Surat: 35 લાખથી વધુના ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં 352 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સુરત શહેર SOG દ્વારા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી 35, 20, 700 રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરી લેવામાં આવ્યું છે. સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર નવરાત્રિના મોટા આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે નવરાત્રિના આયોજનો પહેલા જ હિન્દુ સંગઠન દ્વારા સુરત પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે હિન્દુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિને ટાર્ગેટ કરીને કેટલાક ઈસમો યુવાનોને નશાની લતે લગાડવાના પ્રયાસો કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે યુવકને ઝડપ્યો ત્યારે હવે લાગી રહ્યું છે કે હિન્દુ સંગઠનોની આ વાત ક્યાંકને ક્યાંક સાચી સાબિત થઈ રહી છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરત શહેર SOGની ટીમે 352 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે સુરતના અડાજણ સ્ટાર બજારથી એલ.પી.સવાણી રોડ તરફની સામે જાહેરમાં એક ઈસમ ડ્રગ્સનું વેચાણ કરવા માટે ઉભો છે. બાતમી મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ યુવકને ઝડપી પાડ્યો અને તેની પાસેથી 352 ગ્રામ MD ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરી લીધો. આરોપી પાસેથી બે મોબાઈલ અને રોકડા રૂપિયા જપ્ત આ ઈસમનું નામ મહમદ આસિફ અબ્દુલ રસીદ શેખ છે અને તે પદ્માવતી સોસાયટી લીંબાયતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જોકે આરોપીનો ભુતકાળમાં મુંબઈ સાથેનું કનેક્શન પણ બહાર આવ્યું છે. આ ઉપરાંત આરોપી પાસેથી 2 મોબાઈલ અને ડ્રગ્સના વેચાણના 89,900 રોકડા રૂપિયા પણ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પોલીસે જે સ્થળ પરથી આરોપી મોહમ્મદ આસિફ શેખની ધરપકડ કરી, તે સ્થળથી માત્ર અઢીથી 3 કિલોમીટરના અંતરે નવરાત્રિનું મોટું આયોજન કરાયું છે. ત્યારે મોટાભાગના યુવાનો પણ નવરાત્રિ ડોમ સુધી પહોંચવા માટે આ એક માત્ર રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે નવરાત્રિમાં ગરબે રમવા જતા લોકોને આ ઈસમ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની પણ શંકા સેવાઈ રહી છે. પોલીસ દ્વારા આ બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે કેટલાક લોકોને આ યુવક ડ્રગ્સનું વેચાણ કરી ચૂક્યો છે અને એટલા માટે તેની પાસેથી ડ્રગ્સના વેચાણના 89 હજાર રોકડા રૂપિયા મળી આવ્યા છે. આરોપી પાસેથી જે રોકડા રૂપિયા મળ્યા છે તેના પરથી એવું કહી શકાય કે આરોપી અગાઉ 9થી 10 ગ્રામ જેટલું ડ્રગ્સ કોઈ ઈસમોને વેચાણ કરી ચૂક્યો છે. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી આરોપી જે પ્રકારે પોતાની સાથે 350 ગ્રામ કરતા વધારે ડ્રગ્સનો જથ્થો લઈને ફરી રહ્યો હતો, તેની પરથી આશંકા વ્યક્ત કરી શકાય કે તે વધારે પ્રમાણમાં યુવકોને આ ડ્રગ્સનું વેચાણ કરવાના ઈરાદે આવ્યો હતો અને મોડી રાત્રે ગરબે રમીને પરત આવતા યુવાનોને આરોપી ડ્રગ્સનું વેચાણ અથવા ડિલિવરી કરવાનું હોય તેવી શક્યતાને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. આરોપી મોહમ્મદ આશિફની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી કોઈ જ પ્રકારનો કામ ધંધો કરતો ન હતો અને પોતાના મોજશોખ અને જલસા કરવા માટે અને શોર્ટકટ રીતથી પૈસાની કમાણી કરવા માટે તે આ ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને મુંબઈથી યોગેશ ઈંગ્લે નામના શખ્સ પાસેથી MD ડ્રગ્સ લાવતો હતો. આરોપી વિરુદ્ધ હાલમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં NDPS હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મુંબઈથી ટ્રેન મારફતે સુરત ડ્રગ્સ લાવ્યો હોવાનું હાલ અનુમાન છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં 352 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સુરત શહેર SOG દ્વારા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી 35, 20, 700 રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરી લેવામાં આવ્યું છે.
સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર નવરાત્રિના મોટા આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે નવરાત્રિના આયોજનો પહેલા જ હિન્દુ સંગઠન દ્વારા સુરત પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે હિન્દુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિને ટાર્ગેટ કરીને કેટલાક ઈસમો યુવાનોને નશાની લતે લગાડવાના પ્રયાસો કરી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે યુવકને ઝડપ્યો
ત્યારે હવે લાગી રહ્યું છે કે હિન્દુ સંગઠનોની આ વાત ક્યાંકને ક્યાંક સાચી સાબિત થઈ રહી છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરત શહેર SOGની ટીમે 352 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે સુરતના અડાજણ સ્ટાર બજારથી એલ.પી.સવાણી રોડ તરફની સામે જાહેરમાં એક ઈસમ ડ્રગ્સનું વેચાણ કરવા માટે ઉભો છે. બાતમી મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ યુવકને ઝડપી પાડ્યો અને તેની પાસેથી 352 ગ્રામ MD ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરી લીધો.
આરોપી પાસેથી બે મોબાઈલ અને રોકડા રૂપિયા જપ્ત
આ ઈસમનું નામ મહમદ આસિફ અબ્દુલ રસીદ શેખ છે અને તે પદ્માવતી સોસાયટી લીંબાયતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જોકે આરોપીનો ભુતકાળમાં મુંબઈ સાથેનું કનેક્શન પણ બહાર આવ્યું છે. આ ઉપરાંત આરોપી પાસેથી 2 મોબાઈલ અને ડ્રગ્સના વેચાણના 89,900 રોકડા રૂપિયા પણ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પોલીસે જે સ્થળ પરથી આરોપી મોહમ્મદ આસિફ શેખની ધરપકડ કરી, તે સ્થળથી માત્ર અઢીથી 3 કિલોમીટરના અંતરે નવરાત્રિનું મોટું આયોજન કરાયું છે.
ત્યારે મોટાભાગના યુવાનો પણ નવરાત્રિ ડોમ સુધી પહોંચવા માટે આ એક માત્ર રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે નવરાત્રિમાં ગરબે રમવા જતા લોકોને આ ઈસમ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની પણ શંકા સેવાઈ રહી છે. પોલીસ દ્વારા આ બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે કેટલાક લોકોને આ યુવક ડ્રગ્સનું વેચાણ કરી ચૂક્યો છે અને એટલા માટે તેની પાસેથી ડ્રગ્સના વેચાણના 89 હજાર રોકડા રૂપિયા મળી આવ્યા છે. આરોપી પાસેથી જે રોકડા રૂપિયા મળ્યા છે તેના પરથી એવું કહી શકાય કે આરોપી અગાઉ 9થી 10 ગ્રામ જેટલું ડ્રગ્સ કોઈ ઈસમોને વેચાણ કરી ચૂક્યો છે.
પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી
આરોપી જે પ્રકારે પોતાની સાથે 350 ગ્રામ કરતા વધારે ડ્રગ્સનો જથ્થો લઈને ફરી રહ્યો હતો, તેની પરથી આશંકા વ્યક્ત કરી શકાય કે તે વધારે પ્રમાણમાં યુવકોને આ ડ્રગ્સનું વેચાણ કરવાના ઈરાદે આવ્યો હતો અને મોડી રાત્રે ગરબે રમીને પરત આવતા યુવાનોને આરોપી ડ્રગ્સનું વેચાણ અથવા ડિલિવરી કરવાનું હોય તેવી શક્યતાને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે.
આરોપી મોહમ્મદ આશિફની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી કોઈ જ પ્રકારનો કામ ધંધો કરતો ન હતો અને પોતાના મોજશોખ અને જલસા કરવા માટે અને શોર્ટકટ રીતથી પૈસાની કમાણી કરવા માટે તે આ ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને મુંબઈથી યોગેશ ઈંગ્લે નામના શખ્સ પાસેથી MD ડ્રગ્સ લાવતો હતો. આરોપી વિરુદ્ધ હાલમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં NDPS હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મુંબઈથી ટ્રેન મારફતે સુરત ડ્રગ્સ લાવ્યો હોવાનું હાલ અનુમાન છે.