જુના કટારીયા પાટીયા પાસે માતાનામઢથી દર્શન કરી પરત આવતા ટ્રેક્ટરને ટ્રકે પાછળથી ટક્કર મારતા 3 વ્યક્તિના મોત

પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતના 3 બનાવોમાં પાંચના મોત 23 ઘાયલ ચાંદ્રાણી નજીક જ સર્જાયા બે અકસ્માત જેમાં એક સગીરા અને યુવાનનો થયો મોત ગાંધીધામ: પૂર્વ કચ્છમાં માતાના મઢ ખાતે દર્શનાર્થે આવતા અને જતાં ભક્તોને માર્ગ અકસ્માતો નડયા હતા. જેમાં જૂના કટારીયા પાસે માતાજીના દર્શન કરી પરત આવતા ટ્રેક્ટરને ટ્રકે પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટરમાં બેઠેલા ભક્તો રોડ પર ફંગોળાયા હતા. જેમાં ૩ વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે ૧૧ લોકો ઘાયલ થયા હતા. તો બીજી બાજુ બે અકસ્માતોના બનાવો અંજાર તાલુકાનાં ચાંદરણી પાસે બન્યા હતા. જેમાં બાઇક પર જઇ રહેલા સાળા-બનેવીને બોલેરો ચાલકે ટક્કર મારતા સાળાનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બનેવી ઇજાગ્રસ્ત થયા હતા. તો બીજો અકસ્માતનો બનાવ પણ ચાંદરણી નજીક જ બન્યો હતો. જેમાં બોલેરોને ડમ્પરે હડફેટે લેતા ૧૬ વર્ષીય સગીરાનું મોત થયું હતું જ્યારે ૧૧ લોકો ઘાયલ થયા હતા. બનાવ અંગે મળતી માહિતી મુજબ બુધવારે બપોરના સમયે સામખીયાળીના જૂના કટારીયા પાટીયા વચ્ચેના ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં માતાનામઢના યાત્રિકોને લઇ જતા ટ્રેક્ટરને પાછળથી પુરઝડપે જતી ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર ૧૪ જેટલા શ્રધ્ધાળુઓ રીતસરના ફંગોળાયા હતા. અકસ્માતમાં ધટના સ્થળે જ ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા જેમાં બે મહિલા એક બાળકનુ મોત થયુ હતુ. મૃતકોમાં ૬૦ વર્ષીય જીવતીબેન બીજલ શંખેસરીયા (કોળી), ૬ વર્ષના વિવેક ગોરધનભાઇ શંખેસરીયા તથા ૪૫ વર્ષીય વનીતા નવઘણભાઈ ઉચાસણાનો સમાવેશ થાય છે. જ્યારે આ બનાવમાં કુલ ૧૧ લોકો ઘાયલ થયા હતા. જેમાં પૂજાબેન ગોરધનભાઈ શંખેરીયા, રેખાબેન આશિષભાઈ શંખેરીયા, ગોરધન બીજલભાઈ શંખેરીયા, શોભના તુલશી ઉચાણા, પ્રીતિ આશિષ શંખેરીયા, કાના પ્રભુ ઉચાણા, લાભુ રવજીભાઈ શંખેરીયા, આકાશ શિધાભાઈ શંખેરીયા, મનીષ ગોરધનભાઈ શંખેરીયા, ચંપાબેન પ્રભુભાઈ ઉચાણા, નવઘણ પ્રભુભાઈ ઉચાસણા, અરવિંદભાઈ નિલેશભાઈ ઉચાસણા, રવીના નવઘણ ઉચાસણા અને મોનીકા નરેશભાઈ ઉચાસણા ઘાયલ થયા હતા.અકસ્માતનો બીજો બનાવ અંજારનાં ચાંદ્રાણી ગામ નજીક પેટ્રોલપંપ પાસે બન્યો હતો. જે અંગે સુરેન્દ્રનગરનાં થાનમા રહેતા નિતેશભાઈ ભુપતભાઇ ડાભીએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી અને તેનો સાળો દશરથભાઈ ધરમશીભાઈની બાઈક લઈ લાકડધારથી માતાના મઢ ખાતે દર્શન કરવા નીકળ્યા હતા. જેમાં અંજારનાં ચાંદ્રાણી ગામના પેટ્રોલપંપ પાસે ગત ૧ ઓક્ટોબરનાં સાંજનાં ભાગે બોલેરો કેમ્પરે બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં ફરિયાદીને હાથ અને પગનાં ભાગે છોલછામ જેવી ઈજાઓ પહોંચી હતી. જ્યારે બાઈક ચાલક ફરિયાદીનાં સાળા દશરથને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતુ. જેથી ફરિયાદીએ આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ દુધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અકસ્માતનો ત્રીજો બનાવ ચાંદરણી ખાતે ટા. ૧-૧૦ના રાત્રે ૧૧ વાગ્યે બન્યો હતો જેમાં સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રામા સજનપુર ગામમાં રહેતો પરિવાર બોલેરો પીકઅપમા પરિવાર સાથે માતાનામઢ ખાતે દર્શન કરવા ગયા હતા. જેમાં દર્શન કરી પરત ફરતી વેળાએ અંજારનાં ચાંદ્રાણી બસ સ્ટોપની બાજુમાં અકસ્માત થયો હતો. જેમાં બોલેરો પીકઅપને સામેથી આવતા ડમ્પરનાં ચાલકે ધડાકાભેર ભટકાવી દીધો હતો. જેમાં બોલેરોમા સવાર કાનજી અરજણ પટેલ, જ્યંતિભાઈ રામજી મેથાણીયા, સરોજબેન મનસુખ મેઠાણીયા, અજીત મનસુખ પટેલ, શારદાબેન અમૃતભાઈ મેથાણીયા, દક્ષાબેન ભરતભાઈ મેથાણીયા, રંજનબેન ચંદુલાલ મેથાણીયા, અમૃતભાઈ નાગરભાઈ મેથાણીયા, જેશનાબેન દશરથભાઈ ગોરપા, શારદાબેન હરજીવન મોથાણીયા, પ્રભાબેન જ્યંતિભાઈ મોથાણીયા, અને બોલેરો પીકઅપનાં ડ્રાઇવર શાર્દુલ મેલાભાઈ ઝીંઝુવાડીયાને ઈજાઓ પહોંચી હતી. તેમજ બોલેરો પીકઅપનાં ડ્રાઇવર શાર્દુલની ૧૬ વર્ષીય ભત્રીજી પ્રિયબેન જ્યંતિભાઈ ઝીંઝુવાડીયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે સગીરાને મૃત જાહેર કરવામાં આવી હતી.

જુના કટારીયા પાટીયા પાસે માતાનામઢથી દર્શન કરી પરત આવતા ટ્રેક્ટરને ટ્રકે પાછળથી ટક્કર મારતા 3 વ્યક્તિના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતના 3 બનાવોમાં પાંચના મોત 23 ઘાયલ 

ચાંદ્રાણી નજીક જ સર્જાયા બે અકસ્માત જેમાં એક સગીરા અને યુવાનનો થયો મોત 

ગાંધીધામ: પૂર્વ કચ્છમાં માતાના મઢ ખાતે દર્શનાર્થે આવતા અને જતાં ભક્તોને માર્ગ અકસ્માતો નડયા હતા. જેમાં જૂના કટારીયા પાસે માતાજીના દર્શન કરી પરત આવતા ટ્રેક્ટરને ટ્રકે પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટરમાં બેઠેલા ભક્તો રોડ પર ફંગોળાયા હતા. જેમાં ૩ વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે ૧૧ લોકો ઘાયલ થયા હતા. તો બીજી બાજુ બે અકસ્માતોના બનાવો અંજાર તાલુકાનાં ચાંદરણી પાસે બન્યા હતા. જેમાં બાઇક પર જઇ રહેલા સાળા-બનેવીને બોલેરો ચાલકે ટક્કર મારતા સાળાનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બનેવી ઇજાગ્રસ્ત થયા હતા. તો બીજો અકસ્માતનો બનાવ પણ ચાંદરણી નજીક જ બન્યો હતો. જેમાં બોલેરોને ડમ્પરે હડફેટે લેતા ૧૬ વર્ષીય સગીરાનું મોત થયું હતું જ્યારે ૧૧ લોકો ઘાયલ થયા હતા. 

