Rajkot: આવ્યો દિવાળી તહેવાર...સમજી વિચારીને ફોડવા ફટાકડા, વાંચો જાહેર જનતા માટે ફરમાન

દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે દિવાળી અને નવા વર્ષના તહેવારની ખરીદી માટે બજારોમાં ભીડનો માહોલ છે. એવામાં રાજકોટ અધિક કલેક્ટર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. રાજકોટ અધિક જિલ્લા કલેકટરનું જાહેરનામુંસુપ્રીમ કોર્ટના આદેશને પગલે અધિક જિલ્લા કલેકટર નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દિવાળીના તહેવારમાં રાત્રિના 10 વાગ્યા પછી ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવામાં આવી છે. શાપર વેરાવળ મેટોડા જીઆઇડીસીના 500 મીટરની હદમાં દારૂખાના અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવામાં આવી છે. આ સાથે ચાઈનીઝ અને બલુન ન વેચવા આદેશ આપવામાં આવ્યા છે. જાહેર રસ્તા તેમજ ફૂટપાથ ઉપર ફટાકડા ન ફોડવા સૂચના આપવામાં આવી છે.રાત્રીનાં 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીંદિવાળીનાં તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષ્ણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશોના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને અગવડ ન પડે તે માટે સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેંચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ રાખવા રાજકોટ અધિક જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન મુજબ દિવાળીના અને અન્ય તહેવારો દરમ્યાન ફટાકડા ફોડવાના સમય દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. રાત્રીનાં 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં.

Rajkot: આવ્યો દિવાળી તહેવાર...સમજી વિચારીને ફોડવા ફટાકડા, વાંચો જાહેર જનતા માટે ફરમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે દિવાળી અને નવા વર્ષના તહેવારની ખરીદી માટે બજારોમાં ભીડનો માહોલ છે. એવામાં રાજકોટ અધિક કલેક્ટર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. 

રાજકોટ અધિક જિલ્લા કલેકટરનું જાહેરનામું

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અધિક જિલ્લા કલેકટર નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દિવાળીના તહેવારમાં રાત્રિના 10 વાગ્યા પછી ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવામાં આવી છે. શાપર વેરાવળ મેટોડા જીઆઇડીસીના 500 મીટરની હદમાં દારૂખાના અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવામાં આવી છે. આ સાથે ચાઈનીઝ અને બલુન ન વેચવા આદેશ આપવામાં આવ્યા છે. જાહેર રસ્તા તેમજ ફૂટપાથ ઉપર ફટાકડા ન ફોડવા સૂચના આપવામાં આવી છે.

રાત્રીનાં 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં

દિવાળીનાં તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષ્ણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશોના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને અગવડ ન પડે તે માટે સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેંચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ રાખવા રાજકોટ અધિક જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન મુજબ દિવાળીના અને અન્ય તહેવારો દરમ્યાન ફટાકડા ફોડવાના સમય દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. રાત્રીનાં 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં.