Surendranagar પાટડી નાગરિક સહકારી બેંકની હવે 12 બેઠકો માટે 21 ઉમેદવારો વચ્ચે

ચૂંટણીમાં કુલ 14 બેઠકોમાંથી મહિલા અનામત બે બેઠકો બિનહરીફ થઈ11 સામાન્ય બેઠકો અને 1 STSC અનામત માટે તા. 18મીએ મતદાન અને મત ગણતરી યોજાશે 11 સામાન્ય અને એક એસટીએસી અનામત મળી કુલ 13 બેઠકો પર 21 ઉમેદવારો મેદાને છે પાટડી નાગરીક સહકારી બેંકના 14 ડિરેકટર્સ માટેની ચૂંટણીની જાહેરાત થતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણીમાં ગત તા. 13મીએ ફોર્મ ખેંચવાના દિવસ બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યુ છે. જેમાં 2 મહિલા અનામત બેઠકો બિનહરીફ થઈ છે. જયારે 11 સામાન્ય અને એક એસટીએસી અનામત મળી કુલ 13 બેઠકો પર 21 ઉમેદવારો મેદાને છે. પાટડીમાં આવેલ નાગરીક સહકારી બેંક તાલુકાની અગ્રણી સહકારી બેંક છે. બેંકના 14 ડિરેકટર્સની ચૂંટણી યોજાનાર છે. બેંકની ચૂંટણીમાં ચૂંટણી અધીકારી તરીકે મુકેશ દેસાઈની બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્વારા નીમણુંક કરાઈ છે. બેંકના 14 ડિરેકટરમાંથી 11 સામાન્ય, 1 સીટ એસટીએસસી અનામત અને ર સીટ મહિલા અનામત રખાઈ છે. ચૂંટણીમાં ફોર્મ ભરાયા બાદ, ચકાસણી થયા બાદ તા. 13 ઓગસ્ટ ફોર્મ પરત ખેંચવાનો અંતીમ દિવસ હતો. ત્યારે આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યુ છે. જેમાં બેંકની 14 બેઠકોમાંથી મહિલા અનામતની બે બેઠકો પર નેહલબેન હાલાણી અને આરતીબેન ઠક્કર મહિલા અનામત સીટ પર ડિરેકટર તરીકે બિનહરીફ થયા છે. જયારે 11 સામાન્ય બેઠકો, 1 એસટીએસસી અનામત બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાને છે. જેમાં વિકાસના પેનલના 12 અને પ્રજાલક્ષી યુવા પેનલના 9 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. તા. 18મીએ પાટડીના કડવા પાટીદાર હોલમાં સવારે 8થી સાંજના 4 મતદાન અને 6 કલાકથી મત ગણતરી થશે.

Surendranagar પાટડી નાગરિક સહકારી બેંકની હવે 12 બેઠકો માટે 21 ઉમેદવારો વચ્ચે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચૂંટણીમાં કુલ 14 બેઠકોમાંથી મહિલા અનામત બે બેઠકો બિનહરીફ થઈ
  • 11 સામાન્ય બેઠકો અને 1 STSC અનામત માટે તા. 18મીએ મતદાન અને મત ગણતરી યોજાશે
  • 11 સામાન્ય અને એક એસટીએસી અનામત મળી કુલ 13 બેઠકો પર 21 ઉમેદવારો મેદાને છે

પાટડી નાગરીક સહકારી બેંકના 14 ડિરેકટર્સ માટેની ચૂંટણીની જાહેરાત થતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ચૂંટણીમાં ગત તા. 13મીએ ફોર્મ ખેંચવાના દિવસ બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યુ છે. જેમાં 2 મહિલા અનામત બેઠકો બિનહરીફ થઈ છે. જયારે 11 સામાન્ય અને એક એસટીએસી અનામત મળી કુલ 13 બેઠકો પર 21 ઉમેદવારો મેદાને છે.

પાટડીમાં આવેલ નાગરીક સહકારી બેંક તાલુકાની અગ્રણી સહકારી બેંક છે. બેંકના 14 ડિરેકટર્સની ચૂંટણી યોજાનાર છે. બેંકની ચૂંટણીમાં ચૂંટણી અધીકારી તરીકે મુકેશ દેસાઈની બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્વારા નીમણુંક કરાઈ છે. બેંકના 14 ડિરેકટરમાંથી 11 સામાન્ય, 1 સીટ એસટીએસસી અનામત અને ર સીટ મહિલા અનામત રખાઈ છે. ચૂંટણીમાં ફોર્મ ભરાયા બાદ, ચકાસણી થયા બાદ તા. 13 ઓગસ્ટ ફોર્મ પરત ખેંચવાનો અંતીમ દિવસ હતો. ત્યારે આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યુ છે. જેમાં બેંકની 14 બેઠકોમાંથી મહિલા અનામતની બે બેઠકો પર નેહલબેન હાલાણી અને આરતીબેન ઠક્કર મહિલા અનામત સીટ પર ડિરેકટર તરીકે બિનહરીફ થયા છે. જયારે 11 સામાન્ય બેઠકો, 1 એસટીએસસી અનામત બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાને છે. જેમાં વિકાસના પેનલના 12 અને પ્રજાલક્ષી યુવા પેનલના 9 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. તા. 18મીએ પાટડીના કડવા પાટીદાર હોલમાં સવારે 8થી સાંજના 4 મતદાન અને 6 કલાકથી મત ગણતરી થશે.