Surendranagar : સિગારેટના વ્યસનમાંથી મુક્તિ મેળવવા માંગતા તબીબે જિંદગીને આવજો કર્યું

ચોટીલાના ગેસ્ટ હાઉસમાં સાવરકુંડલાના તબીબે આપઘાત કર્યોઘરેથી રાજકોટ જવાનું કહી પોતાની આઈ-ટેન કાર લઈને નીકળ્યા હતા પત્ની અને બે દીકરાને સાચવવા પરિવારને સુસાઈડ નોટમાં ભલામણ કરી અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રહેતા વ્યવસાયે તબીબે ચોટીલાના ખાનગી ગેસ્ટ હાઉસમાં સ્વતંત્રતા દિવસે બપોરે ગળેફાંસો ખાઈ જીવનમાંથી આઝાદી મેળવી લીધી છે. બનાવની જાણ થતા ચોટીલા પોલીસની ટીમે દોડી જઈ અમોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ડોકટર સિગારેટના વ્યસની હોઈ વ્યસનથી મુકત થવા માટે ગળેફાંસો ખાધો હોવાનું સામે આવી રહ્યુ છે. બનાવ અંગેની પોલીસ સૂત્રો પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની સરધાર સોસાયટીમાં રહેતા 43 વર્ષીય જશુભાઈ જયંતીભાઈ ઉનાવા તબીબ છે. તેઓ તા. 14મી ઓગસ્ટના રોજ ઘરેથી રાજકોટ જવાનું કહી પોતાની આઈ-ટેન કાર લઈને નીકળ્યા હતા. અને ચોટીલાના એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. જશુભાઈને સીગારેટનું વ્યસન હતુ. તેઓ અવારનવાર આ વ્યસન છોડવા માંગતા હતા. પરંતુ વ્યસન નહીં છુટતા તેઓએ તા. 15મીએ બપોરના સમયે ગેસ્ટ હાઉસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા ચોટીલા પોલીસના દિલીપભાઈ સહિતની ટીમ દોડી ગઈ હતી. અને તપાસ કરતા મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેઓએ પત્ની અને 2 સંતાનોને સાચવવા પરિવારને ભલામણ કરી હતી. ચોટીલા પોલીસે અમોત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Surendranagar : સિગારેટના વ્યસનમાંથી મુક્તિ મેળવવા માંગતા તબીબે જિંદગીને આવજો કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચોટીલાના ગેસ્ટ હાઉસમાં સાવરકુંડલાના તબીબે આપઘાત કર્યો
  • ઘરેથી રાજકોટ જવાનું કહી પોતાની આઈ-ટેન કાર લઈને નીકળ્યા હતા
  • પત્ની અને બે દીકરાને સાચવવા પરિવારને સુસાઈડ નોટમાં ભલામણ કરી
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રહેતા વ્યવસાયે તબીબે ચોટીલાના ખાનગી ગેસ્ટ હાઉસમાં સ્વતંત્રતા દિવસે બપોરે ગળેફાંસો ખાઈ જીવનમાંથી આઝાદી મેળવી લીધી છે.
બનાવની જાણ થતા ચોટીલા પોલીસની ટીમે દોડી જઈ અમોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ડોકટર સિગારેટના વ્યસની હોઈ વ્યસનથી મુકત થવા માટે ગળેફાંસો ખાધો હોવાનું સામે આવી રહ્યુ છે.
બનાવ અંગેની પોલીસ સૂત્રો પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની સરધાર સોસાયટીમાં રહેતા 43 વર્ષીય જશુભાઈ જયંતીભાઈ ઉનાવા તબીબ છે. તેઓ તા. 14મી ઓગસ્ટના રોજ ઘરેથી રાજકોટ જવાનું કહી પોતાની આઈ-ટેન કાર લઈને નીકળ્યા હતા. અને ચોટીલાના એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. જશુભાઈને સીગારેટનું વ્યસન હતુ. તેઓ અવારનવાર આ વ્યસન છોડવા માંગતા હતા. પરંતુ વ્યસન નહીં છુટતા તેઓએ તા. 15મીએ બપોરના સમયે ગેસ્ટ હાઉસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા ચોટીલા પોલીસના દિલીપભાઈ સહિતની ટીમ દોડી ગઈ હતી. અને તપાસ કરતા મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેઓએ પત્ની અને 2 સંતાનોને સાચવવા પરિવારને ભલામણ કરી હતી. ચોટીલા પોલીસે અમોત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.