Kheda નડિયાદ હાઇવેની શાંતિનગર સોસાયટીમાં ઘરમાં ભરાયા પૂરના પાણીમાં, સ્થાનિકોના હાલ બેહાલ
લોકોની સંપૂર્ણ ઘરવખરી પાણીમાં પલળી ગઇ ઘરવખરી, ફર્નિચર, પશુઓનો ઘાસચાળો પલળી ગયો તંત્ર દ્વારા કોઇ સુવિધા ન અપાઇઃ સ્થાનિકો ખેડા નડિયાદ હાઈવે પર આવેલી શાંતિનગર સોસાયટીમાં ઘરમાં પૂરના પાણી ભરાયા છે.સ્થાનિકોનો માલસામાન પલળી ગયો છે,ઘરમાં જુઓ તો માત્ર પાણી જ દેખાયા છે,ના ખાવાની સગવડ,ના ઉંઘવાની સગવડ,સ્થાનિકોએ સ્થાનિક તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે,તો ધારાસભ્ય આ વિસ્તારના સ્થાનિકોને યોગ્ય મદદ કરે અથવા મદદ પહોંચાડે તે જરૂરી બન્યું છે. સાંસદ કે ધારાસભ્ય ફરકયા પણ નથીઃ સ્થાનિકો શાંતિનગર સોસાયટીમાં 150થી વધુ લોકોનો વસવાટ છે,પાણીનો સત્વરે નિકાલની સ્થાનિકો માગ કરી રહ્યાં છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,અમારી સોસાયટીમાં ધારાસભ્ય કે સાંસદ જોવા પણ આવ્યા નથી.ખેડામાં 4-5 દિવસની અતિવૃષ્ટિ અને શેઢી અને વાત્રક નદી ઓવરફ્લો થતાં વિકટ પરિસ્થિતિનું સર્જન થયું છે.સંપૂર્ણ ઘરવખરી પાણીમાં પલળી જતા લોકોને મોટુ નુકસાન થયું છે.પીવના પાણીની વ્યવસ્થા પૂરી પાડવા તેમજ વહેલી તકે આ પાણીનો નિકાલ થાય તેવી સ્થાનિકોની માંગ છે. ગામો બેટમાં ફેરવાયા આણંદ જિલ્લામાં રવિવારે મધરાતથી ધીમે ધીમે વરસાદ શરૂ થયો હતો. જ્યારે સોમવારે વહેલી સવારથી જ આઠમના તહેવારને ભીંજવી દેવા માટે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ રૂપે મેઘરાજાએ પધરામણી કરી હતી. સોમવારે આઠેય તાલુકામાં જોરદાર ઝાપટાથી માંડીને 12 ઈંચ સુધીનો વરસાદ વરસી પડયો હતો. જેમાં સૌથી વધુ બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 12 ઈંચ વરસાદથી 20 જેટલા ગામો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેડા જિલ્લામાં 36 કલાકમાં સરેરાશ 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો ખેડા અને મહુધામાં દીવાલ પડતા એક એક વ્યકિતના મોત થયા હતા. શેઢી નદી ગાંડીતૂર બની હતી . નદી તટના 10 ઉપરાંત ગામોમાં પાણી ઘુસી ગયા હતા. 612 લોકોને તથા 665 પશુને સ્થળાંતર, 70 રસ્તા બંધ,52 લોકોને રેસ્ક્યૂ અને 125 પશુને રેસ્કયું કરવામાં આવ્યા, 115 ઝાડ પડી ગયા, 30 કાચા પાકા અશંત મકાન પડી ગયા. મહુધાના મહિસામાં તળાવ ઓવરફ્લો થતા 42 લોકોને રેસ્ક્યું, વણાંકબોરીમાંથી 1.85 લાખ ક્યુસેક ઈનફ્લો અને આઉટ ફ્લો થઈ હતી. નડિયાદ એસ.ટી. ડેપોમાંથી 25 ટકા બસનું સંચાલન કરાયું હતું. મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- લોકોની સંપૂર્ણ ઘરવખરી પાણીમાં પલળી ગઇ
- ઘરવખરી, ફર્નિચર, પશુઓનો ઘાસચાળો પલળી ગયો
- તંત્ર દ્વારા કોઇ સુવિધા ન અપાઇઃ સ્થાનિકો
ખેડા નડિયાદ હાઈવે પર આવેલી શાંતિનગર સોસાયટીમાં ઘરમાં પૂરના પાણી ભરાયા છે.સ્થાનિકોનો માલસામાન પલળી ગયો છે,ઘરમાં જુઓ તો માત્ર પાણી જ દેખાયા છે,ના ખાવાની સગવડ,ના ઉંઘવાની સગવડ,સ્થાનિકોએ સ્થાનિક તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે,તો ધારાસભ્ય આ વિસ્તારના સ્થાનિકોને યોગ્ય મદદ કરે અથવા મદદ પહોંચાડે તે જરૂરી બન્યું છે.
