થપાયેલી શરણાર્થી વસાહત લઈને સમૃદ્ધ આર્થિક અને સાંસ્કૃતિક હબ સુધીની નોંધપાત્ર સફરને પ્રતિબિંબિત કરતાં ગાંધીધામ-આદિપુર શહેર ગુજરાતના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યાપારી કેન્દ્રોમાંના એક તરીકે વિકસિત થયા છે, જે વ્યૂહાત્મક રીતે કંડલા પોર્ટની નજીક હોવાથી ઉદ્યોગ સાહસિકતાની ભાવના માટે પણ જાણીતા બન્યા છે. 12 ફેબ્રુઆરીએ ગાંધીધામનો 75મો સ્થાપના દિવસ છે.

પ્રતિકૂળતાને તકમાં પરિવર્તિત કરવાનું ઉત્તમ ઉદાહરણ

ગાંધીધામ શરૂઆતમાં સરદારગંજ તરીકે ઓળખાતું હતું. 1950ના દાયકાની શરૂઆતમાં ભારતના ભાગલા પછી સિંધ, પાકિસ્તાનના સિંધી હિંદુ શરણાર્થીઓના પુનર્વસન માટે બનાવવામાં આવ્યું હતું. બાદમાં, મહાત્મા ગાંધીના નામ પરથી તેનું નામ ગાંધીધામ રાખવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ભારતના વિભાજન પછી તરત જ 1947માં પાકિસ્તાનના સિંધમાંથી સિંધી હિંદુ શરણાર્થીઓનાં મોટા જૂથે ભારતમાં સ્થળાંતર કરતાં કચ્છના તત્કાલીન મહારાજા વિજયરાજજીએ ભાઈ પ્રતાપને 15,000 એકર જમીન દાનમાં આપી હતી, જેમણે સિંધમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરીને આવેલા સિંધી હિન્દુઓના પુનર્વસન માટે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિ. (જીઇઝ્ર)ની સ્થાપના કરી હતી. તે સમયે ઉજ્જડ જમીન હતી પરંતુ ટૂંક સમયમાં જ એક સુઆયોજિત ટાઉનશિપ બનાવીને ભાઈ પ્રતાપે હજારો વિસ્થાપિત પરિવારોને ઘરો, આજીવિકા અને સમુદાયની ભાવના પ્રદાન કરી હતી. શહેર તેના મજબૂત સિંધી વારસા સાથે વિકાસનીં દીવાદાંડી બની ગયું છે. જે પ્રતિકૂળતાને તકમાં પરિવર્તિત કરવાનું ઉત્તમ ઉદાહરણ પણ બન્યું છે. વર્ષોથી, ગાંધીધામે ન માત્ર તેના સાંસ્કૃતિક મૂળ જાળવી રાખ્યા, પરંતુ આધુનિકીકરણને પણ અપનાવ્યું છે, જે તેને શહેરી વિકાસ અને આર્થિક પ્રગતિ માટે મોડેલ સમાન છે.

આંતરરાષ્ટ્રીય વેપાર માટે સમગ્ર દેશનું પ્રવેશદ્વાર

ભારતના સૌથી મોટા કંડલા પોર્ટની લગોલગ ગાંધીધામ વેપાર, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક વિકાસના કેન્દ્ર તરીકે વિકસ્યું છે અને દેશમાં આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશદ્વારની ઓળખ મેળવી છે, પરિણામે લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ પ્રવૃત્તિઓ પણ સોળે કળાએ ખીલી છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન નેટવર્ક સાથે લોજિસ્ટિક્સ કંપનીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. તો બીજીતરફે, ટિમ્બર ઉદ્યોગ અને મીઠા ઉત્પાદને રોજગારી અને આર્થિક વૈવિધ્યકરણમાં ફળો આપતાં દેશભરમાંથી લોકો અહીં આવીને સ્થાયી થઈ રહ્યા છે. આ સંજોગોમાં ગાંધીધામ અને આસપાસમાં નવા રહેણાક સંકુલો, વ્યાપારી હબ આકાર પામતાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ તેજીનો તોખાર જોવા મળે છે.

