Gandhinagar: આવતીકાલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ-અલગ જગ્યા માટે GPSC દ્વારા પરીક્ષા

આવતીકાલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ-અલગ જગ્યા ઉપર GPSC દ્વારા ભરતી પરીક્ષા યોજાશે. આ પરીક્ષા જીપીએસસી દ્વારા લેવામાં આવનાર છે. ગાંધીનગર કોર્પોરેશનમાં મદદનીશ ઇજનેર (સિવિલ) માટે 16 જ્ગ્યા મંજૂર કરવામાં આવી છે. તેમજ ગાંધીનગર કોર્પોરેશનમાં અધિક મદદનીશ (યાંત્રિક)ની 11 જ્ગ્યા તેમજ GMC સ્ટેશન ઓફિસર માટે 7 જ્ગ્યા માટે પરીક્ષા યોજાનાર છે. આવતીકાલે ભરતી પરીક્ષાનું આયોજન GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, આવતીકાલે GPSC દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેને લઈને પરીક્ષા ખંડમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમજ કેમેરા યોગ્ય રીતે ચાલે છે કે કેમ, તેની તપાસ માટે ITIના ટેક્નિકલ એક્સપર્ટ પણ હાજર રહેશે. જેમને અલગથી તાલીમ આપવામાં આવી છે. અગાઉની પરીક્ષામાં HD કેમેરા બંધ હતા જેથી આ વખતની પરીક્ષામાં સીસીટીવી યોગ્ય રીતે ચાલે છે કે કેમ? તેના માટે GPSC દ્વારા પહેલાથી જ તૈયારી રાખેલ છે. તેમજ આવતીકાલની પરીક્ષા માટે SOP તૈયાર કરવામાં આવશે.

Gandhinagar: આવતીકાલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ-અલગ જગ્યા માટે GPSC દ્વારા પરીક્ષા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આવતીકાલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ-અલગ જગ્યા ઉપર GPSC દ્વારા ભરતી પરીક્ષા યોજાશે. આ પરીક્ષા જીપીએસસી દ્વારા લેવામાં આવનાર છે. ગાંધીનગર કોર્પોરેશનમાં મદદનીશ ઇજનેર (સિવિલ) માટે 16 જ્ગ્યા મંજૂર કરવામાં આવી છે. તેમજ ગાંધીનગર કોર્પોરેશનમાં અધિક મદદનીશ (યાંત્રિક)ની 11 જ્ગ્યા તેમજ GMC સ્ટેશન ઓફિસર માટે 7 જ્ગ્યા માટે પરીક્ષા યોજાનાર છે.

આવતીકાલે ભરતી પરીક્ષાનું આયોજન

GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, આવતીકાલે GPSC દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેને લઈને પરીક્ષા ખંડમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમજ કેમેરા યોગ્ય રીતે ચાલે છે કે કેમ, તેની તપાસ માટે ITIના ટેક્નિકલ એક્સપર્ટ પણ હાજર રહેશે. જેમને અલગથી તાલીમ આપવામાં આવી છે. અગાઉની પરીક્ષામાં HD કેમેરા બંધ હતા જેથી આ વખતની પરીક્ષામાં સીસીટીવી યોગ્ય રીતે ચાલે છે કે કેમ? તેના માટે GPSC દ્વારા પહેલાથી જ તૈયારી રાખેલ છે. તેમજ આવતીકાલની પરીક્ષા માટે SOP તૈયાર કરવામાં આવશે.