Saurashtraના ખેડૂતોની વ્હારે ધારાસભ્ય જયેશ રાદડીયા, પાક નુકસાનીનું વળતર ચૂકવવા લખ્યો પત્ર
ગુજરાતમાં નવરાત્રિ સમયે અને નવરાત્રિ બાદ વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.MLA જયેશ રાદડિયાએ CM અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે અને નુકસાની વળતર ચૂકવવા માંગ કરી છે,સૌથી વધારે નુકસાન સૌરાષ્ટ્રના ખેડૂતોને થયું છે.જેને લઈ ધારાસભ્ય જયેશ રાદડીયાએ સીએમ અને કૃષિંમંત્રીને પત્ર લખી વળતર ચૂકવવા માગ કરી છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા માંગ ધારાસભ્ય જયેશ રાદડીયા ખેડૂતોની વ્હારે આવ્યા છે.કમોસમી વરસાદથી પાકને મોટાપાયે નુકસાન થયું છે.મગફળી, કપાસ, સોયાબીન,તુવેર, તલ, મરચી જેવા પાકો સંપૂર્ણ નષ્ટ થયા છે જેના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે,સાથે સાથે તૈયાર થયેલા પાકમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે પાક નષ્ટ થયો છે,આ પાકની સહાય જલદીથી ચૂકવાય તેવી માગ કરાઈ છે.જયેશ રાદડિયા દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસતા ખેડૂતોના પાક અને જમીન ધોવાયા હતા. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર અતિવૃષ્ટિને લઈ રાહત પેકેજની જાહેરાત કરશે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે અને પાકની નુકસાનીમાં મદદ મળી રહે તે માટે પાકનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં અતિવૃષ્ટિ અને પૂરની સમસ્યાથી પીડિત એવા ખેડૂતોને સરકારની સહાયના નામે ફદિયું પણ મળી શક્યું નથી.પહેલા પણ 350 કરોડની સહાય ચૂકવાઈ 350 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી. અતિવૃષ્ટિથી જુલાઈ અંતમાં નુકસાન થયું હતું તેની ચૂકવણીનું કામ ચાલું છે. ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતીના પાકને અને ખેતીની જમીનના ધોવાણને નુકસાન થયું હતું તેના માટે સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સરકાર ટુંક સમયમાં સહાયની જાહેરાત કરશે. આ તમામ સર્વે કરીને ચૂકવણી કરવાની હોય છે. આવડા મોટા રાજ્યમાં સર્વેની કામગીરી કરવી એ વિકટ કામ છે. અઠવાડિયા સુધી વરસતા વરસાદમાં ખેતરોમાં પાણી ભરાયેલા હતા. એટલે સર્વે થોડો મોડો થયો છે. જેના પરિણામ હવે ટુંક સમયમાં આ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં નવરાત્રિ સમયે અને નવરાત્રિ બાદ વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.MLA જયેશ રાદડિયાએ CM અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે અને નુકસાની વળતર ચૂકવવા માંગ કરી છે,સૌથી વધારે નુકસાન સૌરાષ્ટ્રના ખેડૂતોને થયું છે.જેને લઈ ધારાસભ્ય જયેશ રાદડીયાએ સીએમ અને કૃષિંમંત્રીને પત્ર લખી વળતર ચૂકવવા માગ કરી છે.
સૌરાષ્ટ્રના ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા માંગ
ધારાસભ્ય જયેશ રાદડીયા ખેડૂતોની વ્હારે આવ્યા છે.કમોસમી વરસાદથી પાકને મોટાપાયે નુકસાન થયું છે.મગફળી, કપાસ, સોયાબીન,તુવેર, તલ, મરચી જેવા પાકો સંપૂર્ણ નષ્ટ થયા છે જેના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે,સાથે સાથે તૈયાર થયેલા પાકમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે પાક નષ્ટ થયો છે,આ પાકની સહાય જલદીથી ચૂકવાય તેવી માગ કરાઈ છે.
જયેશ રાદડિયા દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસતા ખેડૂતોના પાક અને જમીન ધોવાયા હતા. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર અતિવૃષ્ટિને લઈ રાહત પેકેજની જાહેરાત કરશે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે અને પાકની નુકસાનીમાં મદદ મળી રહે તે માટે પાકનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં અતિવૃષ્ટિ અને પૂરની સમસ્યાથી પીડિત એવા ખેડૂતોને સરકારની સહાયના નામે ફદિયું પણ મળી શક્યું નથી.
પહેલા પણ 350 કરોડની સહાય ચૂકવાઈ
350 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી. અતિવૃષ્ટિથી જુલાઈ અંતમાં નુકસાન થયું હતું તેની ચૂકવણીનું કામ ચાલું છે. ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતીના પાકને અને ખેતીની જમીનના ધોવાણને નુકસાન થયું હતું તેના માટે સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સરકાર ટુંક સમયમાં સહાયની જાહેરાત કરશે. આ તમામ સર્વે કરીને ચૂકવણી કરવાની હોય છે. આવડા મોટા રાજ્યમાં સર્વેની કામગીરી કરવી એ વિકટ કામ છે. અઠવાડિયા સુધી વરસતા વરસાદમાં ખેતરોમાં પાણી ભરાયેલા હતા. એટલે સર્વે થોડો મોડો થયો છે. જેના પરિણામ હવે ટુંક સમયમાં આ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે.