Banaskanthaના પાલનપુરમાં દોઢ ઈંચ વરસાદમાં ભરાયા ઘૂંટણ સમા પાણી

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારથી વરસાદ વરસી રહ્યો છે.પાલનપુરમાં દોઢ ઇંચ વરસાદમાં જ પાણી પાણી થયું છે.શાકમાર્કેટ, કોલેજ કેમ્પસમાં પાણી ભરાયા છે.સાથે સાથે નગરપાલિકાની કચેરી આગળ પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,વરસાદી પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યાં છે. પાણી ભરાયા બજારમાં નગરપાલિકા આગળ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,શાકમાર્કેટ હોય કે પણ સોસાયટી હોય સામાન્ય વરસાદમાં પાણી ભરાતા સ્થાનિકોનો તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે,કોલેજના કેમ્પસમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિનું નિર્માણ થાય છે અને નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન ધોવાઈ જાય છે,ટેકસ ભરીએ છીએ પણ સુવિધાના નામે મીંડું જોવા મળે છે. ગ્રામ્ય પંથકમાં વરસાદ બનાસકાંઠા તેમજ ડીસામાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે,તેની વચ્ચે નદીઓમાં પાણીની આવક તેમજ ચેકડેમોમાં પાણીની આવક થઈ છે.પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,બનાસ નદી બે કાંઠે વહી રહી છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો રોષે ભરાયા છે અને નગરપાલિકા સામે આક્રોશ ઠાલવી રહ્યાં છે,નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે પાલનપુરના વડગામ સહીતના વિસ્તારમાં રાત્રી દરમિયાન વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, બીજી તરફ પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા. જેને પગલે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબુર બન્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે.  

Banaskanthaના પાલનપુરમાં દોઢ ઈંચ વરસાદમાં ભરાયા ઘૂંટણ સમા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારથી વરસાદ વરસી રહ્યો છે.પાલનપુરમાં દોઢ ઇંચ વરસાદમાં જ પાણી પાણી થયું છે.શાકમાર્કેટ, કોલેજ કેમ્પસમાં પાણી ભરાયા છે.સાથે સાથે નગરપાલિકાની કચેરી આગળ પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,વરસાદી પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યાં છે.

પાણી ભરાયા બજારમાં

નગરપાલિકા આગળ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,શાકમાર્કેટ હોય કે પણ સોસાયટી હોય સામાન્ય વરસાદમાં પાણી ભરાતા સ્થાનિકોનો તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે,કોલેજના કેમ્પસમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિનું નિર્માણ થાય છે અને નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન ધોવાઈ જાય છે,ટેકસ ભરીએ છીએ પણ સુવિધાના નામે મીંડું જોવા મળે છે.


ગ્રામ્ય પંથકમાં વરસાદ

બનાસકાંઠા તેમજ ડીસામાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે,તેની વચ્ચે નદીઓમાં પાણીની આવક તેમજ ચેકડેમોમાં પાણીની આવક થઈ છે.પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,બનાસ નદી બે કાંઠે વહી રહી છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો રોષે ભરાયા છે અને નગરપાલિકા સામે આક્રોશ ઠાલવી રહ્યાં છે,નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે પાલનપુરના વડગામ સહીતના વિસ્તારમાં રાત્રી દરમિયાન વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, બીજી તરફ પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા. જેને પગલે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબુર બન્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે.