Khedaમાં કોરોના સમયથી બંધ ટ્રેનને ફરી શરૂ કરવા મુસાફરોએ કરી ઉગ્ર માગ

કોરોનાકાળથી એટલે કે 4વર્ષથી બંધ નડિયાદ, કપડવંજ, મોડાસા ટ્રેન ફરી એકવાર શરૂ કરવા માટે લોકોની માગ ઉઠી છે,કોરોના કાળથી બંધ થયેલી આ ટ્રેન હજી શરૂ ના કરતા સ્થાનિકો અકળાયા છે,ત્યારે સ્થાનિકોએ એવો આક્ષેપ કર્યો છે કે,ટ્રેન હોય તો અકસ્માત થતા નથી અને એક ગામથી બીજા ગામ ટુ વ્હીલર લઈને જઈએ છીએ ત્યારે અકસ્માતનું પ્રમાણ વધી જાય છે.ત્યારે આજે સ્થાનિકોએ ભેગા મળીને મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી.ટ્રેન કરાઈ હતી બંધ નડિયાદ-કપડવંજ-મોડાસા બ્રોડગેજ રેલવે લાઈન વર્ષ-૨૦૦૨માં નેરોગેજમાંથી પરિવર્તિત કરી શરુ કરવામાં આવી હતી.104.84 કિ.મી.લાંબી આ રેલ્વે લાઈન પર નડિયાદ- કપડવંજ - મોડાસા લાઈન વચ્ચે આઠ જેટલા સ્ટોપેજ આપવામાં આવેલા છે. ઘણા વર્ષથી નડિયાદ - કપડવંજ - મોડાસા વચ્ચે પેસેન્જર ટ્રેન દોડતી હતી. તે સમયે વિવિધ સ્ટોપેજ પરથી મોટી સંખ્યામાં મુસાફરીનો લાભ સૌ લેતા હતા. પરંતુ માર્ચ -2020થી કોરોનાના રોગચાળાને કારણે સંક્રમણ ન ફેલાય તે માટે આ ટ્રેન બંધ કરવામાં આવી હતી. મેમુ ટ્રેન પરંતુ હવે જયારે જિલ્લામાં તેમજ ગુજરાતમાં અન્ય મેમુ ટ્રેનો શરૂ થઈ છે તેમ આ ગાડી પુનઃ શરુ કરવા માટેની મુસાફરોની માંગણી પ્રબળ બની છે .આ ટ્રેક ઉપર કુલ -૮ સ્ટેશનો ઉપર સ્ટોપેજ આપવામાં આવેલા છે. જેમાં નડિયાદથી, મહુધા , મીનાવાડા રોડ , ભાનેર , કઠલાલ , કપડવંજ , વડાલી , કાશીપુરા , બાયડ અને મોડાસાનો સમાવેશ થાય છે.ગુજરાત રાજયમાં આવી ઘણી મેમુ ટ્રેનો શરૂ થઈ છે.જેમાં ખંભાત - આણંદ , આણંદ - ગોધરા , અમદાવાદ - હિંમતનગરનો સમાવેશ થાય છે. મુસાફરોમાં ભારે રોષ તો નડિયાદ- કપડવંજ - મોડાસા ટ્રેન પુનઃ શરૂ કરવામાં વિલંબ કેમ કરવામાં આવે છે?? તે સમજાતું નથી. જયારે વડોદરા ડિવિઝનમાં નડિયાદ બ્રાંચ લાઈનમાં ગુડ્ઝની સૌથી વધુ આવક કરતી લાઈન છે. હાલ ત્રિપલ એન્જિનની સરકાર હોવા છતાં પણ નડિયાદ-કપડવંજ- મોડાસા-રેલવે ચાલુ થતી નથી. તેથી વહેલીતકે આ ગાડી પુનઃ શરૂ કરવામાં આવે તેવી લોક લાગણી પ્રવર્તી છે. મળતી માહિતી પ્રમાણે નડિયાદ કપડવંજ મોડાસા બ્રોડગેજ રેલવે પર ઈલેક્ટ્રીક લાઈન પણ નંખાઈ ચૂકી છે જેનુ ટ્રાયલ પણ લેવાઈ ગયું છે છતા પણ હજુ આ ટ્રેન શરૂ થઈ નથી.  

Khedaમાં કોરોના સમયથી બંધ ટ્રેનને ફરી શરૂ કરવા મુસાફરોએ કરી ઉગ્ર માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કોરોનાકાળથી એટલે કે 4વર્ષથી બંધ નડિયાદ, કપડવંજ, મોડાસા ટ્રેન ફરી એકવાર શરૂ કરવા માટે લોકોની માગ ઉઠી છે,કોરોના કાળથી બંધ થયેલી આ ટ્રેન હજી શરૂ ના કરતા સ્થાનિકો અકળાયા છે,ત્યારે સ્થાનિકોએ એવો આક્ષેપ કર્યો છે કે,ટ્રેન હોય તો અકસ્માત થતા નથી અને એક ગામથી બીજા ગામ ટુ વ્હીલર લઈને જઈએ છીએ ત્યારે અકસ્માતનું પ્રમાણ વધી જાય છે.ત્યારે આજે સ્થાનિકોએ ભેગા મળીને મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી.

ટ્રેન કરાઈ હતી બંધ

નડિયાદ-કપડવંજ-મોડાસા બ્રોડગેજ રેલવે લાઈન વર્ષ-૨૦૦૨માં નેરોગેજમાંથી પરિવર્તિત કરી શરુ કરવામાં આવી હતી.104.84 કિ.મી.લાંબી આ રેલ્વે લાઈન પર નડિયાદ- કપડવંજ - મોડાસા લાઈન વચ્ચે આઠ જેટલા સ્ટોપેજ આપવામાં આવેલા છે. ઘણા વર્ષથી નડિયાદ - કપડવંજ - મોડાસા વચ્ચે પેસેન્જર ટ્રેન દોડતી હતી. તે સમયે વિવિધ સ્ટોપેજ પરથી મોટી સંખ્યામાં મુસાફરીનો લાભ સૌ લેતા હતા. પરંતુ માર્ચ -2020થી કોરોનાના રોગચાળાને કારણે સંક્રમણ ન ફેલાય તે માટે આ ટ્રેન બંધ કરવામાં આવી હતી.


મેમુ ટ્રેન

પરંતુ હવે જયારે જિલ્લામાં તેમજ ગુજરાતમાં અન્ય મેમુ ટ્રેનો શરૂ થઈ છે તેમ આ ગાડી પુનઃ શરુ કરવા માટેની મુસાફરોની માંગણી પ્રબળ બની છે .આ ટ્રેક ઉપર કુલ -૮ સ્ટેશનો ઉપર સ્ટોપેજ આપવામાં આવેલા છે. જેમાં નડિયાદથી, મહુધા , મીનાવાડા રોડ , ભાનેર , કઠલાલ , કપડવંજ , વડાલી , કાશીપુરા , બાયડ અને મોડાસાનો સમાવેશ થાય છે.ગુજરાત રાજયમાં આવી ઘણી મેમુ ટ્રેનો શરૂ થઈ છે.જેમાં ખંભાત - આણંદ , આણંદ - ગોધરા , અમદાવાદ - હિંમતનગરનો સમાવેશ થાય છે.

મુસાફરોમાં ભારે રોષ

તો નડિયાદ- કપડવંજ - મોડાસા ટ્રેન પુનઃ શરૂ કરવામાં વિલંબ કેમ કરવામાં આવે છે?? તે સમજાતું નથી. જયારે વડોદરા ડિવિઝનમાં નડિયાદ બ્રાંચ લાઈનમાં ગુડ્ઝની સૌથી વધુ આવક કરતી લાઈન છે. હાલ ત્રિપલ એન્જિનની સરકાર હોવા છતાં પણ નડિયાદ-કપડવંજ- મોડાસા-રેલવે ચાલુ થતી નથી. તેથી વહેલીતકે આ ગાડી પુનઃ શરૂ કરવામાં આવે તેવી લોક લાગણી પ્રવર્તી છે. મળતી માહિતી પ્રમાણે નડિયાદ કપડવંજ મોડાસા બ્રોડગેજ રેલવે પર ઈલેક્ટ્રીક લાઈન પણ નંખાઈ ચૂકી છે જેનુ ટ્રાયલ પણ લેવાઈ ગયું છે છતા પણ હજુ આ ટ્રેન શરૂ થઈ નથી.