સાંસદ કે ધારાસભ્ય ફરકયા પણ નથીઃ સ્થાનિકો
શાંતિનગર સોસાયટીમાં 150થી વધુ લોકોનો વસવાટ છે,પાણીનો સત્વરે નિકાલની સ્થાનિકો માગ કરી રહ્યાં છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,અમારી સોસાયટીમાં ધારાસભ્ય કે સાંસદ જોવા પણ આવ્યા નથી.ખેડામાં 4-5 દિવસની અતિવૃષ્ટિ અને શેઢી અને વાત્રક નદી ઓવરફ્લો થતાં વિકટ પરિસ્થિતિનું સર્જન થયું છે.સંપૂર્ણ ઘરવખરી પાણીમાં પલળી જતા લોકોને મોટુ નુકસાન થયું છે.પીવના પાણીની વ્યવસ્થા પૂરી પાડવા તેમજ વહેલી તકે આ પાણીનો નિકાલ થાય તેવી સ્થાનિકોની માંગ છે.
ગામો બેટમાં ફેરવાયા
આણંદ જિલ્લામાં રવિવારે મધરાતથી ધીમે ધીમે વરસાદ શરૂ થયો હતો. જ્યારે સોમવારે વહેલી સવારથી જ આઠમના તહેવારને ભીંજવી દેવા માટે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ રૂપે મેઘરાજાએ પધરામણી કરી હતી. સોમવારે આઠેય તાલુકામાં જોરદાર ઝાપટાથી માંડીને 12 ઈંચ સુધીનો વરસાદ વરસી પડયો હતો. જેમાં સૌથી વધુ બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 12 ઈંચ વરસાદથી 20 જેટલા ગામો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
ખેડા જિલ્લામાં 36 કલાકમાં સરેરાશ 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો
ખેડા અને મહુધામાં દીવાલ પડતા એક એક વ્યકિતના મોત થયા હતા. શેઢી નદી ગાંડીતૂર બની હતી . નદી તટના 10 ઉપરાંત ગામોમાં પાણી ઘુસી ગયા હતા. 612 લોકોને તથા 665 પશુને સ્થળાંતર, 70 રસ્તા બંધ,52 લોકોને રેસ્ક્યૂ અને 125 પશુને રેસ્કયું કરવામાં આવ્યા, 115 ઝાડ પડી ગયા, 30 કાચા પાકા અશંત મકાન પડી ગયા. મહુધાના મહિસામાં તળાવ ઓવરફ્લો થતા 42 લોકોને રેસ્ક્યું, વણાંકબોરીમાંથી 1.85 લાખ ક્યુસેક ઈનફ્લો અને આઉટ ફ્લો થઈ હતી. નડિયાદ એસ.ટી. ડેપોમાંથી 25 ટકા બસનું સંચાલન કરાયું હતું. મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.