ગાંધીધામ પરથી ગાંધીનગરનો બોધપાઠ લેવાયો

ભાઈપ્રતાપ દ્વારા ચંડીગઢની તર્જ પર ગાંધીધામની સ્થાપના કરવામાં આવી હતી. સુનિયોજિત પાણી, ગટર વ્યવસ્થા તેમજ સુદ્રઢ રોડ, રસ્તાનું માળખું વિકસાવવામાં આવતા આ નગર આદર્શ નગર તરીકે ગણના પામે છે, પરંતુ પાછળથી નગરપાલિકાના અણધડ વહીવટથી ચોમેર દબાણો ઉગી નીકળ્યાં છે. જેથી શહેરની શોભામાં ઝાંખપ લાગી ગઈ છે. ગાંધીધામમાં સેક્ટર વ્યવસ્થાને ધ્યાને રાખીને ગાંધીનગરમાં આ પ્રક્રિયા અમલી કરવામાં આવી હતી. છતાં હાલે ગાંધીનગરની સરખામણીએ ગાંધીધામ ઘણું પાછળ રહી ગયાનો સૂર ઊઠી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે.

ઔદ્યોગિક વસાહતોએ મિની ભારતના દર્શન કરાવ્યા

પચરંગી સંકુલમાં દેશનું સૌથી મોટું બંદર કંડલા, એશિયાનું પ્રથમ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એશિયાનો સૌથી મોટો ટિમ્બર ઉદ્યોગ તથા ઇફ્કો સહિતના નાના - મોટા ઔદ્યોગિક એકમોના આગમનથી દેશના મોટાભાગના રાજ્યોમાંથી લોકો ધંધાર્થે અહી આવીને સ્થાયી થયા છે. જેને લીધે ગાંધીધામ પચરંગી જ્ઞાતિ સમૂહ ધરાવતો વિસ્તાર બની ગયો છે. આ શહેરમાં ઓનમ, લોહરી, દિવાળી, ક્રિસમસ, ગણેશ ઉત્સવ તેમજ ગુજરાતી તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.

નગરપાલિકા અને મહાનગરપાલિકાની ભૌગોલિક સ્થિતિ

ગાંધીધામ નગરપાલિકામાં અગાઉ બે શહેરોનો સમાવેશ થતો હતો, જેમાં અંદાજિત ૫૦થી ૫૫ કિ.મી. વિસ્તાર આવરી લેવાયો હતો. જ્યારે મહાનગરપાલિકાના અમલીકરણ બાદ કિડાણા, શિણાય, ગળપાદર, અંતરજાળ, મેઘપર બોરીચી, કુંભારડી સહિતના વિસ્તારોનો સમાવેશ કરાયો હતો, જેથી વર્તમાનમાં અંદાજિત 100 કિલોમીટર સુધી વિસ્તાર વિસ્તર્યો હોવાનું જાણકારો કહી રહ્યા છે, પરંતુ બંને શહેરની વાત કરવામાં આવે તો માત્ર ત્રણસો કિ.મી. ના તો રસ્તા છે, ત્યારે મહાપાલિકામાં સીમાંકન થયા બાદ કયા કયા સ્થળોને આવરી લેવામાં આવે છે. ત્યારબાદ જ ચોક્કસ વિસ્તાર આંકી શકાય તેમ છે.

ગાંધી સમાધીનો પ્રવાસન ધામમાં સમાવેશ છતાં ઉપેક્ષા

દેશમાં માત્ર બે સ્થળોએ જ ગાંધીજીની અસ્થિઓ રાખવામાં આવી છે, જેમાં દિલ્હી બાદ આદિપુર ખાતે ભાઈ પ્રતાપ દ્વારા ગાંધીજીની અસ્થિઓ રાખવામાં આવી હતી. ત્યારબાદ આ સ્થળને ગાંધી સમાધિ તરીકે વિકસાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલાં ગાંધી સમાધિને પ્રવાસન ધામમાં સમાવેશ કરાયો હતો, પરંતુ આ સ્થળની ઉપેક્ષા કરાતી હોય તેમ યોગ્ય જાળવણી થતી નથી અને યોગ્ય પ્રચાર પ્રસારના અભાવે પ્રવાસીઓમાં ગાંધી સમાધિ પ્રત્યે જોઈએ એટલો પ્રભાવ જોવા મળતો નથી.

ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખુદ આપદામાં મુકાયું

કચ્છ જિલ્લામાં આગ કે અન્ય કોઇ અકસ્માતના બનાવો પર ત્વરિત અંકુશ લગાડી શકાય તેવા ઉમદા હેતુથી ગાંધીધામમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું હતું તેમજ આધુનિક મશીનરી, ફયર ફઇટર સહિતની સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, પરંતુ કર્મચારીઓની નિમણૂક તેમજ પગાર ધોરણને લીધે આ સેન્ટર ખસ્તા હાલતમાં મુકાઇ ગયું છે. મોટાભાગની સામગ્રી ધૂળ ખાઈ રહી છે. આગની ઘટનાઓમાં ડીપીએ, કાસેઝ, કંડલા ટિમ્બરના અગ્નિશામક દળને દોડાવવાની ફ્રજ પડે છે. પરિણામે આ સેન્ટરને પુનઃ કાર્યરત કરવાની માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

વિકાસની સાથે બે અલગ અલગ શહેર એક થઈ ગયા

ભાઈ પ્રતાપ દ્વારા સૌ પ્રથમ સરદાર ગંજ અને આદિપુર શહેરની સ્થાપના કરવામાં આવી હતી. પાછળથી સરદાર ગંજને ગાંધીધામ નામ આપવામાં આવ્યું હતું. તેમ છતાં આ બંને નગરની રોનક અતૂટ રહી હતી. સમયાંતરે ઔદ્યોગિક પરિવર્તન અને જ્ઞાતિ સમૂહના આગમનથી ધીમેધીમે આ બંને શહેરો એક થઈ ગયા છે. આદિપુરમાં શૈક્ષણિક સંસ્થાઓ, જ્યારે ગાંધીધામમાં ઉદ્યોગોના લીધે મોટાભાગે જોડિયા શહેર તરીકે ઓળખાતા આ નગર હવે એકમેકથી જોડાઈ ગયા છે.

લાખો લોકોને રોજગારી પ્રદાન કરતું સંકુલ

ગાંધીધામમાં કાસેઝ, કંડલા બંદર, ટિમ્બર, મીઠું તેમજ અન્ય નાના મોટા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જેમાં એક અંદાજ મુજબ પાંચથી સાત લાખ લોકોને રોજગારી મેળવી રહ્યા છે. એકલા ટિમ્બર ઉદ્યોગ સાથે અંદાજિત એક લાખ લોકો સંકળાયેલા છે. એવી જ રીતે કાસેઝમાં બે વિભાગ પાડવામાં આવ્યા છે, જેમાં કાપડ, દવા, ઘર વપરાશની ચીજવસ્તુઓ, અંતર, ગરમ મસાલા, પાન મસાલા સહિતના એકમોમાં લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે. સાથે સાથે કંડલા પોર્ટ તથા ઓઇલ કંપનીઓમાં પણ હજારો લોકો કાર્યરત છે.

ટ્રાફ્કિની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની જરૂર

ગાંધીધામ, આદિપુરમાં જનસંખ્યાની સાથે વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એક પરિવારમાં બેથી વધુ વાહનોને સ્થાન લઈ લીધા છે તેમજ આડેધડ દબાણથી રસ્તા સાંકડા બની રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલાં ડૉ. બી. આર. આંબેડકર સર્કલ પર ઓવરબ્રિજનું નિર્માણ કરીને ટ્રાફ્કિ સમસ્યા હળવી કરવાનો પ્રયાસ કરાયો છે. ત્યારે મુખ્ય બજારમાં તેમજ આદિપુરમાં 80 બજાર, 64 બજારમાં ભારે ભીડને કારણે ટ્રાફ્કિ જામ રહે છે, જેથી આ મુદ્દે ગંભીરતા દાખવવી જરૂરી બની ગઈ છે.