બનાવ અંગે મળતી માહિતી મુજબ બુધવારે બપોરના સમયે સામખીયાળીના જૂના કટારીયા પાટીયા વચ્ચેના ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં માતાનામઢના યાત્રિકોને લઇ જતા ટ્રેક્ટરને પાછળથી પુરઝડપે જતી ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર ૧૪ જેટલા શ્રધ્ધાળુઓ રીતસરના ફંગોળાયા હતા. અકસ્માતમાં ધટના સ્થળે જ ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા જેમાં બે મહિલા એક બાળકનુ મોત થયુ હતુ. મૃતકોમાં ૬૦ વર્ષીય જીવતીબેન બીજલ શંખેસરીયા (કોળી), ૬ વર્ષના વિવેક ગોરધનભાઇ શંખેસરીયા તથા ૪૫ વર્ષીય વનીતા નવઘણભાઈ ઉચાસણાનો સમાવેશ થાય છે. જ્યારે આ બનાવમાં કુલ ૧૧ લોકો ઘાયલ થયા હતા. જેમાં પૂજાબેન ગોરધનભાઈ શંખેરીયા, રેખાબેન આશિષભાઈ શંખેરીયા, ગોરધન બીજલભાઈ શંખેરીયા, શોભના તુલશી ઉચાણા, પ્રીતિ આશિષ શંખેરીયા, કાના પ્રભુ ઉચાણા, લાભુ રવજીભાઈ શંખેરીયા, આકાશ શિધાભાઈ શંખેરીયા, મનીષ ગોરધનભાઈ શંખેરીયા, ચંપાબેન પ્રભુભાઈ ઉચાણા, નવઘણ પ્રભુભાઈ ઉચાસણા, અરવિંદભાઈ નિલેશભાઈ ઉચાસણા, રવીના નવઘણ ઉચાસણા અને મોનીકા નરેશભાઈ ઉચાસણા ઘાયલ થયા હતા.

અકસ્માતનો બીજો બનાવ અંજારનાં ચાંદ્રાણી ગામ નજીક પેટ્રોલપંપ પાસે બન્યો હતો. જે અંગે સુરેન્દ્રનગરનાં થાનમા રહેતા નિતેશભાઈ ભુપતભાઇ ડાભીએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી અને તેનો સાળો દશરથભાઈ ધરમશીભાઈની બાઈક લઈ લાકડધારથી માતાના મઢ ખાતે દર્શન કરવા નીકળ્યા હતા. જેમાં અંજારનાં ચાંદ્રાણી ગામના પેટ્રોલપંપ પાસે ગત ૧ ઓક્ટોબરનાં સાંજનાં ભાગે બોલેરો કેમ્પરે બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં ફરિયાદીને હાથ અને પગનાં ભાગે છોલછામ જેવી ઈજાઓ પહોંચી હતી. જ્યારે બાઈક ચાલક ફરિયાદીનાં સાળા દશરથને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતુ. જેથી ફરિયાદીએ આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ દુધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

અકસ્માતનો ત્રીજો બનાવ ચાંદરણી ખાતે ટા. ૧-૧૦ના રાત્રે ૧૧ વાગ્યે બન્યો હતો જેમાં સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રામા સજનપુર ગામમાં રહેતો પરિવાર બોલેરો પીકઅપમા પરિવાર સાથે માતાનામઢ ખાતે દર્શન કરવા ગયા હતા. જેમાં દર્શન કરી પરત ફરતી વેળાએ અંજારનાં ચાંદ્રાણી બસ સ્ટોપની બાજુમાં અકસ્માત થયો હતો. જેમાં બોલેરો પીકઅપને સામેથી આવતા ડમ્પરનાં ચાલકે ધડાકાભેર ભટકાવી દીધો હતો. જેમાં બોલેરોમા સવાર કાનજી અરજણ પટેલ, જ્યંતિભાઈ રામજી મેથાણીયા, સરોજબેન મનસુખ મેઠાણીયા, અજીત મનસુખ પટેલ, શારદાબેન અમૃતભાઈ મેથાણીયા, દક્ષાબેન ભરતભાઈ મેથાણીયા, રંજનબેન ચંદુલાલ મેથાણીયા, અમૃતભાઈ નાગરભાઈ મેથાણીયા, જેશનાબેન દશરથભાઈ ગોરપા, શારદાબેન હરજીવન મોથાણીયા, પ્રભાબેન જ્યંતિભાઈ મોથાણીયા, અને બોલેરો પીકઅપનાં ડ્રાઇવર શાર્દુલ મેલાભાઈ ઝીંઝુવાડીયાને ઈજાઓ પહોંચી હતી. તેમજ બોલેરો પીકઅપનાં ડ્રાઇવર શાર્દુલની ૧૬ વર્ષીય ભત્રીજી પ્રિયબેન જ્યંતિભાઈ ઝીંઝુવાડીયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે સગીરાને મૃત જાહેર કરવામાં આવી હતી.