Gujarat Monsoon: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ, ખેડૂતોની દિવાળી બગડી
ગુજરાતમાં ગઇકાલે મંગળવારના રોજ 20 તાલુકામાં હળવાથી લઇને ભારે વરસાદ જોવા મળ્યો હતો. દિવાળી નજીક આવી રહી છે, તેમ છતાં વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે થઈને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. ખેતરમાં પાકેલો પાક પાણીમાં તણાઇ રહ્યો છે.રાજ્યમાં ગઇકાલે 22 ઓક્ટોબરના રોજ 20 તાલુકામાં હળવાથી લઇને ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વરસાદ ગીર સોમનાથના તાલાલામાં 18 મીમી, જૂનાગઢમાં 15 મીમી, જૂનાગઢ સીટીમાં 15 મીમી, જગડિયામાં 15 મીમી, નેત્રાણમાં 10 મીમી, પોરબંદરમાં 9 મીમી, માળીયા હાટીનામાં 8 મીમી, ભરૂચમાં 8 મીમી અને ધોલેરામાં 6 મીમી વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વરસાદથી રાહત મળશે. રાજ્યમાં આજથી 2થી 3 ડિગ્રી તાપમાન વધશે જેને લઇ ગરમીનું પ્રમાણ વધશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવણ રહેશે. ખેડૂતોને આજથી વરસાદથી રાહત મળશે. આજથી વરસાદની શક્યતા નહિવત રહેશે. રાજ્યમાં વરસાદથી રાહત, ગરમીનું પ્રમાણ વધશેવાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આજથી 2થી 3 ડિગ્રી તાપમાન વધશે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવણ રહેશે ખેડૂતોને આજથી વરસાદથી મળશે રાહત આજથી વરસાદની શક્યતા નહિવતવરસાદના કારણે ખેડૂતોના પાક ઉપર અસરવરસાદના કારણે ખેડૂતોના પાક ઉપર અસર થઈ છે, અઠવાડિયામાં ઉકળાટ કારણે જિલ્લામાં ત્રણ દિવસ સળંગ વરસાદ પડ્યો હતો, આ પાછળના વરસાદના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને વરસાદના કારણે કપાસના પાકમાં નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. માવઠાના કારણે પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો સરકાર પાસે માગણી કરી રહ્યા છે. કે આ અનરાધાર વરસામાં કપાસ,મગફળી સહિતના પાકો વરસાદમાં પલડી ગયા છે. અને સરકાર આ પાકના નુકસાનીનો સરવે કરીને સહાય પેકેજ આપે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ગઇકાલે મંગળવારના રોજ 20 તાલુકામાં હળવાથી લઇને ભારે વરસાદ જોવા મળ્યો હતો. દિવાળી નજીક આવી રહી છે, તેમ છતાં વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે થઈને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. ખેતરમાં પાકેલો પાક પાણીમાં તણાઇ રહ્યો છે.
રાજ્યમાં ગઇકાલે 22 ઓક્ટોબરના રોજ 20 તાલુકામાં હળવાથી લઇને ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વરસાદ ગીર સોમનાથના તાલાલામાં 18 મીમી, જૂનાગઢમાં 15 મીમી, જૂનાગઢ સીટીમાં 15 મીમી, જગડિયામાં 15 મીમી, નેત્રાણમાં 10 મીમી, પોરબંદરમાં 9 મીમી, માળીયા હાટીનામાં 8 મીમી, ભરૂચમાં 8 મીમી અને ધોલેરામાં 6 મીમી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વરસાદથી રાહત મળશે. રાજ્યમાં આજથી 2થી 3 ડિગ્રી તાપમાન વધશે જેને લઇ ગરમીનું પ્રમાણ વધશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવણ રહેશે. ખેડૂતોને આજથી વરસાદથી રાહત મળશે. આજથી વરસાદની શક્યતા નહિવત રહેશે.
- રાજ્યમાં વરસાદથી રાહત, ગરમીનું પ્રમાણ વધશે
- વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી
- રાજ્યમાં આજથી 2થી 3 ડિગ્રી તાપમાન વધશે
- દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવણ રહેશે
- ખેડૂતોને આજથી વરસાદથી મળશે રાહત
- આજથી વરસાદની શક્યતા નહિવત
વરસાદના કારણે ખેડૂતોના પાક ઉપર અસર
વરસાદના કારણે ખેડૂતોના પાક ઉપર અસર થઈ છે, અઠવાડિયામાં ઉકળાટ કારણે જિલ્લામાં ત્રણ દિવસ સળંગ વરસાદ પડ્યો હતો, આ પાછળના વરસાદના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને વરસાદના કારણે કપાસના પાકમાં નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. માવઠાના કારણે પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો સરકાર પાસે માગણી કરી રહ્યા છે. કે આ અનરાધાર વરસામાં કપાસ,મગફળી સહિતના પાકો વરસાદમાં પલડી ગયા છે. અને સરકાર આ પાકના નુકસાનીનો સરવે કરીને સહાય પેકેજ આપે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.