Suratના કામરેજના ભાદા ગામે બે શખ્સોએ હવામાં કર્યા 3 રાઉન્ડ ફાયરિંગ

સુરતના કામરેજના ભાદા ગામે દિલીપ ગાગાણી અને સંજય ગાગાણી નામના બે શખ્સોએ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની ઘટના સામે આવી છે.રસ્તા પર ઘાસચારો ઉતારવા બાબતે માથાકૂટ થઈ હતી અને તેમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે,રેતીની ટ્રક આવતી હોવાથી ઘાસચારો રોડ પર હતો અને તેને લઈ માથાકૂટ થઈ હતી. પોલીસે હાથધરી ઘટના કામરેજના ભાદા ગામે ફાયરિંગની ઘટના બનતા કામરેજ પોલીસ દોડતી થઈ હતી.રસ્તા પર ઘાસ ચારો ઉતારવાનો હોવાથી અને રેતીની ટ્રક આવવાની હોવાથી ઘાસચારો સાઈડ પર ઉતારવાનું કહેતા બબાલ થઈ હતી.રખેવાળે માલિકને બોલાવતા માલિકે આવીને હવામાં ફાયરિંગ કર્યુ હતુ.હાલ ફાયરિંગ કરનાર દિલીપ અને સંજય ગાગણી સુરત ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.આરોપીઓએ પોતાના સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હોવાની પોલીસને માહિતી આપી હતી,પોલીસે ફાયરિંગ કરનાર બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 20-09-2024ના રોજ સુરતમાં બની ફાયરિંગની ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં કાર ચાલકે કાર ઉભી રાખીને હવામાં ફાયરિંગ કર્યુ હતુ,સરથાણાના વ્રજ રેસિડેન્સીમાં આ ઘટના બની હતી જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો,આ સમગ્ર ઘટનામાં પોલીસે કારના નંબરના આધારે વધુ તપાસ કરી છે.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 21-09-2024ના કવાંટના પીપલદી ગામે ફાયરિંગમાં એકનું મોત છોટાઉદેપુરના કવાંટના પીપલદી ગામે હત્યાનો બનાવ બન્યો છે જેમાં ફાયરિંગ કરીને સાંસદના ભત્રીજાની હત્યા કરાઈ છે.ગામના બે શખ્સો સામે કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,શંકર રાઠવા અને અમલા રાઠવા દ્રારા ફયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ દ્રારા શંકર રાઠવાની અટકાયત કરીને પૂછપરછ હાથધરી છે,બીજી તરફ શંકર રાઠવા કે જે નિવૃત આર્મી મેન તરીકે ફરજ બજાવી ચૂકયા છે.હાલ પરિવારમાં શોકનો માહોલ છે અને આરોપીઓને લઈ ઝડપી કાર્યવાહી કરાય તેવી માંગ ગ્રામજનોની અને પરિવારના સભ્યોની છે.

Suratના કામરેજના ભાદા ગામે બે શખ્સોએ હવામાં કર્યા 3 રાઉન્ડ ફાયરિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના કામરેજના ભાદા ગામે દિલીપ ગાગાણી અને સંજય ગાગાણી નામના બે શખ્સોએ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની ઘટના સામે આવી છે.રસ્તા પર ઘાસચારો ઉતારવા બાબતે માથાકૂટ થઈ હતી અને તેમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે,રેતીની ટ્રક આવતી હોવાથી ઘાસચારો રોડ પર હતો અને તેને લઈ માથાકૂટ થઈ હતી.

પોલીસે હાથધરી ઘટના

કામરેજના ભાદા ગામે ફાયરિંગની ઘટના બનતા કામરેજ પોલીસ દોડતી થઈ હતી.રસ્તા પર ઘાસ ચારો ઉતારવાનો હોવાથી અને રેતીની ટ્રક આવવાની હોવાથી ઘાસચારો સાઈડ પર ઉતારવાનું કહેતા બબાલ થઈ હતી.રખેવાળે માલિકને બોલાવતા માલિકે આવીને હવામાં ફાયરિંગ કર્યુ હતુ.હાલ ફાયરિંગ કરનાર દિલીપ અને સંજય ગાગણી સુરત ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.આરોપીઓએ પોતાના સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હોવાની પોલીસને માહિતી આપી હતી,પોલીસે ફાયરિંગ કરનાર બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

20-09-2024ના રોજ સુરતમાં બની ફાયરિંગની ઘટના

સુરતના સરથાણા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં કાર ચાલકે કાર ઉભી રાખીને હવામાં ફાયરિંગ કર્યુ હતુ,સરથાણાના વ્રજ રેસિડેન્સીમાં આ ઘટના બની હતી જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો,આ સમગ્ર ઘટનામાં પોલીસે કારના નંબરના આધારે વધુ તપાસ કરી છે.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

21-09-2024ના કવાંટના પીપલદી ગામે ફાયરિંગમાં એકનું મોત

છોટાઉદેપુરના કવાંટના પીપલદી ગામે હત્યાનો બનાવ બન્યો છે જેમાં ફાયરિંગ કરીને સાંસદના ભત્રીજાની હત્યા કરાઈ છે.ગામના બે શખ્સો સામે કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,શંકર રાઠવા અને અમલા રાઠવા દ્રારા ફયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ દ્રારા શંકર રાઠવાની અટકાયત કરીને પૂછપરછ હાથધરી છે,બીજી તરફ શંકર રાઠવા કે જે નિવૃત આર્મી મેન તરીકે ફરજ બજાવી ચૂકયા છે.હાલ પરિવારમાં શોકનો માહોલ છે અને આરોપીઓને લઈ ઝડપી કાર્યવાહી કરાય તેવી માંગ ગ્રામજનોની અને પરિવારના સભ્યોની છે.